________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૪૩] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ તેના મનને વાળી દીધું. તેને બધા સ્નેહીઓ અને વૈભવ વિલાસ તુચ્છ લાગવા લાગ્યાં. બહારની કોઈ પણ સામગ્રીથી માનવો સાચે સનાથ નથી થઈ શકતા એનું એને ભાન થયું. અને પરિણામે તેણે, જે પોતે સાજે થાય તે સંસારનો ત્યાગ કરી આત્મસાધનાનો માર્ગ ગ્રહણ કરવાનો નિર્ણય કર્યો.
-અને ભાગ્ય બળે એને રોગ નષ્ટ થઈ ગયું. પિતાની પ્રતિજ્ઞા પ્રમાણે પિતાના સ્વજનને સમજાવી તેણે સાધુતાને માર્ગ ગ્રહણ કર્યો. અને પિતાની અનાથ જેવી સ્થિતિ ટાળવા પિતાના સુપ્ત આત્માને જાગ્રત કરી તે સાચે સનાથ બને. જેને આત્મા જાગે તે સદાય સનાથ!
શાસ્ત્ર કહે છે કે આત્મસાધનાની અંતિમ સીમાએ પહોંચી અનાથી મુનિ સદાય સનાથ એવા શિવપુરને વર્યા!
વંદન હજો સાચા સનાથ એ અનાથી મુનિને ! પુસ્તકવાચનને પ્રભાવ
સારાં પુસ્તકો વખત આવ્યે સાચા મિત્રની ગરજ સારે છે, એ વાત આપણે ઘણું વખત સાંભળી છે. ઈસ્વીસનના દસમા સૈકાની આ વાત છેઃ - આચાર્યવર્ય શ્રી સિદ્ધર્ષિસૂરિ તે વખતના એક પ્રભાવક જૈનાચાર્ય હતા. ન્યાય, વ્યાકરણ અને તત્વજ્ઞાનને તેમને અભ્યાસ ઊંડે હતો. બીજા વિષયોના પણ એ ગહન જાણકાર હતા. તત્ત્વજ્ઞાન અને ભિન્ન ભિન દર્શનશાસ્ત્રના અભ્યાસ દરમ્યાન તેમને એકાએક બૌદ્ધધર્મ પ્રત્યે અભિરૂચી જાગી. જૈનદર્શનમાં તેમને કંઈક ઊણપ જણાવા લાગી અને પરિણામે તેમણે બૌદ્ધધર્મને સ્વીકાર કરવાનો વિચાર કર્યો. તેમનું મન સત્યશોધક હતું એટલે કોઈ પણ વિચારને અમલ કર્યા પહેલાં તેમાં ખૂબ મંથન થતું. બૌદ્ધધર્મને સ્વીકારના વિચારના અમલ માટે પણ ખૂબ ખૂબ મંથન ચાલ્યું.
આ પ્રમાણે તેમનું મન જ્યારે, મધદરિયે ખરાબે ચડેલા વહાણની જેમ, ઝોલા ખાતું હતું ત્યારે સદ્ભાગ્યે તેમને એક પુસ્તક મળી આવ્યું. આ પુસ્તકે તેમના મને મંથનને સ્થિર કરીને તેમને સ્પષ્ટ માર્ગનું દર્શન કરાવ્યું. જૈનદર્શનમાં ડગુમગું થતું તેમનું મન
એ પુસ્તકના વધુ મનનથી, સ્થિર થઈ ગયું અને ધર્મત્યાગના તેમના વિચારે વિલીન થઈ ગયા.
આ પુસ્તક તે આચાર્યપુગવ શ્રી હરિભદ્રસૂરીશ્વરે રચેલ લલિતવિસ્તરા નામક ચૈત્યવંદનસત્રવૃત્તિ. આ પુસ્તકના મનનથી શ્રી સિદ્ધર્ષિસૂરિને સત્યમાર્ગનું દર્શન થયું. અને પછી તે તેમને ધર્મરાગ અને વૈરાગ્ય એતો તે દૃઢ થયે કે તેમણે “ઉપમિતિભવ પ્રપંચો કથા ” નામક એક વૈરાગ્યરસપ્રધાન પદેશિક રૂપક લખ્યું. આ પુસ્તક વાંચનારને તેના કર્તાની ધમૅવૃત્તિ, પાંડિત્ય અને વેરાગ્યભાવના માટે માન ઉપજ્યા વગર નથી રહેતું. * શ્રી સિદ્ધર્ષિસૂરિ પિતાના ઉપર મહાન ઉપકાર કરનાર એ લલિતવિસ્તરા ગ્રંથ અને તેના કર્તાને કદી નથી ભૂલ્યા. જે હરિભદ્રસૂરિ પિતાનાં કેટલાંય વર્ષ અગાઉ થઈ ગયા તેમણે જાણે એ લલિતવિસ્તરા ગ્રંથ પિતાના ઉપર ઉપકાર કરવા માટે જ ન લખ્યો હોય એવી રીતે તેમણે શ્રી હરિદ્રસૂદિજીને અંજલિ આપી છેઃ
नमोऽस्तु हरिभद्राय, तस्मै प्रवरसरये । मदर्थे निर्मिता येन, वृत्तिललितविस्तरा ॥१॥
For Private And Personal Use Only