SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રી ભદ્રબાહુગરચિત ચઉક્કસાય લેખક :—હીરાલાલ રસિકદાસ કાપડિયા એમ. એ. આપણાં પ્રતિક્રમણ સૂત્રો પૈકી એકનુ નામ ચઉકકસાય છે. એ સૂત્રને ઉપયેગ દૈવસિક પ્રતિક્રમણુના અંતમાં કરાય છે એટલું જ નહિ, પરંતુ રાત્રિક સસ્તારક પાપીમાં પણ કરાય છે. એ સૂત્ર એ પધની અપભ્રંશ ભાષામાં રચાયેલી નાનીસરખી કૃતિ છે, એના કર્તા વિષે કાઇ થળે ઉલ્લેખ કરાયેલા મારા જોવા જાણવામાં નથી. વિશેષમાં એ કૃતિની કોઇ સંસ્કૃત ભાષામાં ટીકાદિ રચાયેલ હાય એમ પણ જાણવામાં નથી. આ ઉપરાંત એ કૃતિને દૈવસિક પ્રતિક્રમણ વિધિ તેમજ રાત્રિકસંસ્તારકપૌરૂષી -વિધિમાં પણ કયારથી સ્થાન આપવામાં આવ્યું છે તેના પણ કશો સ્પષ્ટ ઉલ્લેખ જણાતા નથી. આવી પરિસ્થિતિ ખરેખર શોચનીય ગણાય એટલે તજજ્ઞા એ દિશામાં યાગ્ય પ્રકાશ પાડે એમ સૌ કોઇ ઇચ્છે જ. ૧૮૮૭-૯૧ ૧૮૮૭-૯૧ પ્રસ્તુતમાં હું પાંચ પોની એક કૃતિ અત્ર રજુ કરવા ઇચ્છું છું. એ કૃતિની હસ્તલિખિત પ્રતિ ભાંડારકર પ્રાચ્યવિદ્યા સાધન મદિર પૂનામાં છે. એના ક્રમાંક ૧૨૮૦ (બ) છે, કેમકે સંવેગચુડામણના ક્રમાંક ૧૨૮૦ (અ) નોંધાયેલા છે. એ પ્રતિના લેખકે પાંચ પધોની ઉપર્યુક્ત કૃતિને પાજિનસ્તવ તરીકે ઓળખાવી છે. વિશેષમાં એના કર્તાએ કે અન્ય કોઇએ એ કૃતિ ભષાહુણિએ રચ્યાનો ઉલ્લેખ એના પાંચમા અંતિમ પદ્મ દ્રારા કર્યાં છે. એ ભદ્રખાહુણ તે કોણ તેને અંતિમ નિર્ણુય કરવા બાકી રહે છે, તેમ છતાં એ દિશામાં પણ પ્રકાશ પડે એવી આશાથી એ સમગ્ર કૃતિ મેં તૈયાર કરેલા અને અત્યારે છપાતા “જૈન હસ્તલિખિત પ્રતિનુ વર્ષોંનાત્મક સૂચીપત્ર” ( Deseriptive Catalogue of Jaina Manuscripts)માં જેવી રીતે નોંધાઇ છે તેવી જ રીતે અત્ર હું રજુ કરૂં છું:— Acharya Shri Kailassagarsuri Gyanmandir " चउक ( क ) सायपडिमल्लइभूरण दुज्जयमयणबाणमसमूरण | સર(ત્ત)પિયયુવ(વ)ન્ન વચગામી નચોપાસ મૂળત્તયજ્ઞામી | શ્॥ जय जिणेस पुहवीत लिमंडण जय निण दुठ्ठकमठमयखंडण । जगसमुद्दअइदुत्तरतारण चउगयगमणहरण भयबा (वा) रण ||२|| जसु तणुकंतिकडप्प सद्धिो सोहइ फणिमणिकिरणालडो । निम्मलजलहरतडुलयलछिय सो जिणपास पइछओ वंछिय || ३ || कुट्ठाइरोगानलधणहर कुम्मइरत्तिविणासणदिणयर | अरियणअठ्ठकम्मदलचूरण अप्पओ बोहिबीयफलपूरण ||४|| जो ज्झायइ तिबि (वि) हे त्ति काल संपइ लच्छि हुवइ बहुआलई । भत्तरं भद्दबाहुगणिरइयं सुद्धं पासनाह जिणथुईयं ॥ ८५ ॥ For Private And Personal Use Only 39
SR No.521533
Book TitleJain Satyaprakash 1938 07 SrNo 36
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages46
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy