________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧].
શ્રી હરિતનાપુરી તીર્થ
[૧૯]
આજે એ સ્થાને બતાવાય છે. ત્યાં નીચે નદી હતી અને સુરંગદ્વાર ત્યાં હતું એમ મનાય છે. અર્થાત મહાભારતની એ કથાનું સ્થાન આજે પશુ વિદ્યમાન છે. હજારો ભાવક હિન્દુઓ આ સ્થાનને પુનિત અને પ્રાચીન માને છે. આ દષ્ટિએ હસ્તિનાપુરી ઠેઠ બરનાવા સુધી છે અને વચલ પ્રદેશ હસ્તિનાપુરના જ ભાગે જ છે. તેમાં હાલમાં જૈન ધર્મ પ્રચારનું કેન્દ્ર સરધના પણ આવી જાય છે. તેમજ રાઢધના, પારસી પિઠલેકર, ખપરાણા અને બરનાવા વગેરે સ્થાનો પણ આવી જાય છે કે જ્યાં એ પ્રચારકાર્ય ચાલુ છે. એ બધો પ્રદેશ પ્રાચીન હસ્તિનાપુરીના જ અવશેષ – સ્મારક ચિન્હો છે.
વાચકે કદાચ પ્રશ્ન કરશે કે હસ્તિનાપુરી હતી કેટલી મોટી? તો જણાવવાનું કે ચાર યોજન લાંબી ચડી હતી. આ દૃષ્ટિએ બત્રીસ બત્રીસ માઈલન ચોતરફ ઘેરાવો જોઈએ. તો મેં ઉપર જણાવેલ બરનાલા હસ્તિનાપુરથી ૩૨ માઈલ દૂર લગભગ છે. તેમજ ઉપર ગણાવેલાં બાન ગામે પણ એમાં જ સમાઈ જાય છે. મેરઠ ૨૪-૨૫ માઈલ છે. આવી રીતે અન્યોન્ય ગામો પણ તેમાં આવી જાય છે. એ નગરીની આસપાસ ચાલતુ ધર્મપ્રચાર-કય :
- આજે કેટલાક મહાનુભાવો વદે છે કે એ તરફ ચાલતુ ધર્મપ્રચારનું કાર્ય નવીન છે. પરન્તુ વસ્તુતઃ એવું કશું જ નથી. અહીં તો આ પ્રાચીન ગૌરવશાલિની તીર્થભૂમિના સવિસ્તૃત સ્થાનોમાં એનું પ્રાચીન ગૌરવ યાદ કરાવી એ ગૌરવ પુનઃ પ્રાપ્ત થાય તે માટે જ પ્રયત્ન થાય છે. એમાં નવીન શું છે? તીર્થભૂમિના ઉદ્ધારની શુભ ભાવના કયા ભવ્યાત્માને ન થાય ? અમે બધા અહીં જે કાંઈ કરીએ છીએ એ તીર્થ ભૂમિના જ પ્રતાપે છે. આવી જ રીતે મેરઠ પણ હસ્તિનાપુરનો દરવાજો જ મનાય છે
દાનવીર, ધર્મવીર અને ધર્મ પ્રેમી જનસમાજ લગાર જાગૃત થાય અને એક પ્રાચીનતમ તીર્થભૂમિની ઉન્નતિમાં ભકિાથી, ફૂલ નહિ તે ફૂલની પાંખડીરૂપ, અધ્ય અપે તો એક પ્રાચીન જૈનપુરીમાં વીતરાગના ઉપાસકો, બહોળા પ્રમાણમાં વધી શકે એમ છે. આ ક્ષેત્રમાં જિનબિંબ અને જિનમંદિરની સ્થાપનાની, જિવાણીની પરબ સ્થાપવાની, નાની નાની જૈન પાઠશાળાઓ, વિદ્યાલય-ગુરૂ કુલ અને કયાંક કયાંક ઉપાશ્રયની ખાસ જરૂર છે. વળી ત્યાગમૂર્તિ વિદ્વાન વ્યાખ્યાતા સાધુ મહાત્માઓ આ તરફ પધારે તો તો સોનામાં સુગંધ જ મળે. અસ્તુ !
આ કંઈક વિષયાંતર થઈ ગયે, હવે પુનઃ મૂલ વિષય જ ચર્ચ.
મહાભારતના ભીષણ યુદ્ધની સંતપ્ત જ્વાલાઓથી ભસ્મીભૂત થયેલા આ મહાન નગરે બાદમાં પણ સંસારની અનેક વાયરા જોયા છે. એનું યુદ્ધક્ષેત્ર-કુરુક્ષેત્ર પાણીપતના નામે જાહેર થયું. રાજધાની ભલે ઇન્દ્રપ્રસ્થ સ્થપાઈ પણ ભારતની યુદ્ધની રાજધાની તે કુરુક્ષેત્ર જ રહ્યું અને તે હસ્તિનાપુરથી નજીકમાં જ છે.
પ્રાચીન ઇન્દ્રપ્રસ્થ એ આજનું દિલ્હી છે. વર્તમાન દિલ્હી તે અર્વાચીન છે, જે મુખ્ય ઈન્દ્રપ્રસ્થ હતું એ તો આજે ભીષણ જગલરૂપ મૌજુદ છે. જેમાં પ્રાચીન ખંડિયેર ટીલાઓ મોજુદ છે. પાંડવોની એ ઈન્દ્રપ્રસ્થ નગરી તો હસ્તિનાપુરથી થોડે જ દુર છે.
(અપૂર્ણ)
For Private And Personal Use Only