________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧]
દિગંબરેની ઉત્પત્તિ અજ્ઞાનાદિ સુદેવમાં ન જ હોય એ સ્વાભાવિક છે. અને તેથી મિથ્યાત્વ અજ્ઞાનાદિકના અભાવે બીજા લોકોએ માનેલા દેવમાં જે કુદેવત્વપણું છે તેનો અહીં અભાવ જણાવીને કુદેવપણાને વ્યુચછેદ કરવાને છે. તેવી રીતે સિદ્ધપણાની પ્રાપ્તિ થયા પછી કઈ પણ જૈનમતવાળામાં સિદ્ધ મહારાજને જન્મ, મરણ, વૃદ્ધપણું, સુધા, તૃષા વગેરે વસ્તુઓને કઈ પણ માનતું નથી, કેમકે સમગ્ર જૈનમતવાળા માટે જ છે કે જન્મ, મરણાદિક વસ્તુઓ દેહના કારણ તરીકે કે ધર્મ તરીકે જ છે અને સિદ્ધ પરમાત્મદશાને જેઓ પ્રાપ્ત થાય છે તેઓ કઈ પણ પ્રકારના બાહ્ય કે અંતર, સ્થૂલ કે સૂક્ષ્મ એવા એકે પ્રકારના શરીરવાળા હોતા નથી. અને તેથી તેઓને જન્મ મરણાદિક ન હોય એ સ્વાભાવિક જ છે, પરંતુ અન્યમતવાળાઓ સિદ્ધપણાની પ્રાપ્તિ થયા છતાં પણ
શનિન ધર્મતીથી, તત્તરઃ પરમં પડ્યું !
गत्वाऽऽगच्छन्ति भूयोऽपि, भवे तीर्थनिकारतः ॥१॥ આવી રીતે ધર્મતીર્થને કરવાવાળા જ્ઞાનીઓ પરંપદે જઈને પણ પિતાના ધર્મના તિરસ્કારથી (તિરસ્કાર અગર બહુમાનથી) ફેર સંસારમાં અવતરે છે. આવું માનનારા હોઈને તે સિદ્ધ મહારાજને સિદ્ધપણું છતાં પણ સંસારમાં આવનારા માની શરીર માટે અગર તેના ધર્મ માટે જન્મ, મરણ, સુધા, તૃષા વગેરેમાં દાખલ થવાનું તેઓને માનવું જ પડે છે. તેવા અન્યમતના સિદ્ધોના વ્યવદને માટે સુધારહિત, તૃષારહિત, જન્મરહિત, મરણરહિત અને વૃદ્ધત્વરહિત વગેરે લક્ષણો અભાવરૂપે લેવામાં આવે તો તે અયુક્ત નહતું, પણ તે માત્ર સિદ્ધત્વની અપેક્ષાએ જ લક્ષણ કહી શકાય, પણ દેવત્વની અપેક્ષાએ લક્ષણ કહેવું છે કે પ્રકારે વ્યાજબી નથી. માટે દિગમ્બર ભાઈઓએ સામાન કેવલી અને તીર્થકર કેવલીઓને આહાર નહિ માનવાના કદાગ્રહને લીધે સિદ્ધપણાને લાયકનું લક્ષણ સામાન્ય દેવપણુમાં જોયું છે તે કોઈ પણ પ્રકારે ઉચિત નથી અને તેથી જ સુધાતૃષારહિતપણું અને જન્મ, મરણ, વૃદ્ધત્વ વગેરેથી રહિતપણું જે દેવપણાના લક્ષણમાં લેવામાં આવ્યું છે તે કઈ પણ રીતે ઘટી શકે તેમ નથી. પણ દિગમ્બર ભાઈઓને ઉપકરણ છોડવાને અંગે આવા અન્ય અન્ય અવળા રસ્તાઓમાં જવું પડ્યું છે. આવી રીતે ગુરુઓના સ્વરૂપમાં અને ધર્મના વરૂપમાં પણ તેઓને નગ્નત્વાદિક અને સામાયિક, પિષધ આદિન વિપર્યાસ કરવા પડયા છે. ઉપસંહાર:
આ લેખ છે કે ઘણે લાંબ થયો છે તે પણ જરૂરી વસ્તુઓને જણાવ્યા સિવાય છૂટકો ન હતો તેથી તેટલી વસ્તુઓ જણાવી છે, અને છતાં
(જુઓ પૃઇ છઠ્ઠીના નીચે)
For Private And Personal Use Only