________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉવસગ્ગહર સ્તોત્ર
લેખક – શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબ उवसग्गहरं थोतं, काउणं जेण संघकल्लाणं ।
करुणायरेण विहियं, स भद्दबाहु गुरू जयउ ॥ જે મહાપુએ ભારે કરૂણા આણી “ઉવસગ્ગહરં સ્તોત્ર'ની રચના સંધના ક૯યાણ માટે કરી તે (મહાપુરુષ) ભદ્રબાહુવામી જયવંતા વર્તા
ઉવસગ્ગહર સ્તોત્ર એ નામ આ સ્તોત્રના પ્રારંભિક પદ ઉપરથી પડેલું છે. આ નામ ખુદ તેના કર્તા શ્રી ભદ્રબાહુસ્વામીએ રાખ્યું હતું કે પાછળના કઈ વિદ્વાને આવું નામ પાડયું હતું એનો નિર્ણય થઈ શકતા નથી, પરંતુ સ્તોત્રના પ્રારંભિક પદ ઉપરથી પડેલાં આવાં નામો જૈન સાહિત્યમાં મળી આવે છે. દા. ત. શ્રી મુનિસુંદરસૂરિકત સંતિકર સ્તવ, તિજયપહુન્ન સ્તોત્ર, શ્રીમાનતુંગસૂરિકૃત નમકનું સ્તોત્ર તથા ભક્તામર સ્તોત્ર, શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિકૃત કલ્યાણ મંદિર સ્તોત્ર વગેરે વગેરે.
આ સ્તોત્રની ઉત્પત્તિ વિષે દંતકથાઃ–પૂર્વે શ્રી આર્યસંભૂતિવિજયજીના ઉપદેશથી ભદ્રબાહુ તથા વરાહમિહીર નામના બે ભાઈઓએ દીક્ષા લીધી. ગુરૂએ ભદ્રબાહને આચાર્ય પદવીને યોગ્ય ધારી આચાર્ય પદવી આપી. ભદ્રબાહુને આચાર્ય પદવી આપવાથી વરાહમિહીરે મત્સરના લીધે સાધુનાં વસ્ત્રો તજી દીધાં અને અશુભ કર્મના ઉદયે મિથ્યાત્વધર્મને સ્વીકાર કર્યો. પૂર્વાવસ્થા (સાધુપણા)માં જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી ચન્દ્રપ્રસ્તૃપ્તિ વગેરે સિદ્ધાન્તોનું જે અવગાહન કરેલું તે યાદ કરી કરીને તેના ઉપરથી સવાલક્ષ શ્લોક પ્રમાણ જ્યોતિષ શાસ્ત્રની નવીન રચના કરી, જેનું નામ પિતાના નામ ઉપરથી વરાહતસંહિતા રાખ્યું કે જે ગ્રન્થ હાલમાં પણ વિદ્યમાન છે અને તે પ્રત્યે સિદ્ધાંત વગેરેમાંથી ઉદ્ધરેલ હોવાથી મોટે ભાગે સત્ય અર્થવાળો છે. તેથી પરંપરાએ કરીને બ્રાહ્મણ આદિ લોકે દ્વારા આજે પણ તેનું પઠન પાઠન વિશેષ કરીને થતું જોવામાં આવે છે.
વરાહમિહીર બાર વર્ષ સુધી સાધુ અવસ્થામાં રહ્યો. ત્યાં રહીને તેણે અંગ, ઉપાંગ, પૂર્વાદિ સિદ્ધાન્ત, સર્વ જ્યોતિષ શાસ્ત્ર તથા બીજાં વિદ્યા મ– ગચૂર્ણ વગેરેનું જ્ઞાન મેળવ્યું તે વાત છુપાવીને તેના બદલે લોકોમાં બ્રાહ્મણોએ વિપરીત કહેવા માંડયું કે :-- હે લેકે ! આ વરાહમિહીર સકલ શાસ્ત્રોનો પારગામી, ચૌદે વિદ્યાનો જાણકાર, વશીકરણ, પરકાયપ્રવેશ તથા આકાશગામિની વિદ્યા વગેરેના સ્થાનભૂત છે એટલે કે બધી વિદ્યાઓનો જાણકાર છે તેને લીધે તે ગગનમંડલમાં બાર વર્ષ સુધી જ્યોતિષચક્રની સાથે વિદ્યાના બલથી રહીને સૂર્યાદિ ગ્રા અને અશ્વિન્યાદિ નક્ષત્રનો સંચાર બરાબર રીતે જોઈ ને, તેની બરાબર ધારણ કરીને લોકોના ઉપર ઉપકાર કરવાને માટે મૃત્યુ લેકમાં ઉતરી આવેલ છે. તેની આવી પ્રસિદ્ધિ સાંભળીને કેટલાક મેળા મનુષ્ય તેના શિષ્ય થયા, અને એ શિષ્ય વગેરે તેની પાસે અભ્યાસ કરીને લોકોમાં તેની કીતિને ફેલાવો કરવા લાગ્યા.
For Private And Personal Use Only