________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯૩
૫૨૬
બારમેરુ जुवो जोवणहारीओ, गोखे काढा गात।
अमीया कहेतो हेांसथी, उगडी आयो आज ॥
[ હે યૌવનવતી સ્ત્રીઓ, ગંખમાંથી બહાર મોટું કાઢીને આજે ઉગડો આવ્યો છે તેને (જરા ) નીહાળો ! ]
छाती उपर छेलडा. सर उपर वाट ।
कवाट उठ मुजरा करे, ते। लाजे गढगिरनार ।। [ કવાટને નમાવવા માટે તેની છાતી ઉપર મણીલું મૂક્યું અને માથા ઉપર થઈને લોકે જવા આવવા લાગ્યા. છતાં જે કવાટ ઉઠીને પ્રણામ કરે તો ગિરનારને ગઢ લાજી મરે!]
सूरज पच्छीम उगसी, भायंगम न झेले भार ।
कवाट उठ मुजरो करे, तो लाजे गढगिरनार ॥ [ કવાટ જો ઉઠીને પ્રણામ કરે તો ગઢગિરનાર લાજી મરે, તે સૂર્ય પશ્ચિમમાં ઉગે અને તે શેષનાગ પોતાને ભાર ઉપાડવો બંધ કરે (પૃથ્વી રસાતલ જાય).].
શત્રનું બળ જોઈને છેવટે અંતરાવે નમતું આપ્યું અને કવાટે તેને બંધન-મુક્ત કર્યો. પછીથી પણ અંતરાવે કવાટને નમાવવા ઘણા ફાંફાં માર્યા પણ એ વીર અણનમ જ રહ્યો,
આ કથાનક, અમે “ જૂના માં રહેતા જુદા જુદા લોકોના મોઢેથી સાંભળ્યું હતું તેવું અહીં ઉતાર્યું છે. આમાંને સત્યાંશ તે બારીક શોધખોળ પછી જ મળી શકે. છતાં આ પ્રદેશમાંના જૈન, બ્રાહ્મણ, રાજપુત, જાટ, ભીલ વગેરે જાતિના નાના મોટાં લોકોમાં આ કથા પ્રચલિત છે એ વાત તે સ્વીકારવી જ જોઈએ. એટલે એમાં અમુક અંશે ઐતિહાસિકતા જરૂર છે. કાઠીઆવાડની વીરગાથા સમી આ કથાની શોધ થાય તે જરૂર ઘણું જાણવાનું મળી શકે ! અતુ.
X
- જૂના બાડમેરથી લગભગ ૧૦ માઇલ અને સિંધ તરફ જતી જોધપુર રેહવેના ખડીન (Khadin ) સ્ટેશનથી લગભગ ૩ માઈલની દૂરીપર, અત્યારના ‘હાથમા’ ગામની પાડોશમાં એક કિરડૂ નામનું પ્રાચીન ગામ છે. આ જોવા માટે અમે (હું અને ઈતિહાસપ્રેમી શ્રી જયન્તવિજયજી મહારાજ આદિ) તારિખ ૭-૩-૧૭ના દિવસે ગયા હતા. અહીં સુંદર શિલ્પકળાને નમુનાસમાં પાંચ આલીશાન મંદિર છે. તેમાંનું મોટું મંદિર -જે મહાદેવનું મંદિર છે--તેમાં રંગમંડપમાં પેસતાં ઉત્તર દક્ષિણમાં ચાર શિલાલેખો છે ૪ આ શિલાલેખ ઉપરથી જાણી શકાય છે કે ત્યાં રાજા મહારાજા કુમારપાળની આજ્ઞામાં હતા. આમાં ગુજરાતના કેટલાક સોલંકી વંશના રાજાઓનાં, મહારાજા કુમારપાળ સુધીનાં નામે પણ આપેલાં છે. તે વખતે ગિરનારનું રાજય પણ કુમારપાળની સત્તા નીચે હતું*
* આ મંદિર અને શિલાલેખ વિષે સમય મળતાં હું જૂદો લેખ લખવા પ્રયત્ન કરીશ.
આ માટે જુઓ “સિદ્ધરાજ જયસિંહે શું કર્યું ” શીર્ષક મારો લેખ,
For Private And Personal Use Only