SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચંપાપુરીને મહિમા સાંભળતાં પિતાના દુઃખનું કારણ કર્મની બીના અને પૂર્વભવમાં આરાધેલા હિણ તપની બીના જાણીને ઉજમણને વિધિ સાચવવા પૂર્વક તે તપનો મહિમા વધાર્યો અને સપરિવાર મુક્તિ પદ પણ મેળવ્યું. આ પુનિત ઘટના પણ આ શ્રી ચંપાનગરીમાં જ બની હતી. કરકંડુ રાજાને સંબંધ કાદંબરી અટવીમાં કલિગિરિની પાસે કુંડ નામના સરોવરને કાંઠે શ્રી પાર્શ્વનાથ પ્રભુ જ્યાં કાઉસ્સગ્ન ધ્યાને રહ્યા હતા, ત્યાં જેણે કલિકુંડ નામના તીર્થની સ્થાપના કરી હતી, તે શ્રી કરકંડુ રાજા પણ પૂર્વે આ નગરીમાં રાજ્ય કરતા હતા. મહાસતી સુભદ્રાનું શીલમાહાભ્ય: જ્યારે આ નગરીના ચારે દરવાજા સજડ બંધ થયા અને તેને ઉઘાડવાને કોઈ પણ સમર્થ થયું નહિ, ત્યારે સતી સુભદ્રાએ કાચા સૂતરના તાંતણાથી ચાલણીમાં, શીલના પ્રભાવે, કૂવામાંથી જલ કાઢી તેને દરવાજા ઉપર છાંટી ત્રણ દરવાજા ઉઘાડ્યા હતા. ચોથે દરવાજો બીજી સતી સ્ત્રીની પરીક્ષા માટે ન ઉઘાડો. ઘણું વખત સુધી ચોથે દરવાજો બંધ રહ્યો. કાલાન્તરે વિક્રમ સં. ૧૩૬૦ ની સાલમાં લક્ષણાવતી નગરીને (બાદશાહ) હમ્મીર શ્રી સુરત્રાણ સમસદીન – (પોતે વસાવેલા) શંકરપુરને કિલ્લો બંધાવવા માટે અહીંથી પાષાણ લઈ જવાના પ્રસંગે આ દરવાજાને પણ લઈ ગયો.. પ્રત્યેકબુદ કરકડની ઘટના રાજા દધિવાહનને પદ્માવતી નામની રાણી હતી. તે રાણીને પુત્ર-ગર્ભના પ્રભાવે એ દેહલો ઉપજે કે “હું રાજની સાથે હાથી ઉપર બેસી મોટા જંગલમાં ફરું ” આ દેહલે પૂર્ણ કરવાને રાજા દધિવાહને રાણી સહિત હાથી ઉપર બેસી વિશાલ અરણ્યમાં ફરવા નીકળ્યા. તે પ્રસંગે હાથીની અંબાડી ઉપરથી ખસી જવાથી રાજાએ ઝાડની ડાળીનું આલંબન લીધું, રાણી ગર્ભના કારણે અશક્ત હોવાથી તે વખતે નહિ ઉતરતાં હાથી ઉપર જ જંગલમાં આગળ ચાલી. ઘણે દૂર જતાં હાથી ઉભો રહ્યો ત્યારે રાણીએ ધીમે ધીમે નીચે ઉતરી પુત્ર પ્રસવ્યો. તેનું નામ કરઠંડુ પાડયું, અને તે ભવિષ્યમાં રાજા થયો. એની માતા પદ્માવતીએ પ્રભુને પવિત્ર ઉપદેશ સાંભળીને વૈરાગ્ય ભાવે ભાગવતી દીક્ષા ગ્રહણ કરી. જ્યારે કરકંડુ રાજા અજાણતાં કલિંગ દેશમાં પિતાની સાથે યુદ્ધ કરવા તૈયાર થયે, ત્યારે આ સાધ્વી પદ્માવતીએ પિતા દધિવાહનની ઓળખાણ આપી તેને યુદ્ધ કરતાં અટકાવ્યો. આ રાજા કરડુને એક વૃદ્ધ બળદ જોઈ સંસારની અસારતાનું ભાન થયું એટલે તેઓ સંયમ લઈ પ્રત્યેકબુદ્ધ થયા અને છેવટે મોક્ષે ગયા. આ પ્રત્યેકબુદ્ધ કરકંડ મહર્ષિને શ્રી સ્થાનાંગ સૂત્રની ટીકામાં પૂજ્યપાદ આચાર્ય પુરંદર શ્રી અભયદેવસૂરિ મહારાજે પ્રત્યેકબુદ્ધ સિદ્ધના વર્ણનમાં દષ્ટાંત તરીકે બતાવ્યા છે. (અપૂર્ણ) For Private And Personal Use Only
SR No.521519
Book TitleJain Satyaprakash 1937 03 SrNo 20
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1937
Total Pages46
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy