SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ અ ૧-૨ ] પ્રાચીન જન સ્થાપત્ય [૧] from Mathura” નામના નિબંધમાં પૃષ ૧૯૫થી ૨૧૧ ઉપર બીજ એકતાલીશ શિલાલે બની અને તે જ પુસ્તકનાં પૃષ્ઠ ૩૧ થી ૩૨૩ ઉપર ચાર ચિત્રપ્લેટ સાથે "Sp.ejmens of Tiina Sculptures from Mathura ” 22-41741 free ધમાં ખાસ ઉપયોગી સ્થાપત્યો ઉપર વિસ્તૃત નોંધ લખેલી છે. અને ડે. બુલરની આ નોંધને ઉપયોગ શીત વિન્સેન્ટ મેથે પિતાના ઉપયુંકત પુસ્તકમાં છુટથી કરેલો છે. દિલગીરી માત્ર એટલો જ છે કે લગભગ ચાલીશ વર્ષથી આ પ્રાચીન જૈન રાપ ઉપર જુદા જુદા યુરોપિયન વિદ્વાનોએ નિબંધ લખીને અંગ્રેજીભાષા વાંચનાર જનતાનુ ધ્યાન આકળું છે, પરંતુ કોઇ પણ જૈન સંસ્થા અથવા તે વિદ્વાન તરફથી આ સ્થાપો વિષે ઈ. સ. ૧૮૧૨ પહેલાં પ્રાંતીય ભાષામાં લખીને જૈન જનતાનું ધ્યાન ખેચવાને પ્રયત્ન કર્યો હોવાનું મારી જાણમાં નથી. - સૌથી પ્રથમ, ગુજરાતી ભાષા વાંચનાર જનતાનું ધ્યાન મુનિ મહારાજ શ્રી જ્ઞાનવિજ્યજી એ “મુંબઈ સમાચાર”ના દીપેસવી અંકમાં “મથુરને કંકાલી ટીલ” એ નામને એક લેખ લખીને, તથા મુનિહારાજ શ્રી. ન્યાયવિજયજીએ “જૈન પતિ ” માસિકમાં ઉત્તરાપથની વિજયગાથા” તથા “લખનૌ મ્યુઝીયમની જૈન મૂર્તિઓ” એ નામના બે લેબો લખીને અને “લખની મ્યુઝીયમની જૈન મૂર્તિઓ” એ નામથી જ “જન સત્ય પ્રકાશ” માસિકતા વર્ષ ૧લાના એક ૧૧ પૃષ્ઠ ૩૦થી ૩૯૧ તથા અંક ૧૨ ના પૃષ્ઠ ૪૧થી૪૧૭ ઉપર લેખ લખીને જૈન જનતાનું ધ્યાન આ પ્રાચીન સ્થાપત્ય તરફ ખેંચવાની તક લીધી છે. તેઓશ્રીને “જન જ્યોતિ ” માસિકમાં લેખ વાંચ્યા પછી જ મારું ધ્યાન તે તરફ ખેંચાયું હતું અને તેથી જ ચાલુ વર્ષના ઉનાળામાં હું મારા કુટુંબ સાથે યાત્રાએ ગયે હતા ત્યારે તા. ૧૩-૪-૩૮ના રોજ મથુરા મ્યુઝીયમની અંદર આવેલાં “ પ્રાચીન સ્થાપત્ય ” તથા તા. ૧૪-૪-૩૮થી તા. ૨૦-૪-૩૮ સુધી લખન મ્યુઝીયમમાંનાં " પ્રાચીન સ્થાપત્ય નાં દર્શન કરવાની તથા તપાસ કરવાની મને સુવર્ણ પળો સાંપડી હતી, જેને ટુંક અહેવાલ આ લેખમાં રજુ કરવામાં આવેલ છે. મયુરા એ વૈષ્ણનું મોટું ધામ છે. એક વખતે જૈનોનું પણ તે પરમ પુની1 યાત્રા ધામ હતું. મથુરામાં ઘીયામંડીમાં એક વેતાંબર જૈન મંદિર છે, જેની પ્રતિષ્ઠા મુનિમહારાજ શ્રી. દર્શનવિજયજીએ કરેલી છે. મૂળનાયક શ્રી પાર્શ્વનાથની સફેદ આરસની આ નયનમનહર મૂર્તિનું મુખાવિંદ બહુ જ સુંદર છે, આ પ્રતિમાજી મોગલ સમયમાં બનેલી છે અને તેનો પ્રતિષ્ઠા પણ હીરવિજયસૂરિના સમયમાં થયેલી હતી. ત્યારપછી ઔરંગઝે. બના સમયમાં જૈન મંદિરે ધ્વસ્ત થયાં હોય એમ લાગે છે. મથુરા શહેરથી લગભગ અડધે માઇલ દૂર આવેલા એક બગીચામાં કર્ઝન મ્યુઝીયમ બાવેલું છે, તે જોવા માટે તા. ૧૩મી એપ્રિલના રોજ ૬ ગયે હતા, તે દિવસે બુધવાર હોવાથી મ્યુઝીયમ બંધ હતું, તેથી ત્યાંના કયુરેટર શ્રીયુતવાસુદેવ શરણ અગ્રવાલને હું મલ્યો. તેઓએ ઘણી ખુશીથી મ્યુઝીયમ ખોલાવી મને ત્યાંની જૈન મૂર્તિઓ જોવાની સોનેરી તક આપી તે માટે તેમને હું આભાર માનું છું. Jain Education Interમથુરા મ્યુઝીયમની જન મૂતિઓ નીચે પ્રમાણે છે : www.jainelibrary.org
SR No.521537
Book TitleJain Satyaprakash 1938 08 SrNo 37 38
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy