SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક સાબિત થાય છે કે “ આ ગુફા અહતની કૃપાથી રાના રાજાની મુખ્ય પટ્ટરાણીએ બનાવેલ ” હાથી ગુફાના અતિહાસિક લેખ પરથી આપણને ઘણું જાણવા મળી શકે તેમ છે. મૌર્ય રાજ્યના પતન પછી કલિંગ દેશે વિરોધ જાહેર કરેલ તેમાં એક સ્વતંત્ર રાજ્ય સ્થઈ ગયેલ, જેને સમય લેખ પસ્થી . સ. પૂર્વ ૧પ૮થી ૧પ૩ ને જણાઈ આવે છે. શિલાલેખમાં ચેદીશના મહારાજા ખારવેલનું રાજકીય જીવનવૃત્તાંત બતાવેલ છે. આ રાજયકર્તાના સમયમાં જૈનધર્મ પૂર્ણ જાહેજલાલી હતું. તેમણે સકળ હિંદના વિદ્વાન જૈન યતિઓ, શ્રમ, ભિખુઓ અને તપસ્વીઓને આમંત્રણ કરી જન આગમે (સાહિત્ય)નું લખાણ કરાવેલ જે તેમના શિલાલેખ પરથી સ્પષ્ટ જાણવામાં આવી શકે છે. ઇ. સ. પૂર્વે બીજી શતાબ્દનો એક શિલાલેખ ખંડગિરિ પર્વત પરની “વ્યાઘગુફા” માં કતરાએલ છે તેમાં જણાવેલ છે કે આ ગુફા “ નગરનારજભૂતિ ” એ બનાવેલ છે. ઈ. સ. પૂર્વે અને તે પછીના સમયમાં આ સરાક જાતિના પૂર્વજે તે સમયના સુજ્યકર્તાઓના સમયમાં લશ્કરી ખાતામાં તેમજ નૈકા ખાતામાં યુવીર અને સેનાપતિ તરીકે કામ કરતા, જેમની ઓળખ વર્તમાનમાં તેમનાં નામે સાથે તેમના પૂર્વજોએ કરેલ રાજદારી કામની ઉપાધિ “સેને પતિ ”સેનાપતિ નામથી ઓળખવામાં આવે છે. આમાંની કેટલીક પ્રા સિંધપારની વતની હતી, જેમાં વર્તમાનમાં “સિંધુ પરિઅ” તરિકે ઓળખાય છે. ઈ. સ. પૂર્વે ૭૫ માં કલિંગથી નીકળે એક લશ્કરી સત્યે જાવા સર . (એનસાઈકલે પીડીઆ ઍફ ઇન્ડીયા. પુ. ૨, સ. ૧૮૮૫) - ઈ. સ. બીજી શતાબ્દીમાં આ પ્રદેશ પર આંદોનું રાજ્ય શાસન ચાલતું, જેમાં બ્રહ મને માનનારા હતા. તે સમયમાં મહાયાન પંથના બાદ્ધ ભિખુઓના ઘણા ઉપદેશકોએ ઓરિસ્સાની કેટલીક પ્રજાને બૌદ્ધધર્મમાં લીધેલ ઇ. સ. ત્રીજી શતાબ્દીમાં આધ રાજકર્તાઓને ભગાડી કલિંગ (ઓરિસ્સા) પર પ્રાચીન ગંગવંશવાળાઓએ રાજ્ય સ્થાપિત કર્યું, જેઓ માદરના પ્રાચીન ગંગવંશના કુટુંબી તેમજ જનધર્મને માનનારા હતા. ઇ. સ. ૬૪૦માં પ્રખ્યાત ચીનાઈ યાત્રી હુએનસાન જ્યારે હિંદના પ્રવાસે આવેલ તે સમયે આ કલિગ દેશની નેધ તેમના યાત્રા વિવરણુમાં નીચે મુજબ લીધેલ છેઃ અહીંના લોક લાંબા અને રંગે કાળાશ પર છે. સાહસિક તેમ ઓછા કપટી છે સભ્યતાની બુદ્ધિ રાખે છે. આ બ્રહો નથી. દેવમંદિર સે છે. નિગ્રંથ ધર્મને માનનારાની સંખ્યા દશ હજારથી અધિક છે.” નોટઆ નોંધ કલિંગની રાધાની કંચણપુર હતું તેની લીધેલ જણાઈ આવે છે. ઈ. સ. આઠમા સૈકાની મધ્યમાં રાષ્ટ્રકૂટના રાજા દંતીદુર્ગે કલિંગ દેશ જીતી લીધેલ. ઇ. સ. નવમા સિકાની શરૂઆતમાં જૈન ધર્મના પિષક પ્રખ્યાત મહારાજા અકાલવ આ પ્રદેશ જીતી લીધેલ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.521537
Book TitleJain Satyaprakash 1938 08 SrNo 37 38
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy