________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સ્વાધ્યાય સાચે સનાથ
પરમાત્મા મહાવીરદેવના અણગારમાં અનાથી નામક એક અણગાર થઈ ગયા, તેમની આ વાત છે.
અનાથી મુનિ ગૃહસ્થપણામાં જાતે ક્ષત્રિય હતા અને એક રાજકુમાર હતા. તેમના પિતાનું નામ મહિપાલ રાજા હતું. તે કૌશાંબી નગરીમાં રાજ્ય કરતા હતા. રાજકુટુંબમાં જન્મવાના કારણે અનાથીજીનું લાલન પાલન ખૂબ લાડ પૂર્વક થયું હતું. વૈભવ, વિલાસ અને સુખની સામગ્રીને કંઈ પાર ન હતો. સૌ પડ્યો બોલ ઝીલવા તત્પર રહેતું. આમ રાજકુંટુંબમાં ખૂબ સ્નેહીઓ અને પ્રાકૃપાથરનારાં પરિજને વચ્ચે અનાથીજીના દિવસો પસાર થતા હતા. તેમને કોઈ પણ સ્થળે નિરાશા કે નિઃસહાયવૃત્તિને વિચાર સુદ્ધાં આવતે ન હતા.
ભાવીના બળે એક વખત એવું બન્યું કે અનાથીજી દાહજ્વરની બિમારીમાં સપડાયા, કમળને કુમળો વેલો મદોન્મત્ત હાથીના સપાટામાં જે રીતે પીલાય તે રીતે તેમનું શરીર દાહારની પીડામાં શેકાવા લાગ્યું. જાતે રાજકુમાર એટલે ઔષધ-ઉપચાર અને સેવા-સુશ્રષામાં શી ખામી હોય ? મહારાજા મહિપાળે અનેક વૈધો તેડાવ્યા અને મંત્રતંત્રવાદીઓ પાસે પણ પ્રયોગ કરાવ્યા. પણ કોઈ પણ ઉપાય સફળ ન થયું. ઉલટ અના થીને રોગ વધુ ને વધુ અસાધ્ય થતો ગયે.
પુત્રવત્સલ પિતા પિતાના પુત્રને બચાવવા માટે સે કંઈ કરવા તૈયાર હતા. પિતાના સર્વસ્વના ભોગે અરે, પિતાના રૂપના ભેગે પણ જે પિતાને પુત્ર સાજો થઈ શકતો હોય તે તે માટે તે તૈયાર હતો. બીજા સ્નેહી સંબંધીઓ પણ ખડે પગે ઉભા હતા. પણ અનાથીએ જોયું કે એની અવસ્થા આટલા સ્વજન અને સ્નેહીઓ છતાં એક નિઃસહાય માનવી કરતાં જરાય સારી ન હતી! તેણે જોયું કે આટલા સ્નેહીઓ અને સમૃદ્ધિ છતાં તેને સહાય કરી શકે એવું કોઈ ન હતું. અને આ વિચારે, દુઃખમાંથી ઉદ્ભવતા વૈરાગ્ય તરફ
આ પાંચ પઘોમાંના પ્રથમ અને તૃતીય પદ્ય કંઈક ફેરફાર સાથે અત્યારે પ્રચલિત ચઉકકસાયનાં પહેલાં બે પળે તરીકે ઉપલબ્ધ થાય છે, પરંતુ બાકીનાં ત્રણ તે અન્યત્ર જેવાતાં નથી. આથી પ્રશ્ન એ થાય છે કે ચઉકકસાયની મૂળ કૃતિ કેટલાં પવની છે અહીં આપેલી પાંચ પાની કૃતિ કે જેનું નામ પાસાહજિણથુઈ એવું પાંચમા પદ્યમાં સૂચવાયું છે તે અસલ કૃતિ છે કે પ્રચલિત ચઉકકસાય?
આ પ્રશ્નના છેવટના ઉત્તર માટે ચઉકસાયની પ્રાચીન પ્રતિઓ તપાસવી ઘટે અને આવું કાર્ય અનેક કૃતિઓ પર કરવાનું પ્રાપ્ત થાય તેમ છે. એથી આપણું વિવિધ ભંડારોની હસ્તલિખિત પ્રતિઓનાં વિસ્તારથી તેમજ વ્યવસ્થિત રીતે વર્ણનાત્મક સૂચીપત્રો પ્રસિદ્ધ થવાની ખાસ આવશ્યકતા રહે છે એટલું અંતમાં સૂચવતા આ લઘુ લેખ હું પૂર્ણ કરૂં છું. સાંકડીશેરી, ગોપીપુરા, સુરત તા. ૧૮-૧-૩૮.
For Private And Personal Use Only