________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૨૮
શ્રી જન સત્ય પ્રકાશ
વૈશાખ
આ વખતે બાહડમેરમાં ' અમીયા' નામની એક કાઠિયાવાડી બાઈ રહેતી હતી.* તે પિતાના રાજાનો આ ઉપહાસ સહન ન કરી શકી. પણ એકલી બાઈ અને તે પણ સુકુરના પરદેશમાં શું કરી શકે ? છતાં તેને આવી અપમાનજનક સ્થિતિમાંથી કવાટના છૂટકારાને વિશ્વાસ તો હતો જ ! કારણ કે કવાટ અને ઉગડાના પરાક્રમથી તે સુપરિચિત હતી.
કવાટના પાંજરે પુરાયાના વર્તમાનથી કાઠિયાવાડના વીર ખૂબ આવેશમાં આવી ગયા. આ બાજૂ અંતરાવ સાંખલો પણ કઈ રીતે ઓછો ઉતરે એ ન હતો. સિંધ જેવા દૂરના દેશના રાજાને હરાવવો એ સહેલું ન હતું. આ પ્રસંગ માટે મેવડી થવા માટે પણ કોઈ તૈયાર ન હતું. છેવટે કવાટના ભાણેજ ઉગડાએ એ કામ માથે લીધું.
સિંધમાં એકંદરે વરસાદ ઓછો પડે છે અને તેથી ત્યાં ઘણીવાર દુકાળ પડે છે. તે વખતે ત્યાં દુકાળ પ્રવર્તતો હતો અને જાનવરો માટે ઘાસની બહુ જ તંગી જણાતી હતી. આ પરિસ્થિતિનો પિતાના માટે લાભ લેવાને ઉગડાએ વિચાર કર્યો. તેણે પાંચસો ગાડાં ઘાસનાં ભર્યા અને એ દરેક ગાડામાં ઘાસની અંદર પિતાના સુભટને સંતાડી રાખ્યા. અને તે બધાં ગાડાં લઈને બાડમેરમાં આવી પહોંચ્યો. અણીને વખત આવી મળેલા આટલાં બધાં ઘાસનાં ગાડાંથી લેકે ઘણા રાજી થયા. ઉગડાએ તેમાંથી છુટક ઘાસ વેચવાની ના કહી અને રાજા અને બધા અમલદારે એક સ્થાને ભેગા મળીને જે ભાવ નકકી કરે તે ભાવે બધુંયે ઘાસ એકી સાથે વેચવાનું કહ્યું. લોકોને ઘાસની ઘણી જ જરૂર હતી એટલે એની શરત કબુલ રાખવામાં આવી અને રાજા અને બધાય અમલદારે ભાવ-તાલ નકકી કરવા માટે ભેગા થયા.
પિતાને જોઈને લાગ આવી પહોંચેલ જોઇને ઉગડાએ પોતાની સાથળ ઉપર ત્રણ થાપ મારીને સકેત કર્યો એટલે હથિયારથી સુસજજ થયેલા બધાય સુભટો બહાર કુદી પડ્યા અને શત્રુ ઉપર તૂટી પડ્યા. રાજા કે તેના માણસો શસ્ત્રહીન હતા એટલે તેઓ આ સાવ અકલ્પિત આક્રમણનો પ્રતીકાર ન કરી શક્યા. જોતજોતામાં સાતસો સાંખલા રાજપુતે અને બીજા ૧૫૦૦ રાજકર્મચારિયે ખપી ગયા.
આવેશમાં આવેલું સૈન્ય જ્યારે રાજાની પાછળ પડયું ત્યારે તેની રાણીઓ ઉગડાને વિનવવા લાગી કે –
સાત તે મા નાંઢા, પર છે પરધારા
एक मत मारे मारा अंतराव सांखला, तजे ऊगेजेरी आण ॥ [હે ઉગડા, તેં સાતસે સાંખલા રાજપુત અને ૧૫૦૦ અમદલારોને મારી નાખ્યા છે. હવે તું એક મારા અંતરાવ સાંખલાને ન મારીશ! તને સૂરજદેવની આણુ છે.]
આથી ઉગડાએ અંતરાવને માર્યો નહીં, પણ બાંધી લીધે. કાઠીઆવાડી વીરેનું આ પરાક્રમ જોઈને પેલી અમીયા બીજી બાઈઓને સંબોધતી બેલી ઉઠી –
* કોઈ કહે છે કે તે રાજા કવાટની બહેન થતી હતી.
For Private And Personal Use Only