SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ કાર્તિક નામ પડયું હતું. તે કોઈ એક પ્રતિષ્ઠાના ચમત્કારિક પ્રભાવથી આકર્ષિત થઈને સત્યપુરના શ્રી વીર પ્રભુના ચૈત્ય-મંદિરમાં રહે છે અને ભગવાનની સેવા કરે છે. ગજની પતિને હુમલો, અને તેને પરાજય: વિ. સં. ૮૪૫માં ગીજનીપતિ હમીરે વલભીપુર નગરને ભાંગ્યું. ત્યાર પછી કેટલાક સમય બાદ બીજા કેાઈ ગજનીપતિ લેછરાજાએ આવીને ગુજરાત દેશને ભાંગ્યા. ત્યાંથી પાછા વળતાં તે પ્લે છ રાજા સંવત્ ૧૦૮૧ માં સત્યપુર પહોંચે. ત્યાં શ્રી મહાવીરસ્વામીના મનોહર ચિત્યને દેખીને; મારો, તેડે એવા શબ્દો બોલતાં તેના સૈનિકે સાથે તે તેમાં પડે. તેણે હાથીઓ જોડીને હાથીઓ દ્વારા શ્રી વીર ભગવાનની મૂર્તિ ખેંચાવી, પરંતુ લેશમાત્ર પણ પિતાના સ્થાનથી મૂર્તિ ખસી નહીં તેથી બળદેને જોડીને ખેંચાવતાં બ્રહ્મશાંતિ યક્ષ પૂર્વભવમાં બળદ હતું તેથી બળદ ઉપરના રાગથી બ્રહ્મશાંતિ યક્ષે તે મૂર્તિને ચાર આંગળ ચલાવી, પછી ગીજનીપતિ પોતે જ હાંકતા હોવા છતાં વીર પ્રભુની મૂર્તિ ત્યાં જ નિશ્ચલ થઈ ગઈ બીજનીપતિ ઝંખવાણે પડી ગયો. પછી ઘણના ઘાથી પ્રહારો કર્યા, પણ તે ઘા અંતેઉરમાં તેની રાણીઓને લાગવા માંડ્યા. ત્યારપછી તરવારના પ્રહારોથી પણ નિષ્ફળ થયેલા તે પ્લેચ્છો ઠેષ અને ક્રોધથી વીર પ્રભુની મૂર્તિની એક આંગળી કાપી લઈને ત્યાંથી ચાલતા થયા. આગળ જતાં તેઓના ઘડાઓનાં પુંછડાં તથા સિન્યના કેટલાક માણસની દાઢી-મૂછો બળવા લાગી, અને પગે ચાલનારા સૈનિકે ધબોધબ જમીન પર પડવા લાગ્યા. એટલે સર્વ પ્રકારના બળથી હીન થઈ ગયેલા તેઓ રાંક માણસની પેઠે વિલાપ કરવા અને રહેમાનનું સ્મરણ કરવા લાગ્યા, તેવામાં અદશ્યપણે આકાશમાં વાણી થઈ કે “ શ્રીવીર ભગવાનની મૂર્તિની આંગળી તમે કાપી લાવ્યા તેથી જ મરણાંત કષ્ટમાં પડ્યા છે. તે સાંભળીને આશ્ચર્યથી ચકિત થયેલા અને પિતાનું મસ્તક ધૂણાવતા એવા ગીજનીપતિના આદેશથી તેને ભયભીત થયેલ મંત્રી, તે આંગળી જ્યાંથી કાપી હતી ત્યાં મુકી આવ્યો. આંગળી તેને સ્થાને મુકી કે તરતજ તે હાથે સાથે જોડાઈ ગઈ. આ આશ્ચર્યને જોઈને તે ગીજનીપતિએ ફરીને કોઈ પણ દિવસ સત્યપુર જવાની સ્વમમાં પણ ઈચ્છા કરી નહીં. આ ઉપદ્રવ દૂર થવાથી ચતુર્વિધ સંધ ઘણો જ ખુશી થશે અને શ્રીવીર ચૈત્યમાં પુનઃ ગીત, નૃત્ય, પૂજા, પ્રભાવના, દાનાદિ થવા લાગ્યાં. બીજે હુમલો: કેટલોક સમય ગયા પછી માલવાદેશનો રાજા ગુજરાતદેશને ભાંગીને સત્યપુરની સીમામાં પહે, પરંતુ બ્રહ્મશાંતિ દેવે ઘણું સૈન્ય વિકુવીને તેના સૈન્યને ભાંગ્યું, તેના આવાસમાં વજન અગ્નિ ઉત્પન્ન થયો, આગ લાગવા માંડી. આ ચમત્કારથી માલવાધિપતિ ધન-માલ બધું મુકીને જીવલઈને કાગડાની પેઠે નાશી ગયો. વિક્રમના તેરમા શતકમાં કનોજના રાજાએ સત્યપુરમાં શ્રી વીર ભગવાનની પ્રતિમાયુક્ત દેવદાસ ( કાર )નું મંદિર બંધાવ્યું હતું. ત્રીજો હુમલો : વિ. સં. ૧૩૪૮માં કાકરનું મેટું સૈન્ય દેશોને ભાંગતું ભાંગતું આવ્યું, તેથી ગામે અને શહેરના લોકો ભાગવા માંડ્યા, તેમજ મંદિરના દરવાજો બંધ થવા લાગ્યા. For Private And Personal Use Only
SR No.521516
Book TitleJain Satyaprakash 1936 11 12 SrNo 16 17
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1936
Total Pages231
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size102 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy