________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Regd. No. B. 3801 પ્રભુ શ્રી મહાવીરદેવના જીવન સંબંધી મહત્ત્વનું પ્રકાશન श्री जैन सत्य प्रकाश श्री महावीर निर्वाण विशेषांक જૈનતિ " નામક સાપ્તાહિક પત્રના અભિપ્રાય “એક સંપૂર્ણ અને સર્વાગ સુંદર ' મહાવીર ચરિત્ર’ ની આવશ્યક્તા સ્વીકારી, તેના એક અંગ તરીકે શ્રી જૈન સત્ય પ્રકાશે ? આ મહાવીર નિર્વાણ વિશેષાંકની યોજના કરી હતી, અને આ દળદાર ગ્રંથ જોતાં તે યેજના ફળીભૂત થઈ હોય તેમ જણાય છે. આ અંકમાં હિન્દી-અંગ્રેજી તેમજ ગુજરાતીમાં પ્રભુ મહાવીરના જીવનના, વનના કે તત્કાલીન સમયને ચર્ચતા ત્રીસ ઉપરાંત લેખોનો સમાવેશ થયેલ છે. જેના લેખકોમાં જૈન સમાજના જાણીતા આચાર્યો, વિદ્વાન મુનિવર ઉપરાંત, પ્રસિદ્ધ જૈન વિદ્વાનો છે. ખુશી થવાની વાત છે કે ઈતિહાસમૃતિ શ્રીમાન ઓઝાજી જેવાતા પણ આમાં સહકાર મેળવી શકો છે. આ ગ્રંથ આજે અને ભવિષ્યમાં પણ મહાવીર ચરિત્રના નિર્માણ કરનારને એક ઉપયોગી સાધન થઈ પડશે એ નિર્વિવાદ વાત છે. સમાજમાં પુરાતત્વના એક માસિકની જરૂર છે. આ માસિક જે એ માર્ગે પ્રગતિ કરશે તે સમાજમાં એક જરૂરી પૂર્તિ કરશે તેમાં શક નથી.” તા. 23-1-37 ડ્રાયલ આઠ પેજી સાઈઝ, ઊંચી જાતના કાગળો, સુંદર છપાઈ અને પૃષ્ઠ સંખ્યા 228 છતાં એ અંકનું છૂટક મૂલ્ય માત્ર બાર આના (ટપાલ ખર્ચ” જુદું) જ છે. ટપાલ ખર્ચા:-બુકપેસ્ટથી મગાવનારે કુલ તેર આના મોકલવી. વી. પી. થી મગાવનારને એક રૂપિયાનું વી. પી. કરવામાં આવશે. ગ્રાહક થનારને ખાસ લાભ ! જેઓ બે રૂપિયા ભરીને " શ્રી જૈન સત્ય પ્રકાશ " ના ગ્રાહક તરીકે પિતાનું નામ નોંધાવશે તેમને કેઈ પણ જાતના વિશેષ મૂલ્ય વગર ચાલુ અંક તરીકે આ દળદાર અંક મોકલવામાં આવશે અને તે ઉપરાંત આખા વર્ષ દરમ્યાન બીજા દશ અકા મળતા રહેશે. તો ગ્રાહક થવા માટે આજે જ લખે, શ્રી જૈનધમ સત્યપ્રકાશક સમિતિ જેશીંગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ (ગુજરાત). For Private And Personal use only