SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૫૩૪ વૈશાખ શ્રી જૈન સત્ય પ્રકાશ તથા કપડાં ઉપર પણ મલી આવે છે. લાકડાની એવી એક પાટલી વિ. સં. ૧૪૨૫ ( ઇ. સ. ૧૩૬૮ )માં ચીતરાએલી તારીખની નેાંધવાળા મળી આવેલી છે, અને કપડાં ઉપરનાં ચિત્રા વિ. સં. ૧૪૧૦ (ઈ. સ. ૧૩૫૩ )થી મળી આવે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુજરાતની જૈનાશ્રિત કળાના ત્રીજા વિભાગનાં ચિત્રા મુખ્યત્વે કાગળની હસ્તલિખિત પ્રતામાં મળી આવે છે. તેની શરૂઆત ઇ. સ. ની પંદરમી સદીની શરૂઆતથી થાય છે અને વિક્રમની સેાળમી સદીના છેવટનાં વર્ષોમાં તેને અંત આવે છે, જે વેળા ‘ગુજરાતની જૈનાશ્રિત કળા' મુગલ કળા અને પછી રાજપુત કળાની અસર નીચે આવી ગઈ હતી. ‘ ગુજરાતતી જૈનાશ્રિત ફળા ' તેમાં સંપૂર્ણ પણે સમાઇ ગઇ. ' આ ત્રીજા વિભાગના સમય દરમ્યાનનાં જૈન સિવાયનાં ખીજા... ચિત્રા વૈષ્ણવ સ...પ્રદાયના ગણ્યાગાંઠ્યા ધર્મગ્રંથામાં મળી આવે છે. પરંતુ પ ંદરમી સદી પહેલાંના ગ્રંથસ્થ ચિત્રા જૈન શ્વેતામ્બર સંપ્રદાયના ધર્મગ્રંથામાં જ મળી આવે છે, અને આ જ કારણથી આ કળાને કેટલીક વખત જૈન '' અગર શ્વેતામ્બર જૈન ’ નામથી સાધવામાં આવેલી છે. ** કળાના 33 શ્રીયુત નાનાલાલ ચમનલાલ મહેતા આ કળાને “ ગુજરાતી કળા”ના નામથી ઓળખાવે છે. પરંતુ મારા તરફથી તાજેતરમાં જ પ્રસિદ્ધ કરવામાં આવેલ “ શ્રી જૈન ચિત્રકલ્પમ નામના ગ્રંથમાં રજુ કરેલા પુરાવા ઉપરથી આપણે જાણી શકીએ છીએ કે આ કળાને વિકાસ એકલા ગુજરાતમાં જ નહિ પણ પશ્ચિમ ભારતના દરેક પ્રદેશોમાં થએલા હતા. ઉદાહરણ તરીકે સ્વસ્થ મુનિમહારાજ શ્રી હંસવિજયજીના વડાદરાના આત્મારામ જ્ઞાનમંદિરમાં આવેલી કલ્પસૂત્રની સુવર્ણાક્ષરી અપ્રતિમ સુશાભનકળાના નમૂનાવાળી પ્રત વિ. સં. ૧૫૨૨ રાજપુતાનામાં આવેલા યવનપુર ( હાલનું જોનપુર )માં લખાએલી છે. બીજી એક સુવર્ણાક્ષરી કલ્પસૂત્ર-કાલકકથાની પ્રત વડોદરામાં યેાવૃદ્ધ ગુરુદેવ પ્રવર્તક કાંતિવિજયજીના સંગ્રહમાં છે. તે તથા ત્રીજી એક પ્રત ઉત્તરાધ્યયન સૂત્રની સુવર્ણાક્ષરી તથા સુરોભનકળાવાળી વિ. સં. ૧૫૨૯માં માળવામાં આવેલા મડપદુગ ( માંડલગઢ )માં લખાએલી, અમદાવાદના દેવસાના પાડાના ઉપાશ્રયમાં આવેલા શ્રી યાવિમલ શાસ્ત્રસંગ્રહમાંથી મળી આવી છે. આ તથા બીજા પુરેાવાએ ઉપરથી આ કળાને “ ગુજરાતી કળા ”ને બદલે આપણે અગાઉ જણાવી ગયા તેમ “ ગુજરાતની કળા ( ૫ચીન વ્યાપક અર્થાંમાં ) તરીકે સખેાધવી વધારે વાસ્તવિક છે. આ કળાને પ્રચાર આખા પશ્ચિમ ભારતમાં થવાનું એક કારણ એ પણ હોય કે પ્રાચીન ગુજરાતના સ્વતંત્ર હિંદુ રાજવીએના અજેય બાહુબળના પ્રતાપે તે મુલકે ગુજરાત પ્રદેશની છાયા નીચે હાવાથી સંભિવત છે કે ગુજરાતના ચિત્રકારે ત્યાં જવાને લીધે આ કળાને પ્રચાર પ્રશ્ચિમ ભારતના સઘળા પ્રદેશોમાં થયે। હાય. ખીજું કારણ એ છે કે આ કળાના પ્રાચીન સમયના તાડપત્રના જે નમૂનાએ મળી આવ્યા છે તે સઘળા જ મુખ્યત્વે કરીને ગુજરાતના પ્રાચીન પાટનગર અણહિલપુર પાટણ તથા તે વખતના પ્રખ્યાત બંદર ભૃગુકચ્છ ( ભરૂચ )ના છે. " '' For Private And Personal Use Only C અપૂર્ણ
SR No.521521
Book TitleJain Satyaprakash 1937 05 SrNo 22
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1937
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy