________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯૩
દિગંબરોની ઉત્પત્તિ
સાચું દેવત્વ શામાં છે?
વાચકગણે ધ્યાન રાખવું જરૂરી છે કે – શ્વેતામ્બર કે દિગમ્બર બનેના મત પ્રમાણે ઉપર જણાવેલા જુદા જુદા પ્રકારના પણ અઢાર અઢાર દેશોને અભાવ દેવપણાની અનુવૃત્તિ માટે નથી. એટલે કે દેવપણાને ઓળખાવવા માટે નથી, પરંતુ કુદેવપણાની વ્યાવૃત્તિ માટે છે. એટલે એ અઢાર દેષની સાથે બને મતવાળાઓ કુદેવત્વ માને છે અને તેમાં પણ અઢારે અઢાર દેષ હોય તે જ કુદેવત્વ કહેવાય એમ માનતા નથી, પણ એ અઢાર દેશમાંથી કઈ પણ દોષ હોય તે કુદેવત્વ માને છે. જે એમ ન માનવામાં આવે તે બને મતવાળા તીર્થકર કેવલી અને સામાન્ય કેવલી એમ બે પ્રકારના કેવલીઓમાં ફક્ત તીર્થકર કેવલીને જ દેવપણે માને છે તે યોગ્ય ઠરે નહિ, કેમકે તીર્થકર સિવાયના સામાન્ય કેવલીઓમાં પણ બન્નેના મત પ્રમાણે અઢારે દેશોમાંથી કોઈ પણ દેષ હોતો નથી, છતાં બન્ને મતવાળા સામાન્ય કેવલીઓને દેવ તરીકે માનતા નથી. બન્નેના મત પ્રમાણે તે દેવતત્વમાં અષ્ટપ્રાતિહાર્યાદિક સહિત એવા તીર્થકર અને સમગ્ર કમનો ક્ષય કરનારા એવા સિદ્ધ મહારાજાઓને માનવામાં આવે છે એટલે સામાન્ય કેવલીને દેવતમાં માનવાનું હતું જ નથી. વળી બને મતવાળા અરિહંત રૂપી દેવને ગર્ભથી ત્રણ જ્ઞાનવાળા માને છે એ પણ સામાન્ય કેવલીને નિમિત્ત હોય જ નહિ. વળી બન્ને મતવાળા તીર્થકર મહારાજના વનાદિ પાંચે કલ્યાણક માને છે અને તેવાં કલ્યાણ કે સામાન્ય કેવલીઓને હોય જ નહિ. અતિદેવ થનારા જીવને તે ભવથી પહેલાંના ત્રીજે ભવે વીસ સ્થાનકેની આરાધના જરૂર હોય છે અને તેથી તેઓ તીર્થકર નામકર્મ બાંધે છે. પણ સામાન્ય કેવલીઓને તેવું કંઈ હેતું નથી. આ બધા ઉપરથી એમ સ્પષ્ટ સમજી શકાય કે – જેમ ઉષ્ણ સ્પર્શને અભાવ માત્ર અગ્નિના અભાવને જ જણાવનાર છે પણ તે ઉષ્ણપણના અભાવ માત્રથી પૃથ્વીપણું કે જલપણું કંઈ સાબીત થાય નહિ તેવી જ રીતે અઢાર દોષને અભાવ માત્ર કુદેવના અભાવને જણાવનાર છે પણ દેવત્વની સાથે એ અઢાર દેની વ્યાપ્તિ નથી. આ કારણને લઈને અજ્ઞાનાદિક અઢાર દે, અગર અન્તરાયાદિક અઢાર દે કહેવામાં કોઈ પણ જાતનો તાત્પર્યભેદ થતો નથી, પણ દિગમ્બરોએ માનેલા અઢાર દેશમાં કેટલાક તે કેવળ મતાગ્રહને લીધે જ છે, અને કેટલાક તે અસંભવિત તરીકે જ છે દેવત્વમાં સુધા તૃષાના અભાવની માન્યતાનું નિરાકરણ :
દિગમ્બરોએ માનેલા અઢાર માં પ્રથમ તે લેકે એ સુધા અને તૃષાના અભાવને સ્થાન આપ્યું છે. એ જ કહી આપે છે કે દિગમ્બરની
For Private And Personal Use Only