________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
૫
મખલિપુત્ર શૈશાલ કર હતા. એ જ કારણ છે કે ગોશાળાને ભગવાન મહાવીર સ્વામીને શિષ્યાભાસ કહેવામાં આવે છે.
ગશાળક અને તેના આજીવિકમતનો પરિચય જેના ઉવાસદસાઓ અને ભગવતી સૂત્રમાં આધિજ્યથી પ્રાપ્ત થાય છે, તે પણ ટીકામાં નહિ, મૂળમાં. તેના આધારે “મંલિ ગોશાળ” ને પરિચય અહીં પાઠકને સંક્ષેપથી કરાવવામાં આવે છે: પરિચય:
ગશાળાને પિતા મંખર જતિને હતો. તેને ભદ્રા નામની સ્ત્રી હતી. કોઈ વખતે ભદ્રા સગર્ભા થઈ. તે વખતે સરવણ ગામમાં ગેહુલ નામક બ્રાહ્મણની
૨. મંલિ ગોશાલ સંબંધી જેવી રીતે જેના ભગવતીસૂત્રમાં ઉલ્લેખ આવે છે, તેવી રીતે “ઉવાસદસાઓ માં પણ આવે છે. બૌદ્ધ ગ્રંથોમાં પણ તેને ઉલ્લેખ સ્થાન સ્થાન ઉપર આવે છે. આ વાત છ ધર્મપ્રચારક સંબંધીની નેટમાં જણાવી છે. આ સિવાય આધુનિક યુરોપિયન અને ભારતીય વિદ્વાનોએ પણ “મખલિગેશાલ અને તેના “આજીવિકમત ઉપર ઘણું લખ્યું છે.
મંખલિગેશલ” એમાં બે શબ્દો છે. મંખલિ” અને “ગાશાળ' મંલિ' શબ્દના સંબંધમાં વિદ્વાનોમાં મતભેદ છે.
ભગવતીસૂત્ર, કે જેમાં ગોશાળાનું વિસ્તૃત જીવનચરિત્ર છે, તેમાં “સંખલિ” એ ગોશાળાના પિતાનું નામ બતાવ્યું છે. “મંખ એ એક માંગણવૃત્તિ કરનારી જાતિનું નામ છે. અને તેને ઉપરથી મંખલિ” નામ ગૌશાળાના પિતાનું બતાવ્યું છે.
બૌદ્ધગ્રંથ દીઘનિકાયની ટીકામાં બુદ્ધષનું કથન છે કે “મંલિ' એ ગશાળાનું જ નામ હતું. અને તે ગોશાળામાં જન્મ્યો હતો, એટલા માટે એનું પ્રસિદ્ધ નામ “ગોશાલ ' પડયું.
પ્રસિદ્ધ વિદ્વાન છે એ. એફ. આર. હેઅલ્લે એન્સાઈકલોપીડિયા ઓફ રિલિજ્યન્સ એન્ડ એથિકસ ના વૈ. ૧ માં સંખલિગશાળા ના
આજીવિકસંપ્રદાય ઉપર એક લેખ લખ્યો હતે તેમાં તેમણે સંખલિમખાલિમરી શબ્દ ઉપર ખૂબ પરામર્શ કર્યો છે. અન્તમાં તેમણે પોતાને અભિપ્રાય પ્રકટ કરતાં લખ્યું છે:
સત્ય, નિઃશંક વાત એ છે કે– નાયડુત્ત=નાયવંશને માણસ” (ભ. મહાવીરનું વિશેષણ), એવી જ રીતે “મંખલિપુત્ત” એ પણ સાધિત શબ્દ (Formation) છેએ એવું સૂચન કરે છે કે ગોશાલ, મૂળ “મંલિ કિંવા મરિન નામના ભિક્ષુક વર્ગને મનુષ્ય હતો.”
ની પુષ્ટિમાં ડે. અર્લ પ્રમાણ આપે છે કેઃ વિખ્યાત વૈયાકરણ પાણિની, પિતાના વ્યાકરણમાં “મશ્કરિન” નામ હેવાનું એ કારણ બતાવે છે કે “તે લેકે પિતાના હાથમાં “મશ્કર' (વાંસદડ) રાખતા હતા. દંડ રાખવાના કારણે તેઓ “એકદંડિન ' ના નામથી પ્રસિદ્ધ થતા હતા. પતંજલિ એ “ભાષ્ય માં સમજાવ્યું છે કે “ આવી જાતના પરિવ્રાજક “મરિન ' કહેવાતા હતા
For Private And Personal Use Only