SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પુરાતન ઇતિહાસ અને સ્થાપત્ય સંપાદકઃસુનિરાજ શ્રી જયન્તવિજયજી (૧) પ્રાચીન લેખ સંગ્રહ (માઠ લેખે) Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૧૨ संवत् १६३२ वर्षे बलहूठ ग्रामे को० पदू | कारित (सं) । प्रतिष्ठितं तपागच्छे महोपाध्याय श्री धर्मसागरगणिभिः श्री हीरविजयसूरिराज्ये ॥ સંવત ૧૬૩૨ માં, ખલદૂ ૨૦ (હાલ ' અરલૂટ' નામથી પ્રસિદ્ધ) ગામના રહેવાસી કાઠારી પદ્મ, આ મૂ. ના. શ્રી પાર્શ્વનાથ દેવની મૂર્તિ કરાવી અને તેની, તપાગચ્છનાયક શ્રીમાન હીરવિજયસૂરિજી મ, ના વિજયવતા રાજ્યમાં મહે।પાધ્યાય શ્રી ધમ સાગરગણિજીએ પ્રતિષ્ઠા કરી છે. ૧૯. નખર ૩૦ થી ૩૭ સુધીના આ લેખા, ‘સિરાહી' સ્ટેટમાં આવેલા ‘ખરલુટ ’ ગામના જિનમંદિરના છે. તેમાંના પ્રથમના ચાર લેખા, મૂ. ના. શ્રી પાર્શ્વનાથ ભગવાનના મંદિરના અને પાછળના ચાર લેખા, શ્રી શાંતિનાથજીના મમંદિરના છે, ન, ૩૦ વાળા-પહેલો લેખ, મુ. ના. શ્રી પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિની બેઠક પર ખાદેલા છે. ૨૦. આ ગામ, ‘સિરેાહી' થી વાયવ્ય ખુણામાં ૧૨ માઈલની દૂરી પર આવેલું . છે. સિરાહી ' સ્ટેટના ‘જોરા ’ પરગણાની તહેસીલનું મુખ્ય ગામ છે. અહીં સ્ટેટની તહેસીલ અને થાણું છે, પરંતુ ગામ ખે જાગીરદારાનું હાઈ બન્ને જાગીરદારે અહીં રહે છે. ગામમાં વિશાપેારવાડ શ્રાવકોનાં ૮૭ ધર છે. શ્રી પાર્શ્વનાથ ભ. નું અને શ્રી શાંતિનાય દેવનું એમ એ જિનમ દિા છે; તેમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર જૂનું છે, તેની પાસે પાચો ખેાદતાં શ્રી શાંતિનાથ દેવની પ્રાચીન મૂર્તિ જમીનમાંથી પ્રગટ થવાથી, ત્યાંના શ્રાવકાએ તેની જોડાજોડ નૂતન ભવ્ય મંદિર બંધાવીને તેની સં. ૧૯૬૩ માં પ્રતિષ્ઠા કરાવી છે પ્રતિષ્ઠા વખતે મેટી રકમના ચડાવા ખેલીને (ન્યાયતી, સાહિત્યતી, ત ભૂષણ મુનિરાજ શ્રી હિમાંશુવિજયજીના સ’સારીપણાના પિતાજી ) શાહ વનાજી જેતાજીએ, મૂ. ના. શ્રી શાંતિનાથ ભગવાનની મૂર્તિ ગાદીપર વિરાજમાન કરી છે. આ મદિરમાંની મૂ. ના. સિવાયની આરસની બીજી આડે મૂર્તિએ નવીન છે, તેમના પર સં. ૧૯૫૧, ૧૯૫૫ અને ૧૯૬૩ ના લેખા છે. મૂ. ના. જીની મૂર્ત્તિ પર લેખ નથી. ધાતુની ચેાવિશી, પોંચતીર્થી અને એકલમૃત્તિ મળીને કુલ ૬ મૂત્તિઓ છે. તેમાં એક પર લેખ નથી. શ્રી પાર્શ્વ`પ્રભુના મંદિરની બે મૂત્તિઓ પર જૂના લેખા છે, તે સિવાયની પ્રાચીન એ મૂર્તિઓ પર લેખા નથી. એ મૂર્ત્તિઓ પરના લેખે વંચાતા નથી, અને ખાકીની For Private And Personal Use Only
SR No.521519
Book TitleJain Satyaprakash 1937 03 SrNo 20
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1937
Total Pages46
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy