________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવરણાત્મક સાહિત્ય પરંતુ મોટે ભાગે તે વચમ મૂળ અને એની ઉપર અને નીચે ટીકા લખેલી જોવાય છે કેટલીક વાર મૂળ અને એની ચારે બાજુ ટીકા લખેલી જોવાય છે. ૩ ત્રિપાટી અને પંચપાટી પ્રતિમાં ટીકા શેધી કાઢવી સહેલી પડે છે.
આપણું વિવરણાત્મક સાહિત્યને અંગે એક બે બાબતે ખાસ નોંધવા જેવી છે જેમને ઉદ્દેશીને ગ્રંથ રચાય તેમની કક્ષાની બહારની વાત તે ગ્રંથમાં ન આવે એ નિયમ સ્વાભાવિક છે. જેમ એ નિયમ મૂળ કૃતિને લાગુ પડે છે તેમ વિવરણાત્મક લખાણને પણ લાગુ પડે છે. અર્જુન સાહિત્યની જેમ જૈન સાહિત્યમાં પણ આ નિયમ ચરિતાર્થ થત જોવાય છે. દાખલા તરીકે કાણુગના ૭૪૭માં સૂત્રની ટીકામાં શ્રી અભયદેવસૂરિએ કરેલો ઉલ્લેખ વિચારો બસ થશે.
મૂળ લેખનો આશય હમેશાં સમજાય જ એ નિયમ નથી એટલે કાલાંતરે એના લખાણના વિવરણમાં કેટલીક બાબતે સમજાતી નથી એવો નિર્દેશ કેટલીક વાર જોવાય છે. આવાં અનેક ઉદાહરણ આપણું સાહિત્યમાં મળી આવે છે.
જેમકે તત્વાર્થધગમશાસ્ત્ર (અ. ૮, સે. ૨૬) ની ભાખ્યાનુસારિણી ટીકા (પૃ. ૧૭૮)માં શ્રીસિદ્ધસેનગણિ કથે છે કે ભાષ્યકારનો શો અભિપ્રાય છે તે સંપ્રદાયનો વિચ્છેદ થવાથી હું જાણી શકતા નથી. નંદીસુર (નંદીસૂત્ર)ની ટીકાની દુર્ગપદવ્યાખ્યામાં અનુજ્ઞાથી માંડીને પદપ્રવર સુધીનાં વીસ પદનો અર્થ સંપ્રદાયના અભાવને લીધે હું કહેતા નથી એમ શ્રીધનેશ્વરસૂરિના શિષ્ય શ્રી શ્રીચંદ્રસૂરિ કથે છે."
અનેકાંત જયપતાકા પ્રકરણના ટિપ્પણકકાર શ્રી મુનિચંદ્રસૂરિ પણ તેમણે રચેલા.. ટિપશુકમાં સંપ્રદાયના અભાવ વિષે કવચિત નિર્દેશ કરે છે.
આ પ્રમાણે સમય અને સાધન અનુસાર આપણું વિવરણાત્મક સાહિત્ય વિષે મેં અત્ર ગુજરાતીમાં ઘડાક ઉહાપોહ કર્યો છે, એટલું સૂચવતો હું વિરમું છું.
૧. આવી પ્રતિને “વિપાટી” કે “ત્રિપાઠી” કહેવામાં આવે છે.
૨. ઉપર જમણી તરફ, ડાબી તરફ અને પછી નીચે એ સામાન્ય અનુક્રમ જણાય છે. : ૩. આવી પ્રતેિને “પચપાટી ” કે પંચપાઠી' કહેવામાં આવે છે.
૪ શ્રી અભયદેવસૂરિએ ઠાણુંગની ટીકાના અંતમાં સંપ્રદાયની હનતા વિશે અને સમવાયાંગની વૃત્તિના પ્રારંભમાં સંપ્રદાયના વિશે ઉલ્લેખ કર્યો છે. વિશેષમાં તેમણે અનુત્તરવવાછર
સાંગાસત્તના વિવરણના અંતમાં કેટલાક શબ્દોના અર્થ અને કેટલાકના પર્યાયથી પોતે માહિતગાર' નહિ હોવાનું સૂચવ્યું છે. પણહવામરણની વિત્તિના અંતમાં તેમણે આનાયના અભાવને ઉલ્લેખ કર્યો છે.
૫ જુઓ “જેન હસ્તલિખિત પ્રતિઓનું વર્ણનાત્મક સૂચીપત્ર” (પૃ. ૧૭, ૧૨. પૃ. ૩૦૮ ),
૧. અંગ્રેજીમાં મેં કેટલીક વધારે હકીકતે આપેલી છે, એટલે એના જિજ્ઞાસુને “The Joina commentaries ” નામક મારે લેખ જેવા ભલામણ છે.
For Private And Personal Use Only