SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - શ્રી જૈન સત્ય પ્રકાશ કાતિક કરનાર કંઈ પણ મનુષ્ય જોઈ શકશે કે ભૂતકાળને એ આંગણું ઉપર ભગવાન મહાવીરે ધર્મભાવના અને સદાચાર – ભાવનાના અનેક કંકુવર્ણ સાથિયા પૂર્યા હતા. અહિંસાનો ગંભીર નાદ સંભળાવીને માનવી હૃદયના દયાના અંકુરને વિકસાવીને ભગવાને અશકય લાગતું કામ શક્ય કયું, અને અહિંસાના મહામૂલા મંત્રની જગતને પ્રાપ્તિ કરાવી. પ્રભુ મહાવીરની સફળતાની મુખ્ય ચાવી: સંપૂર્ણ આત્મશુદ્ધિ પિતે આદરેલા ધર્મ-કરૂપણના કાર્યમાં પરમાત્મા મહાવીરે મેળવેલ સફળતાને મુખ્ય આધાર એ મહાપ્રભુની આત્મશુદ્ધિ અને આત્મશક્તિના અનંત વિકાસ ઉપર છે. પોતાની આસપાસના સંસારને દુઃખમાં ડુબેલે જોઈને તેમાંથી તેને ઉદ્ધાર કરવાની ભાવુક લાગણીઓના પ્રવાહમાં તણાઈને પિતાને આત્માનું કલ્યાણ કરવાનું વિસારી મૂકવાની સહજ ભૂલ ઘણાય માનવીઓ કરી બેસે છે. પરમાત્મા મહાવીરદેવના જીવનની ખાસ વિશિષ્ટતા એ છે કે તેમણે લોકોપકારની અપાર લાગણીઓના પ્રવાહને રોકીને સાડાબાર વર્ષ જેટલા લાંબા સમય સુધી, સાવ એકાકી જીવન ગાળી, અનેક ઘર સંકટો સહન કરીને અને ઉગ્ર તપસ્યા કરીને પહેલાં સંપૂર્ણ આત્મસિદ્ધિ મેળવી, અને પછી લોકઉદ્ધારના માટે પદાર્પણ કર્યું. આત્મ-સાધના પછીની એમની લોકકલ્યાણની પ્રવૃત્તિની સફળતાનું શું કહેવું? શું રાજાઓ કે શું મહારાજાઓ; શું બ્રાહ્મણ કે શું બ્રાહ્મણેતરો, શું સામાન્ય માણસો કે શું રાજપુ: એ બધાય એમની આસપાસ ટોળે મળતા અને એમના ઉપદેશને બેલે બોલ ઝીલીને પોતાનું કલ્યાણ કરતા! “જે તરી શકે તે તારે, જે જીતી શકે તે છતાડે” એ વૃદ્ધવચન ખરે જ, ઘણું સાચું છે. ધાર્મિક-કલહો અને સ્યાદ્વાદ-અનેકાંતવાદની ભેટઃ - એક બીજી મહત્વની વસ્તુ પણ ન ભૂલવી જોઇએ. તે વખતે જેમ હિંસાદિક ખૂબ વધી ગયાં હતાં તેમ, સાંપ્રદાયિક મત મતાંતરે પણ ખૂબ વધી ગયા હતા અને દરેક સંપ્રદાય પિતાના મંતવ્યને સાચું બતાવવાની અને બીજા ધર્મોનાં તત્ત્વોને બીલકુલ ખોટાં બતાવવાની એકાંત પ્રરૂપણ કરતા હતા. પરિણામે રાત દિવસ ધાર્મિક કલહ થતા હતા અને એ કલહની આગથી આખો સમાજ સંતપ્ત થઈ ગયો હતો. પરમાત્મા મહાવીરદેવે, આ સાંપ્રદાયિક કલેશને શાંત કરવાનો એક મહામંત્ર શોધી કાઢયો. એ મંત્ર તે સ્યાદ્વાદ-અનેકાંતવાદ ! એ અનેકાંતવાદને ઉપદેશ આપીને પ્રભુએ, કેવળ એક જ આંખે અને વસ્તુની એક જ બાજૂને જોવાને ટેવાઈ ગયેલા માનવીઓને અનેક દૃષ્ટિએ અને એક જ વસ્તુની અનેક બાજૂએને દેખતા કર્યા. પરિણામે ગેરસમજણ કે મતાંધતાના કારણે અથડાઈ પડતા લોકે એક બીજાને સમજતા થયા અને નિરર્થક કલેશને અંત આવ્યો. આમ મહાવીરદેવે જગતને અનેકાંતવાદ – સ્યાદ્વાદની મહાન ભેટ કરી! આ પ્રમાણે પ્રભુ મહાવીરે લોકોને ખૂબ જાગ્રત કર્યા, “દરેક પ્રાણીને આત્મા સર છે ” એ દયાની ભાવનાને પ્રવાહ દરેકના હૃદયમાં વહેતો કર્યો અને એવી રીતે આત્મિક અકર્મણ્યતા અને આધ્યાત્મિક સુષુપ્તિને અંત આણ્યો. અત્યારની વિષમ પરિસ્થિતિ: આ બધી તે ૨૫૦૦ વર્ષ પહેલાંના એ યુગથી વાત થઈ ! પણ અત્યારે જે આપણે જોઈશું તે આપણને લાગ્યા વગર નહીં રહે કે અત્યારે આ સમાજ બહુ For Private And Personal Use Only
SR No.521516
Book TitleJain Satyaprakash 1936 11 12 SrNo 16 17
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1936
Total Pages231
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size102 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy