SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૨૪] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૩ ૪૫૦ પર વિક્રમ સંવત ૧૯૮૩ના વૈશાખ માસમાં નીચે મુજબ પોતાની ઈચ્છા પ્રદર્શિત કરી હતી કે – “હવે પછી બીજ મણકા તરીકે સમયાનુસાર ઉપસર્ગહર સ્તોત્ર ને અંગે થોડી ઘણી રૂપરેખા આલેખવાની અભિલાષા પ્રદર્શિત કરતા હું અત્યારે તો વિરમું છું.” પરંતુ હું જાણું છું ત્યાંસુધી તેના તરફથી અગર તે બીન કોઈ મુનિ મહારાજ અથવા તો વિદ્વાન ગૃહસ્થ તરફથી આ સ્તોત્ર સંબંધી ઊહાપોહ કરવામાં આવ્યો હોય તેવું મારા ખ્યાલમાં નથી. અને હોય તો મારું ધ્યાન ખેંચવા આ લેખના વાચકે પ્રત્યે મારી નમ્ર વિનંતિ છે તેત્રનું ગાથા-પ્રમાણ: સ્તોત્રની ઉત્પત્તિ સંબંધીની દંતકથાનો ઉલ્લેખ હું આગળ કરી ગયો છું, તેવી જ એક દંતકથા આ સ્તોત્રની ગાથાઓ સંબંધી જૈન સમાજમાં પ્રચલિત છે જે નીચે મુજબ હોવાનું મેં કેટલાક મુનિ મહારાજે તથા સદ્દગૃહસ્થ પાસેથી સાંભળ્યું છે – ‘કહેવામાં આવે છે કે, શ્રુતકેવલી શ્રી ભદ્રબાહુસ્વામીએ પ્રથમ તો આ સ્તોત્રની છે અથવા તે સાત ગાથાઓ બનાવી હતી અને તે ગાથાઓ એટલી બધી પ્રામાયિક હતી કે તેના સ્મરણ માત્રથી દેવતાઓ આવતા હતા અને તે માટે કહેવાય છે કે તે વખતના શ્રાવકે અને શ્રાવિકાઓ વાતવાતમાં તેનું સ્મરણ કરતા હતા અને સ્મરણ કરવા માત્રથી દેવતાઓને આવવું પડતું હતું. કહેવામાં આવે છે કે, તેવી જ રીતે એક શ્રાવિકાએ રસોઈ કરતાં કરતાં પિતાના બાલકની વિષ્ટ દેવા માટે પોતાને ઉઠવું ના પડે તે માટે સ્તોત્રનું સ્મરણ કર્યું અને સ્મરણ કરતાંની સાથે દેવને આવવું પડયું. દેવના આવ્યા પછી શ્રાવિકાએ બાલિકના શરીરની વિઝા લેવાની આજ્ઞા દેવને કરી. આવાં આવાં કામોથી ત્રાસ પામીને દેવતાઓએ, કહે છે કે, શ્રી ભદ્રબાહુનામીને વિનંતિ કરવાથી વધારાની ગાથા કે જેના પ્રભાવથી દેવોને તુરત જ આવવું પડતું હતું તે ભંડારી દીધી અને પાંચ જ ગાથાઓ કાયમ રાખી જે આજે પણ પ્રચલિર છે.” ઉપરની દંતકથાના વાંચનથી સામાન્ય માણસ પણ સમજી શકશે કે આવી વાત બનવી અસંભવિત જ છે, પરંતુ જનસમૂહ મોટે ભાગે કુતૂહલપ્રિય અને મંત્રા ય પ્રત્યે શ્રદ્ધાની નજરે જોને હોવાથી કોણ જાણે કયા ફલપ ભેજામાંથી આ વાત બનાવીને મૂકવામાં આવી કે જેનાથી જૈન સમાજનો મોટો ભાગ એમ માનતા થઈ ગયો કે ‘ઉવસગ્ગહર સ્તોત્ર'ની જે પ્રાભાવિક ગાથાઓ હતી તે તકેળી શ્રીભદ્રબાહુસ્વામીએ ભંડારી દીધી હતી, તેથી આ પાંચ ગાથાઓમાં પહેલાં જેટલી પ્રાભાવિકતા રહી નથી. આ પ્રમાણે લખવાનો મારો આશય કોઈની નિંદા કરવાનું નથી, પરંતુ મારો આશય એ સાબિત કરવાનો છે કે મુકેવલી શ્રી ભદ્રબાહુસ્વામીએ મૂળે ‘ઉવસગ્ગહર સ્તોત્ર'ની પાંચ જ ગાથાઓ બનાવી હતી કે જે આજે પણ જેમની તેમ કાયમ છે, જેના પુરાવા હું રજુ કરું તે પહેલાં આ દંતકથાની ઉત્પત્તિ મૂળ શેમાંથી થઈ હોવી જોઈએ તે શોધી કાઢવાના ઉલ્લેખો જોઈ લઈએ, કારણ કે મારી સામે એક પ્રશ્ન ઊભો જ રહે છે કે જો તેઓએ પાંચ જ ગાથા બનાવી હતી તો આજે વીસ ગાથાઓવાળું ઉવસગ્ગહર જે મળી આવે છે તે કોણે બનાવ્યું અને તે ગાથાઓ ક્યાંથી આવી ? (અપૂર્ણ) For Private And Personal Use Only
SR No.521524
Book TitleJain_Satyaprakash 1937 08 SrNo 25
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1937
Total Pages62
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy