________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૩
મધુ શ્રી મહાવીરનું તરવજ્ઞાન અનુમાનના પૂર્વવત, શેષવત અને સામાન્ય તદષ્ટ, એમ ત્રણ ભેદ છે. ત્યાં કારણથી કાર્યનું અનુમાન કરવું, તે પૂર્વવત્ કહેવાય છે, કારણકે હંમેશાં પૂર્વમાં કારણ જ હોય છે, અને પછી જ કાર્ય થાય છે. જેમ સૂત્ર અને વસ્ત્ર બનાવવાની સામગ્રી પહેલાં હોય ત્યારે વસ્ત્ર બનશે, એવું અનુમાન કરવું તે પૂર્વવત અનુમાન કહેવાય. કાર્યથી કારણનું અનુમાન થાય તે શેરવત્ અનુમાન કહેવાય છે. જેમ ધૂમરૂપ કાર્યથી અગ્નિનું અનુમાન કરવું. અહીં ધૂમ અગ્નિના શેષ રૂપ છે. એક આંબે મરવાળો યા ફળવાળા જેઈ સર્વ આંબાઓને મારવાળા યા ફળવાળા કહેવા, તે સામાન્ય દષ્ટ અનુમાન છે. અથવા દેવદત્તની ગમન પૂર્વકની સ્થાનાંતરની પ્રાપ્તિને જોઈને સૂર્યની સ્થાનાંતર પ્રાપ્તિ, ગમન પૂર્વક માનવી તે પણ સામાન્યતોદષ્ટ અનુમાન કહેવાય છે. અહીં આ વિચાર કરતાં લાગશે કે પ્રત્યક્ષ પૂર્વક અનુમાન હોય છે, કેમકે ધૂમ અને અગ્નિને સંબંધ પ્રત્યક્ષથી ગ્રાહ્ય થયા પછી ધૂમનું પ્રત્યક્ષ જ્ઞાન થાય છે, ત્યારે પરોક્ષ અગ્નિનું અનુમાન થાય છે. એટલે અનુમાનમાં પ્રત્યક્ષની જરૂર રહે છે. ઉપર પ્રમાણે પ્રત્યક્ષનું પ્રામાણ્ય નહિ હોવાથી અનુમાનનું પ્રમાણ પણ ટકી શકતું નથી.
પ્રસિદ્ધ સાધમ્યથી સાધ્યને સિદ્ધ કરનાર ઉપમાન પ્રમાણ કહેવાય છે. જેમકે જોરદ જવા, કોઈ આદમીએ રોઝને નથી જોયું, તેણે જાણકારને પૂછ્યું કે રોઝ કેવું હેય ? ત્યારે અનુભવીએ જવાબ આપો, કે ગાયના જેવું. આ વિષય પણું અનુમાનમાં આવી જાય છે એટલે અપ્રમાણ છે. વળી આગમ-શબ્દ પ્રમાણને વિચાર કરીએ, તે તે આપ્તપ્રરૂપિત હોય ત્યારે જ પ્રમાણુ થઈ શકે અને અહન સિવાય બીજા કાઈ આપ્ત હોઈ શકતા નથી, તે પ્રસંગે વિચારીશું. એમ ચારે પ્રમાણો ઉડી જાય છે. વળી પ્રમાણુ એ જ્ઞાન છે, અને જ્ઞાન આત્માને ગુણ છે, તેને પૃથક્ પદાર્થ માનશો, તે પછી રૂપ, રસ, ગંધ, સ્પર્શ, વગેરે ગુણોને પણ, જુદા પદાર્થરૂપે માનવા જતાં, પદાર્થની સંખ્યામાં વૃદ્ધિ થશે; એટલે સોળ કાયમ નહિ રહી શકે. કદાચ કહેશે કે અમોએ પ્રમેય નામને બીજે પદાર્થ માને છે, તેમાં શબ્દ રૂપાદિનું ગ્રહણ થઈ શકશે. બેશક, શબ્દ રૂપાદિનું ગ્રહણ થઈ શકશે, પણ પૃથકૃપણે નહિ. દ્રવ્યના પ્રહણથી તેનું ગ્રહણ છે, જુદું નથી. તેમ પ્રમાણ પદાર્થ, જ્ઞાનાત્મક હોવાથી, આત્માથી જુદે ન હોઈ શકે, એટલે પદાર્થની સંખ્યા ટુટી જાય છે.
હવે બીજે પદાર્થ પ્રમેય નામને નાયિકે માને છે, તેને પરામર્શ કરીએ તે તેમાં પણ કેટલી બધી ડ્યુટી છે તે સહજ સમજાશેઃ
प्रमेयं त्वात्मशरीरेन्द्रियार्थबुद्धिमनःप्रवृत्तिदोषप्रेत्यभावंफलदुःखापवर्गाः ' અર્થ:– આત્મા, શરીર, ઇન્દ્રિય, વિષ, બુદ્ધિ, મન, પ્રવૃત્તિ, દેષ, પ્રત્યભાવ, ફેલ, દુઃખ, અને અપવર્ગ, એમ પ્રમેય નામના દ્વિતીય પદાર્થના બાર ભેદો કરે છે. તેમાં આમાં એ પદાર્થ બરાબર છે. કેઈથી ના કહી શકાય તેમ નથી. કારણકે આત્માને નહિ માનનારની સર્વ બાજી ધૂળમાં મળી જાય છે. ત્યારપછી શરીર . અને ઈન્દ્રિયો એ આત્માનાં ગાયતન કહેવાય છે. અને ભક્તવ્ય ( ભોગવવા લાયક. ) ઈધિયાર્થ (એટલે ઈદ્રિયોના વિષયે ) છેતે પણ છવની સાથે, બીજો અજીવ પદાર્થ પ્રભુ મહાવીરે કહેલ છે, એટલે તેમાં આવી જાય છે. બુદ્ધિ ઉપયોગનું નામ છે તે જ્ઞાનરૂપ હેવાથી, આત્માને ગુણ છે. એટલે જુદે પદાર્થ ન ગણાય. મન, દ્રવ્ય-સ્વરૂપ
For Private And Personal Use Only