________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૩
ખરેખર, સિદ્ધ મહારાજને મોટે ભાગે તે લક્ષણવાળો હોવા છતાં ભવસ્થકેવલીને જબરે ભાગ તો તીર્થકરપણુંવાળો હોવાથી દેવ તરીકે મનાયા છતાં તે લક્ષણથી શૂન્ય જ થાય અને તેથી જન્મમરણરહિતપણાના લક્ષણને અપલક્ષણ જ કહેવું પડે. લક્ષ્ય દેવમાં દિગમ્બર માન્ય લક્ષણને અભાવ:
અને તેથી એમ નહિ કહેવું કે સિદ્ધ પરમાત્મા અનંતા હોય છે અને તે દરેકને જન્મ-મરણરહિતપણાનું લક્ષણ લાગુ પડી શકે છે, તે પછી આખી અવસર્પિણી કે ઉત્સર્પિણીમાં થનારા ચાવીસ તીર્થંકરો કે કેવલી મહારાજા કે ગણધર મહારાજા કે જેઓ ભવસ્થ હોય છે ત્યાંસુધી મરણરહિત કહી શકાય નહિ, પણ છતાં તે માત્ર ગણત્રીના જ હોય છે તેથી જન્મ-મરણરહિતપણારૂપી દેવનું લક્ષણ કરવામાં અડચણ નથી. એમ નહિ કહેવાનું કારણ એ છે કે લક્ષ્ય અને લક્ષણના અધિકારમાં એક પણ જગ પર અલક્ષણમાં લક્ષણ જાય છે અને લક્ષ્યમાં લક્ષણ ન આવે તે તે લક્ષણને દુષ્ટ જ ગણવું પડે. લક્ષ્ય અને લક્ષણના અધિકારમાં બહુ કે અપને વિચાર કરાય જ નહિ, પણ ત્યાં તો સમવ્યાપકપણાને જ વિચાર કરવો પડે અને તે દષ્ટિએ દેવ તરીકે મનાયેલા કેઈ પણ જીવમાં જન્મ-મરણરહિતપણું કે મરણરહિતપણું ન હોય તે તે લક્ષણને દૂષિત જ કહેવું પડે અને એવા લક્ષણના કહેનારને અજ્ઞાની જ ગણ પડે. જે સામાન્ય રીતે, બ્રાહ્મણ ચતુર્વેદી છે એવા વાક્યની માફક, કેવલ દેવનું વિશેષ સ્વરૂપ લઈને તેની અપેક્ષાએ આ કહેવામાં આવ્યું હોય તે પછી એ સુધા તૃષાદિ અઢારને દેવપણાના દેષ તરીકે કહી શકાય નહિ અને તે અઢાર દોષના અભાવે દેવપણાના લક્ષણ તરીકે કહી શકાય નહિ અને એ અઢારે દોષ સિદ્ધપણુમાં ન હોય એમાં દિગમ્બર કે વેતામ્બરમાં મતભેદ જ નથી. લક્ષ્ય કુવામાં લક્ષણ તરીકે અઢાર દોષનો અભાવ:
અર્થાત્ મિથ્યાત્વ, અજ્ઞાનાદિ દોષના અભાવને દેવપણાનું લક્ષણ જણાવતાં જૈન મતના અંતર્ગત કઈ મતને વ્યવચ છેદ નથી, કેમકે સમગ્ર જૈનમતવાળાઓ જિનેશ્વર મહરાજને મિથ્યાત્વ, અજ્ઞાનાદિ દેએ રહિત માને જ છે અને તેથી સ્થાને સ્થાને એમ કહેવાય છે કે આ મિથ્યાત્વ, અજ્ઞાનાદિ અઢાર દોષને અભાવ એટલા જ માટે જણાવવામાં આવે છે કે બીજાઓએ માનેલા કુદેવમાં એ લક્ષણો અંશે અંશે કે સમુદાયે કે સંપૂર્ણ પણે કે વ્યસ્તપણે રહેલા છે. તેથી જ તેઓને કુદેવ તરીકે ગણવામાં આવે છે અને આ મિથ્યાત્વ, અજ્ઞાનાદિને કુદેવના લક્ષણ તરીકે ગણવામાં આવે છે અને જ્યારે મિથ્યાત્વ, અજ્ઞાનાદિ કુદેવનાં લક્ષણ છેતે પછી તે મિથ્યાત્વ
For Private And Personal Use Only