________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
[45]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૩
બેઇરહ્યો. થાડી વાર પછી કંઇ પણ ખેલ્યા ચાલ્યા વિના બન્ને મ`ત્રીએ પેાતાના સ્થાનમાં આવી પહોંચ્યા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શત્રુ પક્ષે એકઠા મલી પેાતાના મંત્રીને પૂછ્યું કે સન્ધિની શી શરતો છે? મત્રી તા કંઈ સમજ્યેા જ ન હતા એટલે તેણે ખેદરકારીથી ઉત્તર વાળ્યેા –સંધિ શા ને વાત શી ? મને કલ્પ કષ્ટ કહ્યું જ નથી, તે મહામૂર્ખ લાગે છે. તે શું કરવા ઈચ્છે છે. તેનીય કઈ ખબર પડતી નથી. વગેરે વગેરે.
પેાતાના મત્રી પાસેથી આવા વિચિત્ર ઉત્તર સાંભળી શત્રુઓએ મનમાં ને મનમાં જ નિર્ણય કર્યાં –“ આ અમારા મંત્રી મહામંત્રી કલ્પક પાસેથી લાંચ લઈ છુટી ગયા છે, એટલે સાચી વાત જણાવતાં જૂઠાં ગલ્લાંતલ્લાં મારે છે, જે આના વિશ્વાસે કામ લેશું આપણી ખૂરી દશા થશે ”
બસ, આવા વિચાર કરી દરેક શત્રુ રાજાએ પોતાના જીવ બચાવવા માટે પોત પેાતાના સૈન્ય સાથે પાછા હટી પાતપેાતાના સ્થાનમાં ચાલ્યા ગયા.
મહારાજા નન્દે પણ કલ્પકનું ઘણું સન્માન કરી તેને પુનઃ મહામંત્રીપદે સ્થાપ્યા અને ક્રોધિત થઈ જૂના મંત્રીને સખ્ત દંડ કરી તેના કુકર્મના બદલા આપ્યા. કલ્પક પુનઃ વિવાહ કર્યાં અને તેને પિરવાર વધવા લાગ્યા. મહારાજા નંદનું રાજ્ય પણ વિસ્તાર પામ્યું, અન્તિમ વંશપર પરા:
નવંશમાં નવ રાજાએ થયા છે, જે નવનંદ તરીકે પ્રસિદ્ધ છે. કલ્પક એ પ્રથમ નંદને મહામંત્રી હતા અને પછીના નદીના રાજ્યશાસનમાં તેના વંશજો જ મંત્રીપદ પર અધિષ્ઠિત હતા. નવમા નંદના રાજ્યકાળમાં મહામ`ત્રી કલ્પકના વશને વિપ્ર શટાલ મત્રી પદે હતા. આ મંત્રી શકટાલનું ચિત્ર જૈન જગમાં પ્રસિદ્ધ છે.
પૂજ્ય આચાર્ય સ્થૂલિભદ્રજી મંત્રી શકટાલના પુત્ર હતા અને તેઓએ મંત્રી પદની વિચારણા કરતાં કરતાં સાધુ જીવન સ્વીકાર્યું હતું તથા જૈન સંઘનું નેતૃત્વ પ્રાપ્ત કર્યું હતું.
મહામંત્રી કલ્પકના વંશજોના હાથમાંથી મ`ત્રીવટુ સરી પડતાં નન્દવંશના તુરત અંત આવ્યેા છે. અર્થાત્ ઐતિહાસિક યુગમાં મહામંત્રી કલ્પક અને તેને વશ એ એક અમરવશ છે.
LI
For Private And Personal Use Only