________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી જન સત્ય પ્રકાશ
કાર્તિક
વાયુ જેવા વેગે અષ્ટાપદ પર્વત ઉપર ચઢી, તીર્થ વંદના કરી, અશોક વૃક્ષની નીચે બેઠા! ત્યાં વૈશ્રમણ આદિ દેવને સંસારની વિચિત્રતા ગર્ભિત દેશને સંભળાવી. છેવટે વૈશ્રમણને શંકાશીલ જાણીને પુંડરીક અને કંડરીકનું દષ્ટાંત કહી તેને નિઃસંદેહ બનાવે, પંદરસે તાપને દીક્ષા, ભજન અને કેવળજ્ઞાન –
રાત ત્યાં રહી તેઓ સવારે નીચે ઉતરવાની તૈયારી કરતા હતા ત્યારે નીચે, પૂર્વે આવેલા પંદરસે તાપસ, ગૌતમસ્વામીની (ચઢતી વખતની) અપૂર્વ શક્તિ જોઈને આશ્ચર્ય પામીને ‘તેઓ ઉતરશે ત્યારે તેમના શિષ્ય થઈશું', આવા ઈરાદાથી તેમની રાહ જોઈ રહ્યા હતા. એટલે જ્યારે ગૌતમસ્વામીને આવેલા જોયા ત્યારે તેઓએ દીક્ષાની માગણી કરી. ગૌતમસ્વામીએ બધા તાપસેને દીક્ષા આપી. પછી બધા પ્રભુની પાસે જવા ચાલ્યા. વચમાં એક ગામ આવ્યું ત્યાં શ્રી ગૌતમસ્વામીએ અક્ષી શુ–મહાનસી લબ્ધિના પ્રભાવે થોડી ખીર છતાં તેને તૃપ્ત કરી, સર્વને વિસ્મય પમાડડ્યા.
એ પંદરસો તાપસીમાંથી પાંચસોને જમતાં, પાંચસોને પ્રભુની પ્રાતિહાર્યાદિ ઋદ્ધિ જોતાં અને પાંચસો તાપને પ્રભુનાં દૂરથી દર્શન થતાંની સાથે જ કેવલજ્ઞાન પ્રકટ થયું, આ વાતની શ્રી ગૌતમસ્વામીને ખબર ન હોવાથી તેમણે તાપસીને કહ્યું કે, પ્રભુને વંદન કરે? એટલે મહાવીરદેવે કહ્યું, “હે ગૌતમ, આ સર્વ કવલિ છે, તેથી વંદન કરવાનું ન કહેવાય!' એમ સાંભળી તરત જ શ્રી ગૌતમ મહારાજે કેવલિ તાપસને ખમાવ્યા. ધન્ય છે, શ્રી ગૌતમ દેવના નમ્રતાના ગુણને. કરીને કેવલજ્ઞાનની પ્રાપ્તિની શંકા અને તેનું સમાધાનઃ
આ અવસરે ફરી શ્રી ગૌતમ મહારાજે વિચાર્યું કે-“જરૂર હું આ ભવમાં મુક્તિમાં જઈશ નહિ. કારણ કે મેં જેઓને દીક્ષા આપી તેઓ કેવલજ્ઞાન પામ્યા અને હું ન પામ્યો.” એટલે પ્રભુએ પૂછયું-“હે ગૌતમ ! તીર્થકરોનું વચ સાચું કે દેવનું વચન સાચું?” આ પ્રશ્નને શ્રી ગૌતમે વિનયથી જવાબ આપ્યો : “ નકકી તીર્થકરનું વચન સત્ય છે.” પ્રભુએ ગૌતમને આશ્વાસન પમાડવા માટે વધુમાં કહ્યું કે- “હે ગૌતમ, આમ અધીરતા કરીશ નહિ. લાંબા કાળના પરિચયથી તને મારી ઉપર દઢ રાગ છે, તે દૂર થતાં જ તને કેવલજ્ઞાન થશે!” ગૌતમસ્વામીને આથી શાંતિ થઈ!
આ પ્રમાણે શ્રી ગૌતમ મહારાજા મહાવીરદેવની પાસે, બહુ દૂર નહિ અને બહુ પાસે નહિ તેમ ઉભડક પગે વિનયપૂર્વક બેસતા હતા, અને ધર્મધ્યાન શુકલધ્યાન રૂપિ કેદાને પ્રાપ્ત થયેલા પાંચ ઇકિને અને મનને સ્થિર રાખતા હતા. તેમજ સંયમ અને તપ વડે આત્માને નિર્મલ બનાવી રહ્યા હતા. ગૌતમ ગોત્રમાં જન્મેલા, સાત હાથની કાયા વાળા, સમચતુરન્સ સંસ્થાનના ધારક અને વજઋષભનારા સંઘયણવાળા શ્રી ગૌતમ સ્વામી મહાતપસ્વી, ઘેર બ્રહ્મચર્યનું પાલક અને સંક્ષિપ્ત તેમ જ વિપુલ તેજલેશ્યાને ધારણ કરનારા હતા. વળી તેઓ ચૌદ પૂર્વના જ્ઞાતા, ચાર જ્ઞાનના ધારક અને સર્વાક્ષર સંયોગોના જાણકાર હતા. છતાં તેમને જ્યારે જ્યારે જિજ્ઞાસારૂપ સંશય થાય, ત્યારે ત્યારે વિનયપૂર્વક કયા કારણોથી કયું કર્મ બંધાય ? કર્મથી મુક્ત થવાનો શો ઉપાય ? તેમજ “માળે વઢવ” વગેરેના મહાવીર પ્રભુને પ્રશ્નો પૂછી તેને ખુલાસે મેળવતા હતા.
૧. ઉપદેશ પાસાદમાં આ બાન છે.
For Private And Personal Use Only