________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir “શ્રી જૈન સત્ય પ્રકાશ” ના તા. ૧૭-૩-૩૭ના અંકને વધારે
આ અંકને વધારે ? શ્રી પ્રકરણરત્ન સંગ્રહ. આજ સુધીમાં અનેક પ્રકરણમાળાઓ-પ્રકરણોના સંગ્રહો છપાયા છે. તેમાં અનેક પ્રકરણો જુદા જુદા દાખલ થયેલા છે, પરંતુ અમે આ પ્રકરણોના સંગ્રહમાં તે ખાસ રત્ન જેવા અત્યંત બોધદાયક પ્રકરણનો જ સંગ્રહ કરેલો હોવાથી આ ગ્રંથનું નામ પ્રકરણરત્ન સંગ્રહ રાખેલું છે.
આ બુકમાં બધા પ્રકરણે અર્થ સહિત આપ્યા છે પરંતુ પ્રથમ છપાયેલા આ પ્રકરણોના અર્થ કરતાં આમાં વિશિષ્ટતા એ છે કે આમાં ગાથાના પ્રતિક અન્વયની રીતે લઈને તેના અર્થ લખેલા છે કે જેથી ગાથા ઉપરથી અર્થ ધારનારને સરળતા થવા સાથે શબ્દાર્થને પણ બોધ થાય.
આ બુકમાં દાખલ કરેલા પ્રકરણો ટૂંકામાં નીચે પ્રમાણે છે. ૧ સમ્યકત્વસ્તવ પ્રકરણ-જેમાં સમકિતનું સ્વરૂપ બહુ વિસ્તારથી આપેલું છે. ૨ કાળસપ્તતિકા પ્રકરણમાં બાર આરાનું સ્વરૂપ ઘણું પ્રાસંગિક હકીકત
સાથે આપેલ છે. ૩ કાયસ્થિતિ પ્રકરણ-એમાં સર્વ જીવોની કાયસ્થિતિ ઉપરાંત ભાવસંવેધ બહુ
વિસ્તારથી આપેલ છે. ૪ ભાવ પ્રકરણ-આમાં પાંચ અથવા છ પ્રકારના ભાવનું સ્વરૂપ છે. યંત્ર પણ છે. ૫ વિચારસપ્રતિકા-આમાં જુદા જુદા બાર વિચાર વિસ્તારથી આપ્યા છે. ૬ વિચારપંચાશિકા-આમાં જુદા જુદા નવ વિચાર વિસ્તારથી આપ્યા છે. ૭ સિદ્ધદંડિકા સ્તર–એમાં ભરતચકીથી શ્રી અજિતનાથના પિતા સુધીના રાજાઓ
કેવી રીતે સિદ્ધ થયા તેનું સંખ્યા સાથે વર્ણન છે. તેના યંત્રો પણ આપ્યા છે. ૮ સિદ્ધપંચાશિકા પ્રકરણ-એમાં સંતપદાદિ દ્વારવડે સિદ્ધનું સવિસ્તર વર્ણન છે. ૯ પંચનિર્ચથી પ્રકરણ–આમાં પાંચ પ્રકારના નિર્ચ થના ૩૬ દ્વારા કહેલા છે. ૧૦ નિગોદષત્રિશિકા–એમાં નિગોદનું સ્વરૂપ બહુ સક્ષમ રીતે આપ્યું છે. ૧ સમવસરણસ્તવ–એમાં સમવસરણનું વિસ્તૃત વર્ણન છે. ૧૨ ક્ષમાકુલક ને ૧૩ ઇંદ્રિયવિકાર નિરોધકુલક–ખાસ ઉપદેશક છે. ૧૪ લેકનાળિકા દ્વત્રિશિકા–એમાં લેકનાળિકાનું યંત્રો ને પ્રમાણે સાથે વિવરણ છે. ૧૫ લઘુઅલ્પબદ્ધત્વપ્રકરણ-માત્ર બે ગાથાનું છતાં ચમત્કારી છે. ૧૬ હૃદયપ્રદીપષત્રિશિકા-સંસ્કૃત પદ્યબંધ છે. એમાં દશોવેલ ઉપદેશ તે ખાસ હૃદયમાં દીપક પ્રગટાવી પ્રકાશ આપે તેવો જ છે.
આનું વિશેષ વર્ણન શું કરીએ? બહુ પ્રયાસપૂર્વક તૈયાર કરેલ આ બુક રોયલ આઠ પેજી ૩૯ ફોરમની હોવા છતાં કિંમત માત્ર રૂા. ૧ છે. સુંદર બાઈડીંગથી બંધાવેલ છે. એક વાર મંગાવો, વાંચે ને પછી પત્ર લખી અભિપ્રાય આપે. પટેજ છે આના. પ્રકરણના અભ્યાસી માટે ખાસ ઉપયોગી છે.
મંગાવ–શ્રી જૈનધર્મ પ્રસારક સભા. ભાવનગર
For Private And Personal Use Only