________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧ 1
જૈનધર્મને અહિંસાવાદ
પ્રાણથી જુદા કર ” એવું અહિંસાનું લક્ષણ કરેલ હોવાથી આત્માનો નાશ નથી થતો એ વાતનો વિરોધ નથી આવતે અને જીવની હિંસા થાય છે. માટે જ્ઞાની ભગવંતોએ જે અહિંસાનું પ્રતિપાદન કર્યું છે તે યથાર્થ જ છે. આ સંબંધમાં બીજો પ્રશ્ન એ થાય છે કે “ આત્માને પ્રાણથી જુદો કરવો ” એ પ્રમાણે જ જે અહિંસાનું લક્ષણ હોય તે, જૈન મુનિઓ કે જેઓએ સર્વથા સર્વદા હિંસાનો ત્યાગ કર્યો છે. અર્થાત જે સાધુઓએ સર્વત: અહિંસાત્રત પાળવાની સંઘ સમક્ષ પ્રતિજ્ઞા કરી છે, તેવા અપ્રમત્ત મહાત્માઓથી પણ ચાલતાં ચાલતાં, અથવા એવી કોઈ પણ ક્રિયામાં, તીવ્ર ઉપયોગ છતાં પણ આકસ્મિક કેઈક જીવની વિરાધના (હિંસા) થઈ જાય તે તેઓનું પ્રથમ પ્રાણાતિપાતવિરમણ મહાવ્રત કઈ રીતે ટકી શકે ?
ઉપર્યુક્ત શંકાને ધ્યાનમાં રાખીને જ શ્રી દશવૈકાલિકસૂત્રની નિયુક્તિની ૪૫ મી ગાથા ઉપર ની, ૧૪૪૪ ગ્રંથના પ્રણેતા શ્રી હરિભદ્રરિકૃત બહવૃત્તિમાં અહિંસાનું લક્ષણ આ પ્રમાણે કરેલ છે – “ત= પ્રાથvપળ , ક્યા: ઉદૃનાથા: ?િ प्रतिकूल : पक्ष : प्रतिपक्ष :-अप्रमत्ततया शुभयोगपूर्वकं प्राणाव्यपरोपणमित्यर्थः, ?િ માહિતિ ” અર્થ :——તેમાં ( પ્રમાદના યોગથી ) પ્રાણોનો જે નાશ કરવો તે હિંસા કહેવાય છે. (અર્થાત પ્રમાદને લઈને આત્માને પિતાના પ્રાણથી વિયાગ કરાવે – છુટો પાડવો તે હિંસા કહેવાય છે.) આ હિંસાનું શું? જવાબમાં પ્રતિકૂળ જે પક્ષ તે પ્રતિપક્ષ કહેવાય અર્થાત હિંસાની પ્રતિક્ષિણી તે અહિંસા કહેવાય. (સારાંશ એ આવ્યો કે-) “ અપ્રમત્ત ભાવથી શુભ ગપૂર્વક પ્રાણોનું જે અવ્ય પરે પણ (અવિનાશ) તે અહિંસા કહેવાય છે.”
ઉપર્યુક્ત લક્ષણના અનુરોધથી અષમત્ત મુનિમહાત્માઓથી કદાચિત અકસ્માત કોઈ પણ વવની હિંસા થઈ જાય તે પણ તેમને લેશમાત્ર પણ હિંસા નિમિત્તક દોષ લાગતો નથી. અને એટલા જ માટે તેમનું પ્રથમ પ્રાણાતિપાત વિરમણ વ્રત અખંડ જ રહે છે; કારણ કે તેઓ પ્રતિક્ષણ અપ્રમત્ત તેમજ તીવ્ર ઉપયોગી હોય છે. ‘રખે ને કાઈ સૂક્ષ્મ જીવની પણ વિરાધના (હિંસા ) મારાથી ન થઈ જાય ', આ નિર્મળ દયાને ઝરો તેમના પવિત્ર હૃદયમાં નિરંતર વહેતા જ હોય છે.
એટલા જ માટે શ્રી દશવૈકાલિકસૂત્રના ચોથા અધ્યયનના મૂળમાં પ્રતિપાદન કર્યું છે કે- “ જયણાપૂર્વક (ઉપયોગ સહિત) ચાલનાર, જ્યણ (યતના) પૂર્વક ઉભા રહેનાર (ઉઠનાર ), જયણાપૂર્વક બેસનાર, જયણાપૂર્વક શયન કરનાર, યતનાપૂર્વક ભજન કરનાર અને યતના પૂર્વક ભાષા બોલનાર મહાત્મા પાપકર્મ બાંધતા નથી.”
યદ્યપિ અપ્રમત્ત મહાત્માઓથી કદાચ કોઈ જીવની વિરાધના થઈ જાય, તે અલબત્ત દ્રવ્ય હિંસા છે, છતાં પણ પ્રમાદનો અભાવ હોવાથી અને ભાવ હિંસાનો અભાવ હોવાથી તગ્નિમિત્તક દોષના કિંચિત માત્ર પણ તેઓ ભાગી બનતા નથી, જેના પ્રમાણે અહિંસાના ભેદમાં બતાવવામાં આવશે.
(અપૂર્ણ)
૩. “T: પરિદ્રયાનપુર્ણાના રૂ” | સ્પર્શના, રસના, નાસિકા, શ્રોત્ર અને ચહ્ન એ પાંચ ઇંદ્રિય; મનોબળ, વચનબળ અને કાયબળ એ ત્રણ બળ; શ્વાસોચ્છવાસ અને આયુષ્ય; એમ દશ પ્રાણ છે.
For Private And Personal Use Only