SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - તંત્રી સ્થાનેથી ૧૨૯ જ બારીક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. એ મહાપ્રભુના શાસનની શીતળ છાયામાં, પવિત્રપણે પિતાનું જીવન જીવનારાઓની સંખ્યા આજે દિન પ્રતિદિન વધુને વધુ મર્યાદિત થતી જાય છે. ધીમે ધીમે આપણી ભાવનાનો પ્રવાહ આધ્યાત્મિકતા કરતાં ભૌતિકતા તરફ વહેતે જાય છે. જડવાદ જગત ઉપર પોતાનું વર્ચસ્વ જમાવત જાય છે. મૈત્રો, પ્રમાદ અને વિશ્વબંધુત્વની ઉદાત્ત ભાવનાએ આજે અલોપ થતી જેવાય છે. માનવી ધીમે ધીમે વધુને વધુ સ્વાર્થપરાયણું બનતું જાય છે. પરમાત્મા મહાવીરના યુગ પહેલાં જે હિંસા ધર્મના નામે કરવામાં આવતી હતી, લગભગ તેટલી જ –કદાચ પ્રમાણમાં તેથીય વધારે-હિંસા આજે માનવી પોતાના પિષણ માટે કે પોતાની વિલાસી વૃત્તિને પોષવા માટે કરે છે. પિતાની ઈચ્છા થાય તો કેવળ એક સુંદર કમરપટો મેળવવા માટે આજને માનવી નિર્દોષ સર્પને મારી નાખે છે અને પોતાની ઈચ્છા થાય તે, પોતાના બીનજરૂરી શેખને માટે, જીવતા જાનવરની ચામડી ઉતરડાવતા પણ એ અચકાતા નથી. વિજ્ઞાનની સાથે વધતી જતી મનુષ્યની સ્વરક્ષણભાવના એટલી હદે પહોંચી ગઈ છે કે, પોતાને જુવાન થવાની ભાવના જાગે તો તે એકાદ વાનર ઉપર શસ્ત્રક્રિયા કરી તેની બેલગ્રંથી પોતાના શરીરમાં દાખલ કરી દે અને છતાંય એને એ વાનર માટે જરાય કરુણ ન ઉપજે ! અલબત આજે એ યજ્ઞની હિંસા નહિવત બની ગઈ છે, પણ બીજી બાજૂ આવી જશોખ અને શરીરવિણની હિંસા ખૂબ વધી ગઈ છે એટલે પરિણામે નિર્દોષ પ્રાણીઓને સંહાર તો ખૂબ વધી ગયો છે. પ્રભુ મહાવીરની યાદ: જિનબિંબ અને જિનાગમઃ આ યુગનું આવું ભયાનક સ્વરૂપ જોતાં સહેજે આપણને પ્રભુ મહાવીરની યાદ આવી જાય છે. નાનામાં નાના કીટાણુથી લઈને મોટામાં મોટા ચક્રવતી સુધી દરેકને સમભાવની નેહભરી નજરે નિરખનાર, અજોડ અહિંસક એ પરમકરૂણામૂર્તિ પ્રભુના ઉપદેશના પ્રચારની આજે ખરેખર ખૂબ જ આવશ્યકતા છે. શાસ્ત્રનાં વચનો પ્રમાણે આપણે જાણીએ છીએ કે સમગ્ર વિશ્વનો ઉદ્ધાર કરવાની શક્તિવાળા તીર્થકર જેવા પરમ પુરુષો અત્યારે મળવા શક્ય નથી. પણ એ જ શાસ્ત્રો આપણને ફરમાવે છે કે, જિન-તીર્થંકરના અભાવમાં જિનબિંબ અને જિનાગમની ઉપાસનાથી માનવી પોતાનું કલ્યાણ સાધી શકે છે. જગત માટે જીવી જનારા પુણ્યક પુરુષો છેવટે તો પિતાના અક્ષરદેહે–પતિ આપેલા ઉપદેશના સાહિત્યરૂપે- જ અમર થાય છે. એમના એ અક્ષરદેહ–ઉપદેશ–ની ઉપાસનામાં માનવી પિતાનું શ્રેય સાધી જાય છે. જિનાગમ-જૈન સાહિત્યના પ્રચારની અગત્ય: એટલે જે આપણને જનતામાં વધતી જતી આધ્યાત્મિક બેદરકારી તરફ તિરસ્કાર ઉત્પન્ન થતો હોય અને એને આપણે દૂર કરવા ચાહતા હોઈએ તે અમને લાગે છે કે આપણે વહેલામાં વહેલી તકે એ પ્રભુભાષિત ઉપદેશોને વધારેમાં વધારે પ્રચાર કરે જોઈએ. આ દિશામાં હવે વધુ દુર્લક્ષ્ય કરવું આપણને પાલવે એમ નથી. આપણે જૈનસાહિત્ય એવં જિનભાષિત આગમો દુનિયાના કોઈ પણ તત્ત્વજ્ઞાન કરતાં સરસાઈ ભોગવે એવાં છે એ નિર્વિવાદ છે. જરૂર માત્ર એને જનતા સમક્ષ રજૂ કરવાની જ છે. જે એ સાહિત્ય અનેક ભાષાઓમાં પ્રકટ કરાવીને તેના હાથમાં મૂકવામાં આવે તે લેફજીવન For Private And Personal Use Only
SR No.521516
Book TitleJain Satyaprakash 1936 11 12 SrNo 16 17
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1936
Total Pages231
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size102 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy