SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચંપાપુરી મહિમા ચંપાપુરી નગરીમાં બનેલી કેટલીક ધાર્મિક ઘટનાઓનું સંક્ષિપ્ત વર્ણન લેખક આચાર્ય મહારાજ શ્રીમદ વિજયપધસૂરિજી અયોધ્યાનગરી અને કૌશાંબીનગરીની માફક આ શ્રી ચંપાપુરી પણ મહાપ્રાચીન • નગરી ગણાય છે. આ નગરીમાં શ્રી તીર્થકર દેવનાં પાંચે કરયાણક થયાં છે. શ્રી વાસુપૂજ્ય સ્વામીનાં પાંચ કલ્યાણ કેઃ વર્તમાન વીશીના બારમા તીર્થંકર શ્રી વાસુપૂજ્ય સ્વામી મહારાજા – દશમાં પ્રાણત દેવલેકના વિસસાગરોપમ સુધીનાં દેવતાઈ સુખે ભેગવી, જેઠ સુદ છઠ્ઠને દિવસે આ નગરીમાં સુપૂજ્ય રાજાની શ્રી જયરાણીની કુક્ષિમાં આવ્યા. તે ચ્યવન કલ્યાણક થયું. કુંભરાશિ અને શતભિષફ નામના નક્ષત્રમાં કાર્તિક વદિ ચૌદશે આ નગરીમાં જ તેઓ જન્મ પામ્યા. એટલે તે બીજું કલ્યાણક થયું. ૭૦ ધનુષ્ય પ્રમાણ કાયાવાલા પ્રભુ શ્રી વાસુપૂજ્ય સ્વામી મહારાજાએ કુમાર અવસ્થામાં છઠ્ઠ તપ કરીને ૬૦૦ પુરુષોની સાથે આ નગરીના પાડલ વૃક્ષની નીચે ફાગણ સુદિ પૂનમે પવિત્ર સંયમ ગ્રહણ કર્યું. ત્યારે તેઓ ચતુર્થ જ્ઞાન પામી ચઉનાણી થયા. આ ત્રીજું કલ્યાણક થયું. પહેલું પારણું તેમણે સુનંદ શેઠને ઘેર કર્યું, ત્યાં પંચદિવ્ય પ્રકટયાં. એક માસ છદ્મસ્થપણે વિચર્યા બાદ મહાસુદિ બીજે છઠતપમાં રહેલા પ્રભુને-આ જ નગરીમાં કેવલજ્ઞાન પ્રકટ થયું, જેથી પ્રભુ સર્વજ્ઞ, સર્વદર્શી કહેવાયા. આ તેમનું ચોથું કલ્યાણક થયું. પ્રભુદેવને શ્રી સુભૂમ આદિ ૬૬ ગણધરો હતા. વૈક્રિયલબ્ધિના ધારક મુનિવરો ૧૦૦૦૦, વાદીઓ ૪૭૦૦, અવધિજ્ઞાની ૫૪૦૦, કેવલી ૬૦૦૦, ચઉનાણી મુનિવરે ૬પ૦૦, અને ૧૨૦૦ ચૌદપૂર્વી મુનિઓ હતા. તથા બેરહજાર સાધુઓ, અને શ્રી ધરણી આદિ એક લાખ સાધ્વીઓનો પરિવાર હતો. શ્રાવકે ૨૧૫૦૦૦ હતા અને શ્રાવિકાઓ ૪૩૬ ૦૦૦ હતી. બેરલાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ થતાં પ્રભુ આ નગરીમાં ૬૦૦ મુનિવરેની સાથે, માસિક અણુશણ કરી, અષાડ સુદિ ચૌદશે, મુક્તિને પામ્યા. આ પ્રભુનું પાંચમું કલ્યાણક થયું રેહિણું રાણુની મુક્તિઃ આ પ્રભુદેવના મઘવ નામના પુત્રને લક્ષ્મી નામની પુત્રી હતી. તે લક્ષ્મીને આઠ પુત્ર અને રેશહિણી નામની પુત્રી હતી. નૃપતિ શ્રી અશોકે આ રોહિણીને પટ્ટરાણી પદે સ્થાપના કરી હતી. રોહિણું રાણીને ૮ પુત્ર અને ૪ પુત્રીઓ હતી. આ રેહિર્ણ.એ પ્રભુદેવને રૂધ્યકુંભ અને સ્વણ કુંભ નામના બે મુનિવરોને દેશના For Private And Personal Use Only
SR No.521519
Book TitleJain Satyaprakash 1937 03 SrNo 20
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1937
Total Pages46
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy