________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૮
શ્રી જૈન સત્ય પ્રકાશ બતાવવામાં આવેલ છે તે ક્ષેત્રને આશ્રીને, તે તે કાળ વિશેષમાં તે તે વસ્તુ વિશેષના વિચ્છેદને એ અર્થ નથી કે એ વસ્તુ ઉત્પન્ન થતી હોવા છતાં શાસ્ત્રકારો હઠાત્ તેને નિષેધ કરે છે અથવા એને સ્વીકારતા નથી, ખરી વાત એ છે કે અમુક કાળમાં અમુક વસ્તુની ઉત્પત્તિની કઈ પણ રીતે સંભાવના જ ન હોય એટલે શાસ્ત્રકારે તે કાળમાં તે વસ્તુને વિચ્છેદ બતાવે છે. એક વંધ્યા ગણાતી સ્ત્રીને પુત્ર ઉત્પન્ન ન જ થાય એમ અથવા તેને પુત્ર ઉત્પન્ન થાય તો પણ તેને પુત્ર તરીકે ન માનો એમ કેઈની પણ ઈચ્છા નથી દેતી. પણ એ સ્ત્રીને સ્વયંભૂ સ્વભાવ જ એ હોય છે કે જેથી તેને સંતાનની પ્રાપ્તિ અસંભવ થાય છે. શાસ્ત્રોમાં વર્ણવવામાં આવેલા અમુક કાળ કે ક્ષેત્રને આશ્રીને અમુક વસ્તુના વિચછેદ પણ આવા સ્વભાવજન્ય કારણે ઉપર જ અવલંબિત છે. ક્ષેત્ર અને કાળબળના પરિણામે જિનકપને પણ અંતિમ કેવળી શ્રી જંબુસ્વામી પછી વિચ્છેદ થઈ ગયો છે એ વાત શ્રી વિશેષાવશ્યક ભાગકાર સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે. છતાં એ જિનકલ્પનું પાલન કરવાને દાવો કરતા દિગંબર ભાઈઓ ખરેખર ભૂલ ખાય છે. જિનકલ્પના અંગે સૌથી પ્રથમ એ ધ્યાનમાં રાખવું જોઈએ કે જિન૫ના પાલન માટે વષભનારાચ સંઘયણ જોઈએ. એ સંઘયણ ભગવાન સ્થલભદ્રજીથી આગળ ચાલ્યું નથી એટલે ” શિવભૂતિજીના સમયમાં એ સંઘયણ ન હતું. વળી જિનકલ્પ લેનારને ઓછામાં ઓછું નવમા પૂર્વની ત્રીજી વસ્તુ સુધીનું જ્ઞાન હોવું જ જોઈએ, અને શિવભૂતિજીના વખતમાં તે તેમાંનું કશુંય ન હતું. છ માસ સુધી આહાર ન મળે અને તેથી છ માસ સુધી ઉપવાસ કરવા પડે છતાં સંયમ વ્યાપારમાં જરા પણ ખામી ન આવે એટલી શક્તિ જિનકલ્પના પાળનારમાં હોવી જોઈએ. આ શક્તિ પણ શિવભૂતિજીના વખતમાં ક્યાં હતી? આ ઉપરાંત સ્થંડિલ વગેરેની પણ અનેક આકરી મર્યાદાઓ પાળવાની શક્તિ હેવી, જિનકલ્પવી માટે, અનિવાર્ય છે. આવી મોટી શક્તિવાળે જિનકલ્પને આરાધક કદાચ નિર્વસ્ત્ર પણ થાય! પણ એ નિવસ્ત્રપણાને અર્થ એ નથી કે એ મુહપત્તિ અને રજોહરણ જેવાં સંયમનાં સાધનો પણ ન રાખે !
આ પ્રમાણે જિનકલ્પના આચાર માટેની વિશિષ્ટ યોગ્યતાઓને શિવભૂતિજીના સમયમાં વિચછેદ થઈ ગયો હતો એટલે દિગંબરો જિનકલ્પના પાલક હોવાનો દાવો કરે એ કઈ રીતે માન્ય થઈ શકે નહીં.
(અપૂર્ણ)
For Private And Personal Use Only