________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુરાતન ઇતિહાસ અને સ્થાપત્ય (૧)પ્રાચીન લેખ સંગ્રહ (ચાર લેખે )
મુનિરાજ શ્રી જયન્તવિજયજી
સંપાદક :–
-
(૪૮)૪૧
ॐ॥ संवत् १३५२ वैशाख सुदि ४ श्रीबाहडमेरौ महाराजकुल श्री सामंतसिंहदेव कल्याणविजयराज्ये तन्नियुक्त श्रीरकरणे मं० वीरा सेल[0]वेला तुल[० भांग
૪૧. લેખાંક ૪૮ થી ૫૧ સુધીના લેખો, “જૂના ગામના “નવતરણીયું મંદિર” નામના જિનાલયના ખંડિયેરના નવચેકીઓના જુદા જુદા સ્તંભ પર દાયેલા છે. તેમાંનો પહેલો લેખ લે પંક્તિઓને, બીજો લેખ ૭ પંક્તિઓનો, ત્રીજો લેખ ૮ પંક્તિઓનો અને ચોથો લેખ ૫ પંક્તિઓને છે. પ્રથમના ત્રણ લેખોના અક્ષર મોટા અને સુંદર છે. અત્યારે પણ બહુ સારી રીતે વંચાઈ શકે છે. ચોથા લેખના અક્ષરો ખરાબ છે. આ સિવાય પાંચમે એક લેખ સં. ૧૬૫૬ નો છે, પણ તેમાં સલાટ-મીસ્ત્રીઓનાં ફક્ત નામો જ આપેલાં છે, તેથી તે લેખ અહીં આપવામાં આવ્યો નથી.
આ “જુના ગામ, જોધપુર સ્ટેટની બાડમેર(બારમેર) હકુમતમાં આવેલા (J. R. રેલ્વેના) જસાઈ સ્ટેશનથી અગ્નિ ખુણામાં ચાર માઈલ દૂર આવેલું છે. સાવ પહાડોની વચ્ચે છે. રસ્તો પણ પહાડી અને વિકટ છે. ગાડારસ્તો નથી, પણ પગદંડી સારી છે. ઉંટ, બળદો વગેરે જઈ શકે છે. બાડમેરથી જસાઈ દસ માઈલ થાય છે. યદ્યપિ બાડમેરથી સિધા “જૂના જઈ શકાય છે અને તે રીતે બાડમેરથી જૂના ૧૦-૧૧ માઈલ થતું હશે, પરંતુ તે રસ્તે ઘણો જ વિકટ અને ખરાબ હોવાનું સાંભળ્યું છે. માટે જસાઈ થઈને જૂના” જવું ઠીક છે.
આ “જૂના અત્યારે સાવ ઉજજડ છે. ત્યાં ગામની વચ્ચે શ્રી આદિનાથ ભગવાનના ઉંચા, વિશાલ અને સુંદર કારણવાળા ભવ્ય મંદિરનું ખંડિયેર વિદ્યમાન છે. આ મંદિર “નવતરણીયું મંદિર ” એ નામથી ઓળખાય છે, અને તે જરા લાલાશવાળા સફેદ રંગના ખારા પત્થરથી બનેલું છે. ગુખ્ખજો અને તેમાં લગભગ આબુ-દેલવાડાનાં મંદિર જેવી સુંદર કેરણી કરેલી છે. આવા ભવ્ય મંદિરનો વિકરાલ કાલના પરિબલથી નાશ થઈ ગયા, એ ઘણું ખેદનો વિષય છે. આ મંદિરને ઘણે ભાગ પડી ગયો છે, અને ઘણો ભાગ હજુ ઉભે છે. આની જોડે જ એક બીજા નાના જૈન મંદિરનું ખંડિયેર છે, તેમાં લેખો નથી, તેની આસપાસમાં લોકેાનાં ઘરો અને કેટ વગેરેનાં અનેક ખંડેરે પડ્યાં છે. આ “જૂના” એ પ્રથમ બાહડમેરુ(બાડમેર) નામથી પ્રસિદ્ધ હતું. કાળક્રમે કોઈ કારણસર ત્યાંના સરદારે--જાગીરદારે અને શાહુકારો વગેરે, જૂનાબાડમેરુથી લગભગ ૧૦ માઈલની દૂરી પર આવેલા “બાપડાઉ' ગામમાં જઈને વસ્યા. ત્યારથી તે “બાપડા,’ ‘બાડમેર ' નામથી પ્રસિદ્ધ થયું અને જૂનું બાડમેર જૂના નામથી ઓળખાવા લાગ્યું.
For Private And Personal Use Only