________________
પર્યુષણને
R[
૬૪
8િ NI
જ
' ખાસ કૃત્ય
લેખક:-શ્રીમાન શેઠ કુંવરજી આણંદજી ૧યુષણ અણહનિકા વ્યાખ્યાનમાં પર્યુષણ પર્વમાં કરવાનાં ૧૧ કૃત્યો
બતાવ્યાં છે, તે બધાં યથાશક્તિ અવશ્ય કરવા યોગ્ય છે, પરંતુ તે સર્વ કૃત્યમાં પરસ્પર ખમાવવારૂપ કૃત્યે મારા હૃદયનું વિશેષ આકર્ષણ કર્યું છે. જેનધમ સિવાય આ પ્રવૃત્તિ અન્ય ધર્મોમાં દષ્ટિગત થતી નથી. આ પ્રવૃત્તિ-પરસ્પર ખમાવવાની–એટલી બધી લાભદાયક છે કે જા પ્રત્યેક જૈનબંધુ તેને અમલમાં મૂકે અને સંવછરીને દિવસે પરસ્પર બમીખમાવીને જે ત્યાં સુધીનાં સર્વ જીની સાથેના ખાતાં ચકતાં-ભર પાયા કરી દે–બાકી લેણું દેવું કાંઈ પણ ન કાઢે-કોઈ પ્રકારને કલેશ-દ્વેષ કુસંપ બાકીમાં ન રાખે તો કેટલા બધા ઝગડા પતી જાય, કેટલાં આનંધ્યાનનાં નિમિત્તો ઘટી જાય અને કોર્ટે ચડીને કરાતાં કેટલાં ખર્ચે આળસી જાય? પરંતુ આ ખામણાં ઉપરથી નહીં–માત્ર વચન દ્વારા નહીં, પરંતુ શુદ્ધ અંતઃકરણથી કરવા જોઈએ, કોઈ જાતનું મલિનપણું રાખવું ન જોઈએ, તેમ પર્યુષણ પછી ત્યારે અગાઉનું કલેશનું નિમિત સંભારવું કે યાદ આપવું પણ ન જોઈએ. આ ક્રિયાના લાભની હદ નથી, કારણકે આધ્યાન વડે આ જીવ જેટલાં કમ બાંધે છે તેટલાં બીજા કશાથી બાંધતા નથી, તે સર્વ કર્મબંધનાં કારણે આ ક્રિયાથી બંધ થઈ જાય છે- અટકી જાય છે.
ઉપાધ્યાયજી શ્રી વિનયવિજયજી મહારાજ પુન્ય પ્રકાશના સ્તવનમાં મોક્ષમાર્ગ આરાધનના દશ પ્રકારો પિકી ત્રીજે પ્રકાર પરસ્પર ખમતબામણુ કરવાને નીચે જણાવેલા શબ્દોમાં કહે છે ?
જીવ સવે ખમાવીએ સા. નિ ચોરાશી લાખ તે; મન શુધ્ધ કરે ખામણ સા. કેઈશું રેષા ન રાખ તે. સર્વ મિત્ર કરી ચિંતા સા. કેઈ ન જાણે શત્રુ તે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org