________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દિગંબરની ઉત્પત્તિ
૯૯૯હ•૯૯૧
લેખક :
આચાર્ય મહારાજ શ્રીમત સાગરાનંદસૂરિજી
(ગતાંકથી ચાલુ)
ધ્યાન રાખવાની જરૂર છે કે માત્ર છ આવલિકા જ કાળ રહેવાવાળું સાસ્વાદન સમ્યકત્વ અને માત્ર અન્તર્મુહૂત જેટલે કાળ અપર્યાપ્ત અવસ્થામાં રહેવાવાળી તેજોલેસ્થા માટે ભિન્નપણે નિર્દેશ કરનાર શાસ્ત્રકારે, દેશનકોડ પૂર્વ સુધી, દિગમ્બરના મત પ્રમાણે, પરમ દારિક શરીરને ધારણ કરવાની વાતને જણાવવા માટે ચુપકીદી પકડે, એ આશ્ચર્યની બિના ગણવી જોઈએ; પણ તેવી પરમ ઔદારિકની ભિન્નતા, એના કારણભૂત કર્મના બંધ અને તે બંધનાં કારણે અને તેનું એકેન્દ્રિયપણા જેવી દશામાં હેવું એ સર્વથા છે જ નહિ અને તેથી તેને નિર્દેશ ન કરવાનું આશ્ચર્ય અક્કલવાનેને લાગતું નથી.
ઔદ્યારિક, વિક્રિય, આહારક, તેજસ, શ્વાસોશ્વાસ, ભાષા, મન અને કર્મ, એવી, આઠ પ્રકારની ગ્રહણ કરવા લાયક જે પુગળની વણાએ જણાવેલી છે, તેમાં પરમ દારિક નામની વર્ગણ કેઈ પણ દિગમ્બર ગ્રન્થકારોએ માની નથી. ફક્ત કેવળી મહારાજાઓને આહાર ન માનવાના કદાગ્રહને લીધે જ પરમ ઔદારિકની કલ્પના દિગમ્બર ભાઈઓને કરવી પડી. વળી એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે દારિક શરીર બાંધવું હોય ત્યારે ઔદારિક વર્ગણાનાં પુગળનો આહાર લેવું પડે છે, અને વૈક્રિય તથા આહારક શરીર બાંધવાં હોય ત્યારે આહાર પર્યાપ્તિ દ્વારા કે સમુઘાત દ્વારાએ તે તે વૈકિય અને આહારકનાં પગલે ચડણ કરવાં પડે છે અને તેને માટે વૈકિય અને આહારકમાં પણ શરીરની અપેક્ષાએ અપર્યાપ્તપણું તથા પર્યાતપણું માનવામાં આવે છે. એટલે દારિક, વૈકિય અને આહારક ત્રણે પ્રકારનાં શરીરમાં પહેલાં અપર્યાપ્તપણું હોય અને પછી જ તેનું પર્યાપ્તપણું થાય. એટલે કોઈ પણ શરીરની પર્યાપ્તિ તેની અપર્યાપ્તિ સિવાય હતી જ નથી તે પછી દિગમ્બરભાઈએ જે પરમ દારિક શરીર માને છે તેની અપર્યાપ્ત અવસ્થા જ્યારે માને છે કેવલજ્ઞાન પામવાની સાથે તે પરમ
For Private And Personal Use Only