SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનપુરીનાં જિનમંદિરની અપૂર્વ કળા લાકડાનું કોતરકામ આજે પણ વિદ્યમાન છે. આ દેરાસર અમદાવાદના હાલના નગર, શેઠના પૂર્વજોએ બંધાવેલું છે. અને તેને વહીવટ અમદાવાદની શ્રીમાન શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના હસ્તક છે. ૩. ઝવેરીવાડ નિશાળમાં વિજયરાજસૂરગ૭વાળાઓના વહીવટવાળા મૂળ નાયક શ્રી શાંતિનાથ ભગવાનના દેરાસરમાં લાકડાનાં સુંદર કોતરકામે આવેલાં છે, જે તેના વહીવટદાએ બહુ જ કાળજી પૂર્વક સંભાળભરી રીતે સુરક્ષિત રાખ્યાં હોય તેમ, તે દરેક ઉપર જડી દીધેલા કાચ જેવાથી નિરીક્ષકને દેખાઈ આવે છે. કાચ એવી સંભાળ પૂર્વક જડેલા છે કે જેથી તેના ઉપર ધૂળના થર વગેરે જામીને તરકામને નુકશાન ન પહોંચવા પામે. ૪. નિશાળમાં જ જગફૂવલભ, પાર્શ્વનાથના સુપ્રસિદ્ધ દેરાસરના ઉપરના ભાગમાં, ચિંતામણિ પાર્શ્વનાથ તથા સહસ્ત્રફણા પાર્શ્વનાથના ગર્ભદ્વારની બહારની બાજુની લાકડાની થાંભલીઓ તથા લાકડાની દિવાલો ઉપર મુગલકળાના સમય દરમ્યાનનો સુંદર પ્રાચીન ચિત્રો તથા રંગમંડપની છતેમાં લાકડાંની સુંદર આકૃતિએના મુગલ સમય દરમ્યાનની યોજનાકૃતિઓનાં કોતરકામો આજે પણ જેવાં ને તેવાં વિદ્યમાન છે. અમદાવાદનાં જિનમંદિરનાં લાકડાનાં કોતરકામ પૈકીનાં સર્વશ્રેષ્ઠ કાતરકામોમાં આ કામની ગણના કરી શકાય. આ જ દેરાસરમાં નીચેના ભૂમિગૃહ (ભેરા) માં મૂળ નાયક શ્રી જગવલ્લભ પાર્શ્વનાથની અતિ ભવ્ય પ્રાચીન મૂર્તિ ખાસ દર્શનીય છે. * મૂર્તિની નીચેની બેઠક (પબાસન) નું સુંદર સંગેમરમરનું બારીક કોતરકામ સ્થાપત્યની દૃષ્ટિએ આગ્રાના જગપ્રસિદ્ધ તાજમહેલનાં કોતરકામને આબેહૂબ મળતું આવે છે. ભોંયરામાં રંગમંડપની બે છતો પૈકીની એક છતમાં જૂના લાલ રંગની પૃષ્ઠભૂમિ ઉપર સુંદર રંગીન પ્રાચીન ચિત્રકામ કરેલું છે, જે મુગલ સમયના ભિત્તિચિત્ર (fresco painting ),ને સારો નમુનો પૂરો પાડે છે. મૂળનાયક શ્રી જગવલ્લભ પાર્શ્વનાથની આ ભવ્ય મૂર્તિની પ્રતિષ્ઠા વિક્રમ સંવત્ ૧૬૫૯ ના વૈશાખ વદ ૬ ના દિવસે મુગલ સમ્રાટ અકબર પ્રતિબોધક જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિના પ્રશિષ્ય શ્રી વિજયદેવસૂરિના વરદ હસ્તે થએલી છે, જે તેના પબાસનના લેખ ઉપરથી સાબિત થાય છે. અમદાવાદના જિનમંદિરમાં તેના મૂળ રૂપમાં (કોઈ પણ જાતના ફેરફાર સિવાય) સચવાઈ રહેલું આ એક જ પ્રાચીન મંદિર હયાત હોવાનું મારી જાણમાં છે. ૫. ઝવેરીવાડમાં શેખના પાડામાં મૂળનાયક શ્રી વાસુપૂજ્ય સ્વામીના દેરાસરમાં લાકડાનું સુંદર કોતરકામ ખાસ દર્શનીય છે. ૬. એ જ શેખના પાડામાં મૂળનાયક શ્રી શીતલનાથપ્રભુના બીજા એક દેરાસરમાં રંગમંડપના ઘુમટમાં, બારસાખમાં તથા થાંભલાઓની કુંભીઓમાં અને ઘુમટ નીચેની છતમાં લાકડાનાં બારીક કોતરકામ ખાસ જોવા લાયક છે. ૭. હાજા પટેલની પોળમાં શ્રી શાંતિનાથની પોળમાં મૂળનાયક શ્રી શાંતિનાથ પ્રભુના દેરાસરમાં રંગમંડપના ઘુમટમાં, થાંભલાઓની કુંભીઓમાં તથા રંગમંડપની * આ મૂર્તિના વર્ણન માટે નએ “જૈન સત્ય પ્રકાશ વર્ષ ૨, અંક ૬, પૃ.-૩૭૪ For Private And Personal Use Only
SR No.521519
Book TitleJain Satyaprakash 1937 03 SrNo 20
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1937
Total Pages46
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy