________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨૪૦]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૩
કત્વ મોહનીયને ખપાવતાં છેલ્લા સમય એટલે લાગે પરામિકના છેલ્લા સમયે જે શ્રદ્ધા હોય તે વેદક સમ્યકત્વ કહેવાય. આ સમ્યકત્વનો વખત જઘન્યથી અને ઉત્કૃષ્ટથી એમ બંને રીતે એક સમય જ જાણો. આવું સમ્યકત્વ-એક વાર જ પામી શકાય. ચોથાથી માંડીને સાતમા સુધીના ચારે ગુણસ્થાનમાં આ સમ્યકત્વ હોઈ શકે છે. આ દર્શનને વૃદ્ધિવાળું કહ્યું છે તે વ્યાજબી છે, કારણકે એક સમય વીત્યા બાદ તરત જ શુભ પરિણામે વધતા વેદક દર્શનવાળા જીવો ક્ષાયિક દર્શનને પામે જ છે. વેદક દર્શનવાળા જીવો નીચે મિથ્યો જાય જ નહિ. !
પૂજ્યપાદ શ્રી તીર્થંકર દેવે જુદી જુદી વિવક્ષાના પ્રકારે જણાવવા માટે જીવન ભેદોની માફક સમ્યગ્દર્શન ગુણના પણ એકથી માંડીને પાંચ ભેદ કહ્યા છે. તેમાં પાંચ ભેદોનું સ્વરૂપ કહ્યું. બાકીના-૧, ૨, ૩, ૪ ભેદોનું અનુક્રમે આ પ્રમાણે સ્વરૂપ જાણવું.
પૂજ્ય શ્રી જિનેશ્વર દેવે કહેલાં તત્ત્વોની ઉપર જે વિશ્વાસ રાખવો તે તત્ત્વશ્રદ્ધાન રૂપ ભેદની અપેક્ષાએ સમ્યકત્વ એક પ્રકારનું કહી શકાય.
સમ્યકત્વના બે ભેદે-ત્રણ રીતે થઈ શકે છે - ૧-(૧) નિસર્ગ (સ્વાભાવિક) સમ્યકત્વ અને. (૨) અધિગમ (પદેશિક) સમ્યકત્વ. -(૧) નિશ્ચયિક સમ્યત્વ અને (૨) વ્યાવહારિક સમ્યકત્વ. ૩-(૧) દ્રવ્ય સમ્યકત્વ અને (૨) ભાવ સમ્યકત્વ.
આ કહેલા છએ પ્રકારનું સ્વરૂપ આ પ્રમાણે જાણવું :--
૧. નૈસર્ગિક સમ્યકત્વ પૂજ્યશ્રી ગુરૂ મહારાજ વગેરેના ઉપદેશાદિ સાંભળ્યા વિના પણ, સ્વભાવે અનન્તાનુબંધિ આદિન ક્ષપશમ વગેરે થવાથી જે શ્રદ્ધા ગુણ પ્રકટ તે સ્વાભાવિક દર્શન અથવા નૈસર્ગિક સમ્યકત્વ કહેવાય.
૨. અધિગમ સમ્યકત્વ—જેનું સ્વરૂપ નૈસર્ગિક સમ્યકત્વથી ઉલટું છે-એટલે ગુરૂ મહારાજ વગેરેના ઉપદેશનું સાંભળવું વગેરે સાધનો દ્વારા જે સમ્યકત્વ થાય તે અધિગમ સમ્યકત્વ કહેવાય. આ સમ્યકત્વનું બીજું નામ ઔપદેશિક સમ્યકત્વ જાણવું. આ બાબત જુઓ શ્રી તત્ત્વાર્થસૂત્રનું વચન “તનિધિનમા” |
૧. વ્યવહાર સમ્યકત્વ—દેવપૂજા, તીર્થયાત્રા વગેરે વ્યવહાર પ્રવૃત્તિરૂપ, સમ્યગ્દર્શનને પ્રકટાવનારાં સાધનોની જે સેવન કરવી, તે વ્યવહાર સમ્યકત્વ કહેવાય. આ જ અર્થને દુકામાં એમ કહી શકાય કે આત્માના જ્ઞાન દર્શનાદિ ગુણમય શુદ્ધ પરિણામથી જે પ્રકટ થાય તે વ્યાવહારિક સમ્યકત્વ કહેવાય.
ર. નૈક્ષયિક સમ્યકત્વ–આત્માને જ્ઞાન દર્શનાદિ ગુણમય જે શુદ્ધ પરિણામ તેનું નામ નૈયિક સમ્યકત્વ કહેવાય.
૧. દ્રવ્ય સમ્યકત્વ-–પરમાર્થને નહિ જાણનારા ભવ્ય જીવની—“દેવાધિદેવ શ્રી તીર્થંકર પરમાત્માએ જે બીના કહી તે સત્ય છે.” આવી શ્રદ્ધા તે દ્રવ્ય સમ્યકત્વ
૩. આ બાબતની દ્રષ્ટાંત સહિત વિચારણા-જાણવા માટે જુઓ– દ્રવ્યલોકપ્રકાશ સર્ગ ત્રીજાને ૬૬૦થી ૬૬૪ સુધીના લેકે,
For Private And Personal Use Only