________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૯૯૩
ગુજરાતની નાશ્રિત કળા
૫૩૩
ભારતની રાજપુત અને મુગલ કળાની પહેલાં, એટલે કે સેાળમી સદીના છેલ્લા સમય પહેલાં લઘુ પ્રમાણનાં છબિચિત્રાની બે જાતની ચિત્રકળા મળી આવે છે. આ મે જાતમાંથી એક જાત, નેપાળ અને ઉત્તર અંગાલ તરફની અગિયારમી સદીના સમયની મળી આવે છે; અને બીજી ગુજરાત, કાઠિયાવાડ અને રાજપુતાના આજીની અગિયારમી સદીના અંત સમયથી મળી આવે છે. આ ખતે જાતની કળાઓમાં એકબીજાનું અનુકરણ કાઈ રીતે થયું હાય, એટલે કે એક બીજી કળાને સીધે! સબંધ હ્રાય એમ લાગતું નથી; પરંતુ તે અને કળાએ પ્રાચીન ભારતવાસીએએ પોતાની મેળે ~~ સ્વતંત્ર રીતે ઉપજાવી કાઢેલી છે. પૂર્વ ભારતની ચિત્રકળા મુખ્યત્વે બૌદ્ધધર્મના ગ્રન્થામાં અને પશ્ચિમ ભારતની ચિત્રકળા મુખ્યત્વે શ્વેતામ્બર જૈતાના હસ્તલિખિત ધર્મગ્રન્થામાં મળી આવે છે. આ ચિત્રકળાને ત્રણ વિભાગમાં વહેંચી નાખવી જાઈએ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાચીન સમયની આ ચિત્રકળા તાડપત્રની હસ્તપ્રતમાં મળી આવે છે અને તાડપત્રની એ ચિત્રકળા બે વિભાગમાં વહે'ચાએલી છે. પહેલા વિભાગની શરૂઆત માલકી રાજ્યના ઉદયથી થાય છે. મહારાજાધિરાજ સિદ્ધરાજ જયસિંહદેવના રાજ્યકાળની શરૂઆતમાં જ વિ. સં. ૧૧૫૭ (ઈ.સ. ૧૧૦૮ ) માં ગુજરાતના પ્રાચીન ખંદર ભૃગુકચ્છ (હાલનું ભરૂચ ) માં લખાયેલી નિશીથસૂÇિની પ્રત હજી વિદ્યમાન છે, જે પાટણના સંધવીના પાડાના ભંડારમાં આવેલી છે. જેના ઉપર તારીખ લખેલી છે તેવી આજ દિન સુધીમાં મળી આવેલી ‘ગુજરાતની જૈતાશ્રિત કળા ' ની સૌથી જૂનામાં જૂની ચિત્રવાળી પ્રત આ એક જ છે. પહેલા વિભાગના અંત પણ એ જ ભંડારની વિ. સં ૧૩૪૫ (ઈ. સ. ૧૨૮૮ ) ની સાલમાં લખાએલી જુદી જુદી પ્રાકૃત કથાની તાડપત્રની પ્રતમાંનાં ચિત્રોથી આવે છે; કારણ કે વિ. સં. ૧૩૫૬ (ઈ. સ. ૧૨૯૯ ) ની સાલ પછીનાં ચિત્રાની ચિત્રકળામાં બહારની બીજી કળાનું મિશ્રણ થેણે અંશે જણાઈ આવે છે.
તાડપત્ર પરનાં ચિત્રાના ખીન્ન વિભાગની રશરૂઆત વિ. સં. ૧૩૫૬ (ઈ. સ. ૧૩૦૦ ) થી થાય છે અને તેને અંત લગભગ વિ. સં ૧૫૦૦ (ઈ. સ. ૧૪૪૩ ) ની આસપાસમાં આવે છે. આ ખગ્ન વિભાગના સમય દરમ્યાનની તાડપત્રની ચિત્રાવાળી ત્રણ રસ્તપ્રતે મારા જાણવામાં ખાવેલી છે. ‘ ગુજરાતની જૈનાશ્રિત કળા ' ના સર્વોત્તમ સુંદર નમૂના આ ત્રણ હસ્તપ્રતમાં મળી આવે છે. આ ત્રણ હસ્તપ્રતો પૈકીની એક જ પ્રત ઉપર વિ.સં ૧૪૨૭ (ઈ.સ. ૧૩૭૦) ની તારીખ તૈાંધાએલી છે અને તે અમદાવાદની ઉજમ ફાઈની ધર્માંશાળાના ગ્રન્થ-ભંડારમાં આવેલી છે. બીજી એ પ્રતા પૈકીની એક પ્રત પાટણનો તપાગચ્છ સંધના ભડારમાં આવેલી છે અને બીજી પ્રત ઇડરતી આણંદજી મંગળજીની પેઢીના ગ્રન્થ ભડારમાં આવેલી છે.
આખા વિભાગના સમય દરમ્યાનનાં કેટલાંક ચિત્રા તે લાકડાંની પાટલી જે તાડપત્રી હસ્તપ્રતોના સંરક્ષણુ સારૂ ઉપર નીચે બાંધવામાં આવતી હતી તેના ઉપર
For Private And Personal Use Only