________________
[૧૧૬ ]
શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક
[વ
૪
ઉપરના દરેક પ્રમાણથી સાબિત થાય છે કે સમ્રાટ ચંદ્રગુપ્ત દીક્ષા લીધાની જે માન્યતા દિગંબરીય ગ્રંથકારોમાં પ્રવર્તે છે તે કેવળ પિતાના ધર્મની મહત્તા વધારવા માટે જાયેલી અને સાવ નિરાધાર છે.
સત્રા ચંદ્રગુપ્ત ૨૪ વર્ષ સુધી રાજ્ય કર્યું હતું. તેના મરણ પછી તેને પુત્ર બિંદુસાર તેની ગાદીએ આવ્યો. આ વખતે ચાણકય અને સુબંધુ એ બે જણા તેના મંત્રીઓ હતા.
(આવશ્યક નિયુકિતવૃત્તિ, પરિશિષ્ટપર્વ, મૌર્ય સામ્રાજ્યના ઈતિહાસ,
મૌર્ય સામ્રાજ્ય કે જનવીર, મેમાનસના સમયનું હિંદ વગેરેના આધારે.) મૌર્ય રાજા બલભદ્ર
ભગવાન મહાવીર સ્વામીના શાસનમાં શ્વેતાંબર અને દિગંબર ભેદ થયા તે પહેલાં સાત નિર્દવેના મતે નીકળ્યા છે. તેમાં એક “અવ્યક્ત” મત પણ છે. આ મત વીર નિ. સં૨૧૪માં આષાઢાચાર્યના શિષ્યમાં પ્રવત્ય અને રાજગૃહીમાં તેનો વિરોધ પ્રચાર થશે. આ મતના વૃદ્ધિકાળમાં રાજગૃહીમાં મૌર્ય બલભદ્રનું શાસન હતું.
બલભદ્ર જૈનધર્મી હોઇ તેણે આ નવા મતને જડથી ઉખેડી જનધર્મનું રક્ષણ કર્યું.
આ સ્થળે એ ભૂલવું ન જોઈએ કે તે અરસામાં મગધના પ્રદેશ પાટલીપુત્રને તાબે હતો, એટલે પાટલીપુત્ર નરેશ તરફથી નિમાયેલ સુબો ત્યાં કારભાર ચલાવતા હતા. વીર નિ સં. ૨૧પમાં પાટલીપુત્રની ગાદીએ મૌર્યવંશ પ્રતિષ્ઠિત થયો હતો એટલે તે અરસામાં તે જ વંશને રાજા બલભદ્ર મગધને શાસક હેય એ સંભવિત છે અને તેણે આ નવા મતને દાબવાને પ્રયત્ન કર્યો હોય તે પણ સ્વાભાવિક લાગે છે.
આ રીતે બલભદ્ર વીર નિ સં૦ ૨૧૫ પછીને જૈન મગધ નરેશ છે. આ ઉપરથી કંઇક એવું પણ અનુમાન કરી શકાય કે તે વખતના મૌર્યો જેનધમ હશે.
(આવશ્યક નિર્યુકિત ભાષ્ય, ગાથા ૧ર૯-૩૦ પૃ. ૩૧૫ના આધારે) મહારાજા બિંદુસાર
સમ્રાટુ ચંદ્રગુપ્ત પછી તેને પુત્ર બિંદુસાર તેની ગાદીએ આવ્યું. “બિંદુસાર” એ નામ માટે એવી વિગત મળે છે કે –સાય મંત્રીએ ચંદ્રગુપ્તના શરીરને વિપ્રોગથી અજેય બનાવવા માટે તેને ખોરાકમાં રોજ ચડતી માત્રામાં વિપ આપવાનું શરૂ કર્યું હતું. આ રીતે ધીમે ધીમે ચદ્રગુપ્તને આહાર એટલે બધો વિષય બની ગયો કે તેના ભોજનને એક કોળિયો પણ પ્રાણ હરી લે. પણ આ બિન, ચાણકય સિવાય બીજું કોઈ જાણતું ન હતું. એક દિવસ ચંદ્રગુપ્તની સગર્ભા રાણી રાગદશાના કારણે ચંદ્રગુપ્ત સાથે ભજન કરવા બેઠી. તેણે ત્રણ-ચાર કિળિયા ખાધા એટલામાં ચાણક્ય ત્યાં આવી ચડે, અને ગભરાઈને રાણીને ભોજન કરતા અટકાવી દીધી. પણ વિષ પિતાની અસર કરી ચૂક્યું હતું, એટલે રાણીનું મરણ નીપજ્યુ. આ વખતે રાણી સાથે તેના ગર્ભને પણ નાશ થઈ જશે એમ વિચારી ચાણક્ય તેનું પેટ ચીરવી ગર્ભ બહાર કાઢી લીધો. આ વખતે એ બાળકના માથા ઉપર વિશ્વનું બિંદુ પડેલું જોવામાં આવ્યું તેથી ચાણક્ય તેનું બિંદુસાર” નામ પાડયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org