________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમ્યગ્દર્શન
લેખક-અચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયપધસૂરિજી
(ગતાંકથી ચાલુ) આઠે કર્મોમાં મેહનીય કર્મ મુખ્ય છે તેમાં પણ મિથ્યાત્વમેહનીય મુખ્ય છેઆ જ આશયથી અનન્ત આદિ સાતે કર્મ પ્રકૃતિમાં મિથ્યાવની મુખ્યતા ગણાય છે. કારણું કે ૧૫૭ પ્રકૃતિઓમાં દરેકની સ્થિત કરતાં મિથ્યાત્વની સ્થિતિ (૭૦ કડા કેડી સાગરેપમ જેટલી) વધારે કહી છે. ચાલુ પ્રસંગે એ પણ બીના કહેવો જોઈએ કે–જેમ સેનાધિપતિને હરાવીએ તે લશ્કરને થોડી વારમાં જીતી શકીએ તેમ મિથ્યાત્વરૂપ સેનાધિપતિને પહેલાં જતવાનો પ્રયત્ન કર્યો હોય તે મને જીતી શકાય અને તેમ કરીએ તે જ બાકીનાં કર્મોને પણ જીતી શકાય. આ નિર્ણય સમ્યકતવાદિને પામવને ક્રમ તપાસતાં કરી શકાય છે, એ વિચારથી મિથ્યાત્વનું સ્વરૂપ જરૂર જાણવું જોઈએ તે આ પ્રમાણે -શ્રી તીર્થંકરદેવે કહેલાં તેની ઉપર જે અચિ (અશ્રદ્ધા) તે મિથ્યાત્વ કહેવાય. આ પ્રકારની અરૂચિ જે (કર્મ)ના ઉદયથી થાય, તે મિથ્યાત્વમોહનીય કહેવાય.
- મિથ્યાત્વના પાંચ ભેદો ૧ અભિગ્રહ મિથ્યાત્વ–ગેરવ્યાજબી છતાં અસલથી ચાલી આવેલી બીનાને સાચી માનવી તે. - ૨ અનભિગ્રહ મિથ્યાત્વ–સર્વ ધર્મો સાચા છે. કોઈ પણ ધર્મને સાંજે અથવા ખરાબ ન કહેવાય એમ માનવું તે.
૩ આભિનિવેશિક મિથ્યાત્વ– હઠવાદ કદાહ)થી પિતે એમ માને છે-મેં વાત માની તે જ સાચી છે. .
૪. સાંશય મિથ્યાત્વ-શ્રી સર્વજ્ઞ પ્રભુએ કહેલાં દ્રવ્યાદિમાં “જેમ કહ્યું છે તેમ જ હશે, કે બીજી રીતે હશે ? ” આ જે સંદેહ કરવો તે. પદાર્થ સ્વરૂપને જાણવાની તીવ્ર ઈચ્છાથી જે ત થાય, તે મિથ્યાત્વ સ્વરૂપ જ કહી શકાય. કારણકે-જેમ સંશય અને શક એકાર્થક છે તેમ તકે તેવો નથી. ત્યારે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે-તર્ક અને સંશય (સદેહ, શંકા)માં ફેર છે ? આ પ્રશ્નનો ઉત્તર એ કે–તર્ક એ જિજ્ઞાસારૂપ છે અને સંશય એ અવિશ્વાસરૂપ છે,
અવ્યક્ત મિથ્યાત્વ-અસંગ્નિ જીવને જે અસ્પષ્ટ મિથ્યાત્વ છે તે. આનું બીજું નામ અનભે ગિકમિથ્યાત્વ પણ કહેવાય છે. આ મિથ્યાત્વની ઓળખાણ કરાવતાં શાસ્ત્રમાં કહ્યું છે કે-દુનિયામાં ભંયકર રોગ અને ઝેરની જેવું તથા તૃઓના અને અંધકારની જેવું કંઈ પણ હોય તે એક મિથ્યાત્વ જ છે. આ વાક્યને સ્પષ્ટ સમજાવવા એક એક પણ યાદ રાખવા જેવો છે, તે આ પ્રમાણે –
जन्मन्येकत्र दुःखाय, रोगो ध्वान्तं रिपुर्विषम् ॥ अपि जन्मसहस्रेषु, मिथ्यात्वमचिकित्सितम् ॥ १॥
For Private And Personal Use Only