________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુરાતન ઇતિહાસ અને સ્થાપત્ય
(૧) પ્રાચીન લેખ સંગ્રહ ( ત્રણ લેખ) મુનિરાજ શ્રી જયવિજયજી
સંપાદક:
(૩૮) सं० १५१८ वर्षे ज्येष्ट सुदि ६ बुधे श्री कोरंटगन्छे उपकेश ज्ञा० मडाहड वा० साह सारंग भा० अरघू पु० टाभाकेन भा० तेजलदे पु० वेला सहितेन मातृ पितृ श्रेयोर्थ श्री अजितनाथबिंब (बं) कारित (तं) प्रति० श्री सावदेवसूरिभिः
સં. ૧૫૧૮ના જેઠ સુદિ ૬ ને બુધવારે, શ્રી મડાહડ૨૮ નિવાસી, કરંટકર ગ૭ અને ઓસવાલ જ્ઞાતિના, શાહ સારંગની ભાર્યા અધૂના પુત્ર; (પિતાની ભાર્યા તેજલદે તથા પુત્ર વેલાથી યુક્ત એવા) શાહ ટાભાએ, પિતાનાં માતા-પિતાના શ્રેય માટે શ્રી અજિતનાથ ભગવાનની પ્રતિમા કરાવી, તેની શ્રી સાવદેવસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
सं० १५२१ वर्षे ज्ये० सुदि ४ मंडपदुर्गवासि प्राग्वाट सं० अर्जन भार्या टबकू स(सु)त सं० वस्ता भा० रामी सुत सं० चांदा भार्या जीविणि पुत्र लीबोकेन भ्रातृ
* નંબર ૩૮ તથા ૭૯ના બે લેખો શિરેહી સ્ટેટમાંના બલુટ ગામના શ્રી શાંતિનાથ ભગવાનના મંદિરની બે મૂતિઓ ઉપરના છે. ૩૮ મો લેખ એક ધાતુની પંચતીથી ઉપરનો છે અને ૩૯ મે લેખ એક ચોવીશી ઉપરનો છે.
૨૮. “આબુ” ગિરિરાજની પશ્ચિમ તરફની તળેટીમાં આવેલા “હણાદ્રા” ગામથી નૈઋત્ય દિશામાં, લગભગ ૨૦ માઈલની દૂરી પર, સિરોહી ' સ્ટેટનું “મઢાર” નામનું ગામ આવેલું છે. તે પહેલાં “મડાહડ’ નામથી પ્રસિદ્ધ હતું. તેના નામ પરથી પહેલાં
મડાહડગ૭” નિકળ્યો હતો, એમ જણાય છે. ‘મઢાર ” મારું ગામ છે. શ્રાવકોનાં ઘરો, મંદિર, ઉપાશ્રયો, પાઠશાળા આદિ છે. સ્ટેટની તહેસીલ, દવાખાનું અને પિસ્ટ ઓફીસ વગેરે પણ છે.
૨૯. “મારવાડમાં આવેલા એરણપુરા રોડ” સ્ટેશનથી પશ્ચિમદિશામાં ૧ર માઈલ દૂર કરતા’ નામનું ગામ હાલ વિદ્યમાન છે. તે, પહેલાં “કેકટકપુર' અથવા
કરંટનગર' નામથી પ્રસિદ્ધ હતું. તેના નામ ઉપરથી “શ્રી કાટકગ” નિક હોય એમ જણાય છે. અહીં હાલ જિનમંદિરે ૪, ઉપાશ્રય ૧, ધર્મશાળા ૧ અને શ્રાવકાનાં ઘરે વગેરે છે. અહીંનું (ગામ બહારનું) શ્રી મહાવીરસ્વામિનું મંદિર ઘણું પ્રાચિન હોવાથી કોટા તીર્થ ગણાય છે. યાત્રાળુઓને સગવડ છે.
For Private And Personal Use Only