SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્તંભતીર્થને પ્રાચીન જ્ઞાન ભંડાર લેખક– શ્રીયુત મોહનલાલ દીપચંદ ચોકસી સ્થંભતીર્થ યાને આજનું ખંભાત એ એક પ્રાચીન નગર છે. ઐતિહાસિક દષ્ટિએ એનું મહત્તમ આજે પણ વિચારણીય છે. એક કાળે એ માત્ર બંદરમાં પ્રથમ પંક્તિનું બંદર હતું એટલું જ નહિ પણ ધંધા-રોજગારનું જબરદસ્ત મથક હોઈ ધંધાના ધીકતા ધામ તરીકે એની કીતિપતાકા અખિલ ભારતવર્ષમાં ઉડી રહી હતી, અને એની સાથેનો વેપાર હિંદુકુશ ને હિમાલયની મર્યાદા કુદાવી પેલી પાર ઘણે દૂર સુધી વિસ્તર્યો હતા. આજે એ સબંધમાં વધુ વિસ્તાર ન કરતાં એ પુરાણા શહેરના એક જૈનભંડાર સંબંધમાં કંઈક વિચારીશું જે જ્ઞાનભંડારની વાત થાય છે એ આજે તો ભોયરાપાડા નામના લતાના એકાદ જીર્ણવિશીર્ણ મકાનમાં, એકાદ ખૂણે સંગ્રહાયેલ, જર્જરીત હાલતમાં પડ્યો છે. ખંભાતમાં આચાર્ય મહારાજ શ્રી વિજયવલ્લભસૂરિજીના કદમ ન થયો હોત તો એના ઉદ્ધાર સંબંધી જે કાર્યારંભ થઈ ચૂકયો છે અને મકાનની હાલત સુધરી ગઈ છે, તેમ નવા કબાટ આદિનો પ્રબંધ થઈ ચૂક્યો છે તે બનત કે કેમ એ પણ એક પ્રશ્ન રહેત. પણ આ પુરાતન નગરીના સુભાગ્યે, એકાંત પ્રદેશમાં – જન સમૂહના મોટા ભાગની દૃષ્ટિથી તિરોહિત – રહેલ એ ભંડાર જનતાની નજરે ચઢી ચૂકયો છે અને ખંભાતને જે કંઈ પ્રાચીન અવશેષે દષ્ટિગોચર થાય છે એમાં એનું સ્થાન ગૌરવવંતુ હાઈ અગ્રપદે આવે છે. સાહિત્ય ગ્રંથોમાં “શ્રી શાંતિનાથ જ્ઞાનભંડાર” તરીકે એનો ઉલ્લેખ ડગલે ને પગલે નજરે પડે છે. એ ઉપરથી અનુમા ડી શકાય છે કે તે કાળે એનું મહત્ત્વ સવિશેષ હશે. એ સ્થાને માત્ર પ્રતને સંગ્રહ જ નહિ થતો હોય પણ સાથોસાથ ત્યાં રહી વિદ્વાન ને પ્રજ્ઞાસંપન્ન સાધુ મહાત્માઓ નવીન ગ્રંથની રચના કરતા, તૈયાર થયેલી પ્રતોનું સંશોધન કરતા અને તાડપત્ર પર જાતે લખતા કિવા લહીઆઓ મારફતે લખાવતા. એક રીતે કહીએ તો ગ્રંથના સંગ્રહ-સ્થાન ઉપરાંત આ સ્થળ વિદ્વાનોના સંગમસ્થાન તરીકેનો ભાગ ભજવતું. એ વાતની પૂર્તિ રૂપે નિમ્ર ઉલ્લેણે રજૂ કરવામાં આવે છે– નવાંગીત્તિકાર શ્રી અભયદેવરિના શિષ્ય શ્રી વર્ધમાનસૂરિએ આદિનાથ ચરિત્ર રચું, સં. ૧૧૬૦ માં. તેમજ એ જ સાલમાં પ્રખ્યાત આચાર્ય હેમચંદ્રસૂરિના ગુરુ દેવચંદ્રસૂરિએ શાંતિનાથ ચરિત્ર પ્રાકૃતમાં ગદ્યપદ્યમય રચ્યું. ય સમાસ પર ૭૦૦૦ ક પ્રમાણુ વિવરણ વૃત્તિ-તાડપત્ર પર લખાયેલી શાંતિનાથ ભંડારમાં છે. તેવી જ રીતે આમ્રદેવસૂરિ અને મિચંદ્રસુરિકૃત આખ્યાનકમણિકાશ પરની તાડપત્રીય વૃત્તિ, સંગ્રહગીરન નામનું પ્રાકૃત ગ્રંથ, તેમજ ક્ષેત્ર અમાસ, દશવૈકાલિક, પાક્ષિક સૂત્ર અને ઘનિયુક્તિની તાડપત્ર પર લખાયેલી પ્રતિ ઉત ભંડારમાં છે. (પીટર્સન-૩,૫ર ). સ્થંભતીર્થવાસી શ્રીમાલવંશીય ઠ૦ સાઢા સુન, હ૦ કુમારસિંહે નિશીથચૂર્ણની પ્રત For Private And Personal Use Only
SR No.521524
Book TitleJain_Satyaprakash 1937 08 SrNo 25
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1937
Total Pages62
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy