________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૭]
સમ્યગ્દશ્નન
(૨૪૧]
કહેવાય. આ દ્રવ્ય સમ્યકત્વની બીજી રીતે એમ પણ વ્યાખ્યા સમજવી કેન્દ્રવ્ય એટલે જે સમ્યકત્વ મોહનીયના પુદ્ગલો છે, તેઓનો જ રદય ચાલુ છતાં જે શ્રદ્ધા હોય તે દ્રવ્ય સમ્યકત્વ કહેવાય. આવો અર્થ ક્ષાપશમિક સમ્યકત્વમાં જ ઘટે છે માટે એ પૌલિક હોવાથી દ્રવ્ય સમ્યકત્વ કહેવાય.
૨. ભાવસમ્યકત્વ-જીવાદિ નવે તવોને જાણવા પૂર્વક શ્રી વીતરાગ પ્રભુનાં વચનોની શ્રદ્ધા રાખવી તે ભાવ સમ્યકત્વ કહેવાય. અથવા દ્રવ્ય સમ્યકત્વથી ઉલટું જે સમ્યકત્વ તે ભાવસમ્યકત્વ કહેવાય. એટલે જેમાં દર્શન સપ્તકનો પ્રદેશોદય તેમ જ રસોદય પણ ન જ હોય તે ભાવ સમ્યકત્વ કહેવાય. આવા પ્રકારનું સ્વરૂપ તે બે સમ્યકત્વ ( ક્ષાયિક અને પથમિક)નું જ હોય છે, જેથી ભાવ પરિણતિ રૂપ અપૌદ્ગલિક એવા ક્ષાયિક અને ઔપથમિક દર્શનને ભાવ સમ્યકત્વ તરીકે ગણ્યું છે.
ત્રણ ભેદનું બે રીતે સ્વરૂપ ૧(૧) કારક સમ્યકત્વશ્રીતીર્થકર દેવે કહેલી–“દેવ પૂજા, યાત્રા, શાસન પ્રભાવના વગેરે સમ્યકત્વની કરણી કરવી તે કારક સમ્યકત્વ કહેવાય. (૨) રેચક સમ્યકત્વ-પ્રબલ મેહનીય કર્મના ઉદય વગેરે કારણોને લઈને કદાચ ક્રિયા ન કરે, પણ તેવા પ્રકારનો જીવ શ્રી વીતરાગ દેવે કહેલાં તત્ત્વોની ઉપર જે પ્રેમભાવ રાખે, તેનું નામ રોચક સમ્યકત્વ કહેવાય. (૩) દીપક સમ્યકત્વ–પોતે શ્રદ્ધા વિનાનો હોય, છતાં સામા જીવને સમજાવવામાં હોંશિયાર હોવાથી જે સમ્યકત્વ પમાડે, તે દીપક સમ્યકત્વ કહેવાય. આ સમ્યકત્વ જેમ કેટલાએક ભવ્ય જીવોને હોય છે, તેમ અભવ્ય જીવોને પણ હોય છે.
જુઓ પાનું ૨૪૨ ) ૪. સંખ્યાની અપેક્ષાએ સ્યાદ્વાદમતાવલંબિ ભવ્ય ઇ-શ્રી ભગવતી વગેરે સૂત્રોની સાક્ષિએ પ્રમાણસિદ્ધ નવ તો માને છે. જો કે શ્રી યોગશાસ્ત્રની ટીકા અને સમયસાર પ્રકરણ વગેરે અનેક શાસ્ત્રોમાં સાત તા કહેલ છે. તે પણ તે બીના શંકાને ઉપજાવે જ નહિ, કારણ કે પુણ્ય તત્ત્વને શુભાશ્રવ તરીકે અને પાપ તત્વને અશુભાશ્રવ તરીકે ગણીને આશ્રય તત્વમાં પુણ્ય પાપ તત્ત્વનો સમાવેશ કરીને સાત તો કહ્યાં છે. એમ એક બીજામાં સમાવેશ કરવાથી તે પાંચ અને બે તો પણ કહેવાય છે. પરંતુ યથાસ્થિત ભાવે (ખરી રીતે) તો નવ જ છે. તેમાં અપૂર્વ યુકિત આ પ્રમાણે જાણવી-નવ (૯) એ અભેદ સંખ્યા છે. અભેદ સંખ્યાનું લક્ષણ એ કે-જે (સંખ્યા)ને કોઈ પણ સંખ્યાએ ગયા પછી સરવાળે તે (ગુણ્ય સંખ્યા)ના જેટલે જ થાય, તે અભેદ સંખ્યા કહેવાય. દાખલા તરીકે ૯ સંખ્યાને ૪ આ સંખ્યા એ ગુણવાથી ૩૬ ગુણાકારમાં) આવે, હવે આ બે (૩ અને ૬)નો સરવાળો કરવાથી ૯ અંક આવે અને ગુણ્ય સંખ્યા પણ તેટલી જ છે. એમ-૯ અંકને કોઈ પણ સંખ્યાએ ગુણ્યા પછી ગુણાકારના અંક (આંકડાં)ને સરવાલે ગુણ્ય (૯) સંખ્યા જેટલો જ થશે, માટે ૯ અંકને અભેદ સંખ્યા તરીકે ઓળખાવવામાં આવે છે. ૯ સિવાયની સાત (૭) વગેરે અંકે ને કોઈપણ સંખ્યાએ ગુણ્યા પછી ગુણાકારના અંકે સરવાળે જેટલો થાય તેટલો જ ગુય સંખ્યા થતી નથી. જુઓ ૮૪૭-૫૬, ૫૪૬-૧૧ વગેરે.
પ. અનંતાનુબંધિ ક્રોધ, માન, માયા, લોભ એ ચાર પ્રકૃતિઓ અને ત્રણ દર્શન મેહનીયની ૧-સમ્યકત્વ મેહનીય, ૨ મિશ્ર મોહનીય, ૩-મિથ્યાત્વ મોહનીય એમ સાત પ્રકૃતિનું દર્શનસખ્તક કહેવાય.
For Private And Personal Use Only