________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
-
-
૫. રામચંદ્રના ચારિત્ર્યની ઉજજવલતા તેથી વધે છે એમ હું તે માનું છું. રૂઢાચારને જ એકાંત મહત્ત્વ આપવાના અભિપ્રાયવાળાઓને કદાચ એમ ન લાગે.
કપદ મંત્રીનું મૃત્યુ અજયપાળે જે કારણું બતાવીને નીપજાવ્યું હતું તે કારણ એ હતું કે કપર્દીએ મંત્રી તરીકેનો અધિકાર રાજાની અવગણના કરીને – મનસ્વી રીતે વાપર્યો હતો. એ અધિકારનો ઉપયોગ કપર્દીએ કેવા પ્રસંગે કર્યો હતો તે વિષે ઇતિહાસ ચૂપ છે; ત્યાં કથાને ઘટતો પ્રસંગ બેસાડવામાં મેં નવલકથાની કળાને વંસ કર્યો હોય એમ મને નથી લાગતું. આશા રાખું છું કે આટલા ખુલાસાથી આપની શંકાઓનું સમાધાન થશે.
લી. સેવક
ચુનીલાલ વર્ધમાન શાહ શ્રી ચુનીભાઈએ લખી મેકલેલ તેમના આ ખુલાસાથી અમને જરા પણ સંતોષ થયો. નથી. જૈન મુનિરાજો અને જૈન ગૃહસ્થ માટે શ્રી ચુનીભાઈએ જે કંઈ લખ્યું છે તે વાંચ્યા પછી કઈ પણ તટસ્થ માણસને તેમના આ ખુલાસાથી સંતોષ ન થઈ શકે. છતાં અમે અમારા અાં તેને બાજુએ રાખીને અને સમાધાનનો માર્ગ સ્વીકારીને, આખા જૈન સમાજને સંતોષ થાય અને આ પ્રકરણ વધુ ઉગ્ર ન બનવા પામે તો, ખરેખર સંતોષકારક ખુલાસે શ્રી ચુનીભાઈ તરફથી મળે તે આશાએ નીચે પ્રમાણને એક વધુ પત્ર અમે તેમને લાગે છે. આને જે કાંઈ ઉત્તર તેઓ તરફથી અમને મળશે તે અમે જનતા સમક્ષ રજૂ કરીશું.
અમદાવાદ : ૧૫-૮-૩ . રા. ચુનીલાલ વધ માન શાહ,
અમારા તા. ૬-૪-૩ ના પત્રના જવાબમાં આપનો તા. ૧૨-૮–૩૭ નો પત્ર મળ્યો. આભાર.
અમોએ લખેલ પત્રના જવાબમાં આપશ્રીને જે આ જ ખુલાસો હોય તે, અમારે દિલગીરી સાથે જણાવવું પડે છે કે તે ઘણો જ અધૂરા અને મૂળ પ્રશ્નની ચર્ચાથી વેગળા છે. અને તેથી આપે જૈને ને સંબંધમાં જે કંઈ ખોટી ટીકા કરી છે તેનું કંઈ પણ સમાધાન તેમાંથી મળી શકતું નથી. અને તે કારણે અમે આપને આ બીજે પત્ર લખીએ છીએ.
આપના પુસ્તકમાંની જે ઘટનાઓને અમે, અમારા પત્રમાં, જૈનોનું દિલ દુભા નારી કહી છે તે દરેક કાલ્પનિક છે, એમ તે આપના પત્રમાં નીચેનાં વાક્યોથી નક્કી થાય છે જ
(૧) “ભાણુમતી અને વિમળ એ કલ્પિત પાત્રો છે એ વાત સાચી છે.”
(૨) “રાત્રિને સમયે પં. રામચંદ્ર પાલખીમાં બેસીને રાજમહેલમાં ગયા એ પ્રસંગ ઈતિહાસમાં નથી.”
(૩) “કપર્દી મંત્રીનું મૃત્યુ અજયપાળે જે કારણું બતાવીને નીપજાવ્યું હતું તે કારણ એ હતું કે કપર્દીએ મંત્રી તરીકને અધિકાર રાજાની અલ્ગણના કરીને-મનસ્વી રીતે વાપર્યો હતો. આ અધિકારનો ઉપયોગ કપર્દીએ કેવા પ્રસંગે કર્યો હતો, તે વિષે ઈતિહાસ ચૂપ છે. ત્યાં કથાને ઘટતો પ્રસંગ બેસાડવામાં મેં નવલકથાની કળાને જવંસ ફર્યો હોય એમ મને નથી લાગતું”
For Private And Personal Use Only