________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯૯૩
સત્યપુર-સાચેશ્વર તીથ
૩૪૧
અનુક્રમે તે સૈન્ય સત્યપુરની નજીક આવતાં બ્રહ્મશાંતિ દેવે વિષુવેલા મેાટા સૈન્યને જોઈને ગુજરાતના મહારાજા સાર્ગદેવના સૈન્યના આગમનની શંકાથી મેાગલ સેના ભાગી ગઈ. સત્યપુરની સીમામાં પણ તેણે પ્રવેશ ન કર્યો. ઉલ્લખાનના હુમલા અને બ્રહ્મશાંતિ યક્ષના પ્રભાવ : વિ. સં. ૧૩૫૬માં બાદશાહ અલાઉદ્દીન ખીલજીના નાના ભાઈ ઉલૂખાન, મત્રી માધવની પ્રેરણાથી દિલ્લીનગરથી મેાટા સૈન્ય સાથે ગુજરાત તરફ જવા માટે નીકળ્યા. માર્ગીમાં ચિત્રકુટ ( ચિત્તાડ )ના અધિપતિ સમસિ ંહે દંડ આપીને મેવાડ દેશનું રક્ષણ કર્યું. ત્યારપછી યુવરાજ હમ્મીર, વાગડ દેશને તથા સુહુડાસય (?) આદિ નગરને ભાંગીને આશાપલ્લી ( અમદાવાદ )માં પહેાંચ્યા, એટલે ત્યાંતા ( ગુજરાતને કદેવ રાજા નાસી ગયા. હમ્મીરે પ્રભાસપાટણ જઈ સોમનાથમહાદેવની મૂર્તિને ધણુના પ્રહારથી તેડીને ગાડામાં નાંખીને દિલ્લી મેાકલી દીધી. ત્યાંથી તે વામનસ્થલી ( સારડ-વણથલી ) જઈ, ત્યાંના મંડલિક રાજાને દડી, સારાષ્ટ્ર-સારહમાં પોતાની આણ પ્રવર્તાવીને પાછે આશાપલ્લી આવીને ત્યાં કેટલોક સમય રહ્યો. તેણે ઘણાં મ, મદિર, દેવકુલ-દેહરાં આદિને તેાડી, ફાડી, બાળી નાંખ્યાં. અનુક્રમે તે ત્યાંથી સખ્તરશત દેશમાં ગયા અને ત્યાંથી સત્યપુર નગરમાં આવ્યો. ત્યાંના મંદિર તેાડવાની તેની ઈચ્છા હતી. પર ંતુ શ્રીબ્રહ્મશાંત ક્ષે ચમત્કાર દેખાડવાથી તે ત્યાંથી સૈન્યસહિત એકદમ પલાયન થઈ ગયે।. વગેરે વગેરે શ્રીસત્યપુરીય શ્રીમહાવીરદેવનાં અનેક આશ્ચર્યાં અને ચમત્કારે પૃથ્વીમંડલમાં પ્રગટ
રીતે સંભળાય છે.
બ્રહ્મશાંતિયક્ષને અભાવ અને જિનબિ‘બની અસાતના :
ભવિતવ્યતા ખળવતી હાય છે. કળયુગના પ્રભાવથી વ્યંતર દેવા ક્રીડાઓમાં વધારે તત્પર રહે છે અને ગાયનું માંસ તથા રૂધિર છાંટવાથી અધિષ્ઠાયક દેવ · મદિર છેડીને ચાલ્યા તૈય છે. તદનુસાર અધિષ્ઠાયક શ્રી બ્રહ્મશાંતિ દેવ મેાજ-શાખમાં મસ્ત હશે અથવા ક્રીડા કરવા અહીથી બીજે સ્થાને ગયેલ હશે તેવા કોઈ સમયમાં એટલે વિ. સં. ૧૩૬૭ માં અલાઉદ્દીન ખીલજીએ સત્યપુરથી અત્યંત માહાત્મ્ય—પ્રભાવવાળા શ્રી મહાવીર જિનદેવના બિંબને દિલ્લીમાં લઈ જઈ તે તેની અત્યંત અનુચિત અસાતના કરી.
ગુરુ—પરંપરાથી સાંભળેલી અને કેટલીક જાતે અનુભવેલી હકીકતવાળા આ શ્રી સત્યપુરકલ્પ શ્રીમાન જિનપ્રભસૂરિજીએ રચ્યા છે.
( આ કલ્પ ઉપરથી જણાય છે, કે— તાહુડ રાજાએ અને કનાજના રાજાએ 'ધાવેલાં શ્રી મહાવીર સ્વામીનાં મદિરા અને મૂર્ત્તિઓ વિ. સં. ૧૩૬૭ સુધી તે અહીં ( સાચારમાં ) ખરાબર વિદ્યમાન હતાં. પરંતુ ઉક્ત સવમાં અલાઉદ્દીન ખીલજીએ ઉક્ત મદિરા અને મૂત્તિઓને નાશ કર્યાં. શ`ખ નામને કુવા તે। ત્યારપછી પણ ઘેાડાંક વર્ષ સુધી એટલે આ કલ્પના રચના-કાળ (લગભગ સ. ૧૩૭૫) સુધી તે અવશ્ય વિદ્યમાન હતેા. ઉપર જણાવેલા વિ. સ. ૧૩૪૮, ૧૩૫૬ અને ૧૩૬૭ના પ્રસંગે। સમયે આ કલ્પના રચયિતા શ્રીમાન્ જિનપ્રભસૂરિજી સાધુ અવસ્થામાં વિદ્યમાન હાવાથી ઉક્ત પ્રમંગે લગભગ સાચા જ હેાય તેમ સ`ભવી શકે છે.— સંગ્રાહક, )
For Private And Personal Use Only