SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દિગંબરની ઉત્પત્તિ લેખ A En] આચાર્ય મહારાજ શ્રીમત સાગરાનંદસૂરિજી કે (ગતાંકથી ચાલુ) સર્વાના પ્રકાર અને તેનું સ્પષ્ટીકરણ: જૈન શાસ્ત્રને જાણનારા મનુષ્ય સ્પષ્ટ રીતે જાણી શકે તેમ છે કે જૈનમાં કેવલીમહારાજા દરેક ઉત્સર્પિણી અવસર્પિણીના કાલમાં અસંખ્યાતા થાય છે, અને તે સર્વે અષ્ટ કર્મને ક્ષય કરી સિદ્ધદશાને પામવાવાળા હોય છે. અને સિદ્ધદશા પામનાર જીવને જન્મ, મરણ, વૃદ્ધત્વ, સુદ્ધા કે તૃષા વગેરે દેહસંબંધમાં થનારા અને ભવમાં જ જેની હયાતી હોય તેવા પ્રકારો હતા નથી. એટલે ટુંકાણમાં કહીએ તે – સુધા, તૃષા, રાગ, દ્વેષ, જન્મ, વૃદ્ધત્વ, મરણ, આશ્ચર્ય, પીડા, રોગ, ખેદ, શક, અભિમાન, મેહુ, ભય, નિદ્રા, ચિંતા, પરસે એ પ્રમાણે દિગમ્બરોએ માનેલા આ અઢાર દોષો સિદ્ધપણામાં ન હોય એમાં કઈ પણ જાતનો મતભેદ થઈ શકે તેમજ નથી. અને આ જ કારણથી વેતામ્બરોના ગ્રંથમાં કેટલાક કુલક એવાં રચાએલાં છે કે જેમાં આ ક્ષુધા તૃષા વગેરેને અભાવે દેવપણાને અંગે જણાવવામાં આવેલો છે. પણ જેને બે પ્રકારના સર્વજ્ઞો માને છે; એક કાયાથી રહિત સર્વજ્ઞ જેઓને સિદ્ધ ભગવાન તરીકે ઓળખવામાં આવે છે, અને બીજા કાયાને ધારણકરવાવાળા સો કે જેઓ ભવસ્થકેવલી તરીકે ગણવામાં આવે છે. તેમાં સિદ્ધ પરમાત્માને સુધા, તૃષા, જન્મ, મરણ, વૃદ્ધત્વ આદિને અભાવ હોય અને તેથી તેમને અપુનરાવૃત્તિવાળા એટલે ફેર ભવમાં અવતાર નહિં લેવાવાળા માનવામાં આવે અને તેથી જ શાસ્ત્રકારો પણ, એ સિદ્ધ ભગવાનનું સ્થાન જે સિદ્ધિશિલા તેમાં સિદ્ધ ભગવાનના ગુણને ઉપચાર કરીને, સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે “ 31,નાવિત્તિ િિનામ કાજ સંપત્તાનં–' એટલે કે સિદ્ધ પરમાત્માને મેક્ષસ્થાનથી ચલાયમાન થવાનું જ નથી. મરણના અભાવ સાથે અચલત્વ કેને સંભવે? કેમકે સંસારી જીને જ્યારે મરણદશા આવે છે ત્યારે તેઓને પિતાનું સ્થાન છોડવું પડે છે, પણ સિદ્ધ પરમાત્માને મરણદશા કઈ પણ કાળે છે જ નહિ. સંસારમાં દેહ ધારણ કરીને પહેલા તીર્થકર, ગણધર કે કેવલી For Private And Personal Use Only
SR No.521524
Book TitleJain_Satyaprakash 1937 08 SrNo 25
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1937
Total Pages62
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy