________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨૮]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ
મિથ્યાત્વના જોરથી જ અન્ય ધર્મના લોકો રાશિને દેવ તરીકે તથા કંચન કામિનીના પાશમાં સપડાયેલા ઘરબારી ગૃહસ્થ જેવાને ગુરૂ તરીકે અને હિંસાને ધામ તરીકે માને છે. આગળ વધીને તેઓ એમ પણ કહે છે કે કાગડાને બલિદાન દેવું, અગ્નિ દેવ છે, પાણી તીર્થ છે, ગાયને નમસ્કાર કરે વગેરે.
આ પ્રમાણે ટુકામાં મિથ્યાત્વની બીના જણાવીને હવે સમ્યકત્વનું માહાસ્ય જણાવવું જોઈએ, તે આ પ્રમાણે –
જે જીવને અંતર્મુદ્દત્ત જેટલા થોડા ટાઇમ સુધી પણ જે સમ્યગ્દર્શન પ્રાપ્ત થયું હોય, તો તે જીવને લાંબા કાલ સુધી સંસારચક્રમાં ભટકવું પડતું નથી, તે પછી લાંબી સ્થિતિવાલા સમ્યગ્દર્શનને ધારણ કરનાર છને સંસારની રખડપટ્ટી ધીમે ધીમે ઓછી થાય, એમાં શી નવાઈ? સંસારમાં પરિભ્રમ કરતાં ચક્રિપણાની તથા ઇંદ્રાદિની ઋદ્ધિ વગેરે સુખનાં સાધને ઘણીવાર પમાય છે. પરંતુ સમ્યગ્દર્શન વારંવાર રહેલાઈથી પામી શકાતું નથી. અને તે જ હેતુથી તેને શ્રેષ્ઠ રનની જેવું પણ કહ્યું છે. તથા સર્વ સંપત્તિ એને અખૂટ ભંડાર અને ઉત્તમ જ્ઞાનનું પણ કરણ એક સમ્યગ્દર્શન જ છે. આ દર્શન બોધિવૃક્ષનું મૂલ છે. પુષ્યરૂપિ નગરનો દરવાજો છે. મુક્તિરૂપિ મહેલનું પીઠ છે. જેમ રને આધાર સમુદ્ર છે, તેમ ગુણેને આધાર તે સમ્યગ્દર્શન છે. વળી ચારિત્રરૂપિ અપૂર્વ ધનનું ભાજન પણ તે જ છે. આવા સમ્યગ્દર્શનની કે બુદ્ધિમાન પુરૂષ પ્રશંસા ન કરે? ત્રણે લેકની પ્રભુતા પામીને પણ ઘણા છ દુર્ગતિને પામે છે, પરંતુ જે સમ્યકત્વ મળે તે જરૂર અક્ષય સુખથી ભરેલી મુકિત મળી શકે. ખરેખર, સાચું ધન પણ સમ્યકત્વ જ છે. જેની પાસે આ સમ્યકત્વરૂપ અપૂર્વ ધન છે તે જ ખરેખર ધનવંત કહી શકાય. બીજા સેના હેર આદિના માલીકે જ્ઞાન દૃષ્ટિએ ધનવત કહી શકાય નહીં, કારણ કે દેખાતું ધન આ જ ભવમાં કદાચ ક્ષણિક સુખ આપે, પણ સમ્યગ્દર્શનરૂપિ ધન ઘણાં ભવમાં પણ પુષ્કલ સુખ દેવા સમર્થ છે. તથા , દાન, શીલ, તપ, પૂજા, ઉત્તમ તીર્થોની યાત્રા, શ્રેષ્ઠ દયા, શ્રાવકપણું, વ્રતારાધના આ સર્વે અનુદાને સમ્યગ્દર્શનવંત છોને જ યથાર્થ પૂર્ણ ફલદાયક નીવડે છે સમ્યકત્વ જેવું રન બીજું જગતમાં નથી. સમ્યકત્વ એ પરમ મિત્ર, પરમ બંધુ અને ઉત્કૃષ્ટ લાભરૂપ છે. અનુપમ સુખોનું નિધન અને સર્વ કલ્યાણનું બીજ તથા ભવરૂપિ સમુદ્રમાં વહાણ જેવું સમ્યગ્દર્શન છે. પાપરૂપ વૃક્ષને ઉખેડનાર કુહાડા જેવું, તથા પરમ અમૃત પુણ્ય તીર્થરૂપ છે, અને તે દેને પણ દુર્લભ જ હોય છે.
સમ્યગ્દષ્ટિ નું સ્વરૂપ સમકિતવંતા છવડા–કરે કુટુંબ પ્રતિપાલ;
અંતર્ગત ન્યારા રહે—જિમ ધાવ ખેલાવત બાલ. ૧. સમ્યગ્દષ્ટિ જીવો નિયપણે પાપકર્મ કરે જ નહિ. નિરૂપાયે પરાધીનતા આદિ કારણથી કંઈક પાપ આચરે, તે પણ હૃદયમાં જરૂર કરે. પરિણામે તેવા પાપથી છુટીને સંયમ ધર્મને જ જલ્દી પામવા તીવ્ર ઉત્કંઠા રાખે. અને પવિત્ર સ્થળે રાખેલા મુનિવેષના હંમેશા દર્શન કરીને પોતે સંયમ ધર્મની સન્મુખ આવતે જાય. કામદેવાદિનું દૃષ્ટાંત હરઘડી
For Private And Personal Use Only