________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમાહંત મહાકવિ શ્રી ધનપાલનું આદર્શ જીવન
લેખક મુનિરાજ શ્રી સુશીલવિજયજી सर्वशं सुरपूज्यमाप्तप्रवरं संसारविच्छेदकं,
श्रीसिद्धार्थनृपाङ्गजं शुभकरं वीरं प्रणम्योज्ज्वलम् । धाराधीशसभामणे: कविमणेर्लीनस्य चाहन्मते,
__ वच्मि श्रीधनपालनामककवेश्चित्रं चरित्रं मुदे ॥१॥ માનવ જીવનની દરિયાયી સપાટના કિનારે, જગતના વિવિધ વિવિધ પ્રસંગે, અનેક છળો આવીને અથડાય છે, અને બીજી પળે તે મહાન સમુદ્રની અંદર વિલીન થઈ જાય છે. જાણે છળ તે જ સમુદ્ર અને સમુદ્ર તે જ છોળ? એ મહાન સમુદ્રની અંદર એવું કોઈ પણ સ્થાન નથી કે જ્યાંથી કાઈ નવીનતાનું તત્ત્વ ન જડે. જીવનમાં એવાં સ્થાનો અને એવી કોઈ વીરલ પળ ભાગ્યે જ આવે છે કે જેના સ્પર્શમાત્રથી ભૂત અને ભવિષ્યની મધુરી સ્મૃતિઓનું દિગ્દર્શન થાય! કાળની ગહન ગતિ છે કે એક વખતના બને શત્રુઓ, કે જેને સામસામું જોતાં જ દષ્ટિની અંદર કેર વરસે છે, તે મિત્ર બની જાય છે. એક વખતે કઈ પણ વસ્તુ પ્રત્યે અરુચિ હોય છતાં પણ કાળાંતરે તે જ વસ્તુ પર રુચિ થાય છે. એમ આખી દુનિયાનાં આન્દોલનમાં, કાળના પરિપાકને લઈને, ક્ષણવારમાં પરિવર્તન થતાં વાર લાગતી નથી.
કવિ શ્રી ધનપાળ જે એક વખત મિથ્યાત્વરૂપી ગાઢ અંધકારથી વ્યાપ્ત હતા, મિથ્યાત્વના ગાઢ અંધકારને લઈને જેના હૃદયકમળમાં સમ્યકત્વ સૂર્યને પ્રકાશ થયે ન હતો, અને જે “હિતના તાહરામાનોfપ જ છેજોનમરિન્” એવું બોલનાર હતા તે પણ જે વખતે પોતાના સંસારીપણાના ભાતૃ શેભનમુનિના પરિચયમાં આવ્યા, અને જ્યારે અનન્તા તીર્થકર ભગવન્ત, ગણધરો, કેવળી ભગવન્તો, યુગપ્રધાને, બહુશ્રુતધર અને શાસનના મહાન ધુરંધર પૂર્વાચાર્યોએ પ્રતિપાદન કરેલ જૈનદર્શનના ઉચા તત્ત્વજ્ઞાનથી વાકેફ બન્યા, ત્યારે તેમણે પોતાની વિચાર શ્રેણિને ક્ષણવારમાં પલટાવી નાખી.
શાસનની પ્રભાવના જેવું કાઈ અતુલ પુણ્ય નથી. અને તે પ્રભાવના કરનાર મહાનુભાવોને પ્રભાવક તરીકે શાસ્ત્રોની અંદર વર્ણવેલા છે. શાસ્ત્રકાર ભગવતેએ પ્રભાવકના આઠ ભેદ પ્રતિપાદન કરેલા છે, જેમાં આઠમા પ્રભાવક તરીકે કવિશિરોમણિ, શાસ્ત્રપારગામી અને શ્રી વિક્રમકૃપપ્રતિબંધક શ્રી સિદ્ધસેન દિવાકર વગેરેને વર્ણવેલા છે.
१. पावयणी धम्मकही, वाई नेमित्तिओ तवस्सी य ।
विज़ासिद्धो य कवी, अहेव पभावगा भणिया ॥६४८॥ प्रव. द्वार २३ પ્રવચનિક [ વર્તમાનકૃતના જ્ઞાતા ], ધર્મકયિક [ નણિ ], વાદી [મલ્લવાદી ], નૈમિત્તિક
બાહુસ્વામી], તપસ્વી [ ઉત્કૃષ્ટ તપકરનાર ], વિદ્યામત્રવાળા [વજસ્વામી ], અંજનસિદ્ધ [ કાલિકસૂરિ ] અને કવિ [સિદ્ધસેન દિવાકર ]: આ આઠે શાસનના પ્રજાવક કહેલા છે.
For Private And Personal Use Only