________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૨ ]
સ્વાધ્યાય .
[૫]
પ્રામાણિકતાની પરીક્ષા
ઠાકોર લવણપસાદ (લાવણ્યપ્રસાદ) અને તેને પુત્ર વિરધવળ તે વખતે ધોળકાના માંડલિક રાજા હતા. ગુજરાત ઉપર તે વખતે ભેળા ભીમદેવની આણ વર્તતી હતી. ભેળો ભીમદેવ રાજકાજમાં અકુશળ અને વિલાસી હતા. તેથી ગુજરાતના રાજકારણમાં પણ લવણુપ્રસાદ અને વિરધવળનું ઠીક ઠીક માર્ગદર્શન રહેતું. છતાં તેમને ગુજરાતના રાજવી બનવાની ઇચ્છા નતી જાગી. એટલે તેમણે માંડલિક રહીને ગુર્જરસમ્રાટનું વર્ચસ્વ આપમેળે સ્વીકાર્યું હતું. તેમને રાજ્યવિસ્તાર પણ કંઈ થડે ન હતા. - તેમાં વળી વસ્તુપાળ અને તેજપાળ જેવા મહાસમર્થ અને સર્વ કુશળ બે ભાઈઓને પિતાના અમાત્ય તરીકે નીમ્યા પછી તે તેમના રાજ્યની ઉન્નતિ સવિશેષ વધવા લાગી.
એક વખત દક્ષિણના રાજા સિંહ પિતાના ઉપર ચઢી આવવાના સમાચાર મળવાથી લવણુપ્રસાદ અને વિરધવળ બન્ને જણા તેને સામને કરવા ભરૂચ સુધી સામે ગયા. રાજ્યની લગામ કુશળ મંત્રીઓના હાથમાં હતી એટલે તેની તેમને કશી ફિકર ન હતી. બીજા પણ કેટલાંક નાનાં રાજ્ય આ વખતે તેમની મદદે હતાં એટલે સ્વાભાવિક રીતે જ તેઓ ચિંતામુક્ત હતા. વરતુપાલ તે વખતે ખંભાતના સુબાનું સંચાલન કરતા હતા.
રાજરમતની શેતરંજમાં કયું સોગઠું ગઈ ચાલ લે તે કળવું મુશ્કેલ છે. ધીમે ધીમે બીજા રાજાઓ લવણપ્રસાદની મદદમાંથી નીકળી ગયા. ખુદ ભરૂચને રાજા શંખ પણ તેમની વિરૂદ્ધ થઈ ગયું અને તેમની આવી નાજુક સ્થિતિને ઉપગ પોતાના લાભમાં કઈ રીતે થાય તેની યુકિત વિચારવા લાગે.
તેણે એક દિવસ એક દૂતને ખંભાત વસ્તુપાળ આગળ મેક. તે વસ્તુપાળને રાજા શંખને સંદેશ સંભળાવ્યું કે “લવણુપ્રસાદ જેવા એક માંડલિકના અમાત્ય રહીને તમે ખંભાત જેવા એકાદ સુબાના ઉપરી રહો તે તમને એગ્ય નથી. તમે એ માંડલિક રાજાને મૂકીને અમારું વર્ચસ્વ સ્વીકારશો અને ખંભાત અમારે સ્વાધીન કરશે તે તમારે દરજજો વધારવામાં આવશે અને એક આખા મુલ્કનું પ્રધાનપદું તમને મળશે. આ ઉપરાંત તમને અનેક જાતને અંગત લાભ થશે તે તે જૂદુંવળી અમે કોઈ પણ ભોગે ખંભાત સર કરવાના જ છીએ તે અમારા જેવા ક્ષત્રિયને સામને તમારા જેવા પિચા દિલના વાણિયા શું કરી શકવાના હતા ! માટે પવન જોઇને સુકાન ફેરવવાનું ડહાપણું જરૂર વાપરશે” વગેરે. શંખની ધારણા હતી કે લાલચથી નહીં તે છેવટે ધમકીથી તે આ વાણિ જરૂર હાથ આવી જશે !
પણ એની એ ધારણા સાચી ન હતી. તેને ખબર ન હતી કે જેને તે ઠંડી રાખ સમજતું હતું તેની નીચે ધગધગતા અંગારા રહેલા હતા, જે એક વખત તેને પિતાને જ ભસ્મીભૂત કરી શકે !
વસ્તુપાળે ઠડે પેટે જવાબ મોકલ્યોઃ “પૈસા કે અધિકારના લેભે લેભાઈ જનાર અમાત્યપદું ન ભોગવી શકે. અમે તે રાજનિષ્ઠાની ખાતર માથું હાથમાં લઈને ફરીએ છીએ! માથું સલામત હોય ત્યાં લગી અમારી નિષ્ઠા ન ફરી શકે! રણમેદાનમાં ખેલીને
For Private And Personal Use Only