________________
[૪૮]
શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક
માહિતીથી ભરપૂર કૃતિઓ છે એમ નહિ, કિન્તુ એમાં પ્રસંગવશાત વ્યાવહારિક જ્ઞાન પણ અજબ રીતે પીસેલું છે. એક એક આગમનું યથેષ્ટ નિરીક્ષણ કરી આ વ્યવહારિક જ્ઞાનને લગતી હકીકતે તારવી કઢાય તેમ છે અને તેમ થતાં તે ભારતવર્ષના પ્રાચીન ઇતિહાસ ઉપર પણ અનેરે પ્રકાશ પાડશે, તેમાં પણ વળી એ આગમની નિજુત્તિઓ, શિઓ અને પ્રાચીન ટીકાઓને સર્વાગી અભ્યાસ કરાશે તે એ વિવરણા મક સાહિત્ય, વર્તાઓ વગેરેને પણ અખૂટ ભંડારરૂપ હોવાથી તે સમયના લોકજીવન ઉપર પણ દિવ્ય પ્રકાશ જરૂર પડશે.
આ પ્રમાણે અનેકવિધ શિષ્ટતાવાળા આપણા આગમના પર્યાલેચન પરત્વે, આ વિશેષાંકની મર્યાદાને ખ્યાલમાં રાખી મેં જે કઈ નિર્દેપ કર્યો છે તેને ધ્યાનમાં રાખી, આગમના અખંડ અભ્યાસી બનવા ખાસ કરીને આપણા મુનિવરોને વિનવત અને વિશેષાંકની જના સફળ બને એમ ઇચ્છતે હું વિરમું છું.
સાંકડીશેરી, ગોમતીપુરા, સુરત, તા ૨૦-૭-૩૮
SENSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSM
અંજલી
મહાવીર અલૌકિક પુરૂષ હતા, એમના જ જે બીજો કોઇ પુરૂષ થયા નથી. વિચારની એમની પ્રબળતા વિશે, તપશ્ચર્યા રિશે. સાધુ જીવનમાં એમના દુઃખસહન વિશે. એમના પુરૂષાર્થ વિશે અને માનવજાતિથી દૂર રહેવાની એમની વૃત્તિ વિશે આગળ કહી દીધું છે; વળી માણસને સંસારના બંધનમાં બાંધનાર કર્મ ઉપર એમણે પિતાને ખાસ સિદ્ધાંત એ છે એ પણ કહ્યું છે. એકંદરે અત્યાર સુધી આપણને એક તપસ્વીના આદર્શ રૂપે જ દેખાય છે. પણ વાસ્તવિક રીતે તે એ ઉપરાંત એમનામાં બીજું ઘણું વધારે હતું. એ મહાન વિચારક હતા, વિચારમાં એ અગ્રેસર દર્શનકાર હતા. એમના સમયની સૌ વિધાઓમાં એ પારંગત હતા, પિતાની
તપશ્ચર્યાના બળે એ વિદ્યાઓને એમણે રચનાત્મક સ્વરૂપ આપી S પૂર્ણ બનાવી હતી અને પ્રબળ સિદ્ધાન્તતત્તની અંદર ગોઠવી
કાઢી હતી.
પ્ર. લેયમાન
(જૈનસાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ) ANNANANNNNNNNNNNXNXXNNNNNNNNNNNNN
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org