________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમ્યગ્દર્શન
લેખક આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયપધરસૂરિજી
(ગતાંકથી ચાલુ) હવે દ્રવ્યચારિત્રવાલો અભવ્ય જીવ કયાં સુધી અભ્યાસ કરી શકે એ જણાવાય છે. કેટલાએક અભવ્ય જીવો નવમા પૂર્વ સુધી માત્ર સૂત્રપાઠ ભણે છે, તેથી જ તેમને બત સામાયિકવાળા કહ્યા છે. જુઓ, આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે કે
तित्थंकराइपूअं दट्ठणन्नेण वापि कज्जेणं ॥
सुयसामाइयलाहो, होज्ज अभव्वस्स गठिम्मि ॥ १ ॥ ગ્રંથિસ્થાનની નજીકમાં રહેલા અભવ્ય જીવને શ્રી તીર્થંકર વગેરેની પૂજા જોઈને અથવા (પૂર્વોકત) બીજા પણ નિમિત્તે કરીને શ્રતસામાયિકનો લાભ ( પ્રાપ્તિ ) થાય. તેઓ વિંધર લબ્ધિ વિનાના હોવાથી (નવ પૂર્વોને ) અથને જાણતા નથી. અને તેથી જ તેમનું મૃત તે દ્રવ્ય બત કહેવાય. [ એમ કેટલાએક મિથ્યાષ્ટિ ભવ્ય છે પણ (કે જેઓ ૧ગ્રંથિસ્થ નની નજીકમાં રહ્યા છે, તેઓ) કંઈક ઊણા દશ પૂર્વસુધીનું દ્રવ્ય શ્રત પામે છે] માટે “ મિથ્યાત્વિ ગૃહીત કાંઈ ઊણા દશ પૂર્વો સુધીનું વ્રત મિથ્યાશ્રુત પણ કહેવાય છે.”
જેમને પૂરેપૂરાં દશ પૂર્વાનું જ્ઞાન હોય, તેમને તે જરૂર સમ્યકત્વ હોય છે. બીજા ઓછા પૂર્વોને ભણેલા છોમાં કેટલાએક જીને સમ્યકત્વ હોય અને કેટલાએક જીવને ન પણ હોય. માટે સિદ્ધાંતમાં ભજના કહી છે. આ બાબતને જુઓ સાક્ષિપાઠવણ
મિuot–નિયમ સમં તુ તેના માળ પૂરેપૂરાં ચઉદ પૂનું અને દશ પૂર્વેનું એટલે દશથી માંડીને ચાદ પૂર્વોનું જ્ઞાન જેને હેય, તે પ્રભાવશાલ મુનિવરોને નિશ્ચયે કરી સમ્યકત્વ હોય છે. બાકીના એટલે દશથી ઓછા પૂર્વેના જ્ઞાનવાલા ને ભજના હોય એટલે દર્શન હોય અથવા ન પણ હોય. ગ્રંથિસ્થાનની નજીકમાં આવેલા કેટલાએક ભવ્ય છે પણ રાગાદિ ભાવ શત્રુઓથી જીતાયા છતાં પાછા વળે છે, તેમજ પહેલાંની માફક ઘણી લાંબી સ્થિતિવાલાં કર્મોને પણ બાંધે છે. અને કેટલાએક અવસ્થિત (ચઢતા એ નહિ, પડતાં ૫ણ નહિ એવા) પરિણામવાલી ભવ્ય જીવો તે જ સ્થળે રહે છે. તેઓ અવસ્થિત પરિણામવાલા હોવાથી કર્મોની સ્થિતિ એછી તેમજ વધારે પણ બાંધતાં નથી. અને જેઓ મોડામાં મોડા અર્ધ પુદ્ગલ પરાવર્ત જેટલા કાલે પણ પરમ પદ પામવાના છે એવા ચારે ગતિના પર્યાપ્ત સંજ્ઞ પંચેન્દ્રિય જીવ કુહાડાની અણીદાર ધાર જેવા (આગળ જેઓનું સ્વરૂપ કહેવાશે એવા ) અપૂર્વકરણ નામના નવીન અધ્યવસાયના સમૂહે કરી ગ્રંથિને ભેદ કરે છે. એ પ્રમાણે છે. ગ્રંથિસ્થાનથી પાછો વળેલા છે, ૨. ગ્રંથિસ્થાનની પાસે રહેલા છે, અને ૩ ગ્રંથિને ભેદનારા છે; એમ ત્રણ પ્રકારના જીવોનું યથાર્થ સ્વરૂપ સમજાવવા માટે શાસ્ત્રકારોએ જરૂરી દષ્ટાંત પણ આપ્યું છે. કારણકે બાલ જીવોને દષ્ટાંત દીધા વિના ચાલુ બીના મમજાતી નથી. કહ્યું છે કે-“ર દિ દુદાંત વિના રાતિવચ્ચે સિદ્ધિર્મનુમતિ” તે દૃષ્ટાંત ટુંકામાં આ પ્રમાણે જ ગવું:
૧–અપૂર્વકરણનું સ્વરૂપ જણાવતાં આગળ ગ્રંથિ શબ્દનો અર્થ જણાવવામાં આવશે.
For Private And Personal Use Only