SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २७४ શ્રી જૈન સત્ય પ્રકાશ કાર્તિક એ જ નગરીમાં વૈશાખ સુદિ ૧૧ના દિવસે જ ભિકાગ્રામથી રાત્રે બાર એજન આવીને, પૂર્વાન્ડ દેશે મહાસેન વનમાં ભગવાને ગૌતમાદિ ગણધરને, શિષ્ય પરિવાર સાથે દીક્ષિત ક્ય, પ્રમુદિત કર્યા. તેમને ગણ અનુજ્ઞા આપી. ત્યાં જ ઉત્પાદ, વિરામ, ધ્રુવ એ ત્રણ પદરૂપ ત્રિપદી શ્રી મહાવીર પ્રભુ પાસેથી મેળવી તક્ષણે દ્વાદશાંગીની રચના કરી. એ જ નગરીમાં ભગવાનના કાનમાંથી સિદ્ધાર્થ વાણિયાએ, ક્રમથી ખરક વૈદ્ય કટશલાકા બહાર કાઢી. તે કાઢતાં વેદનાને લીધે ભગવાને જે બૂમ – ચીસ પાડી તેથી પાસેના પવતના બે વિભાગ થયા, જેથી હજુ સુધી પણ તેની વચ્ચેની ફાડ દેખાય છે. આ જ નગરીમાં કાતિક અમાવાસ્યાની રાત્રિએ, ભગવાનના નિવાણ-સ્થાનકે મિથ્યાષ્ટિઓએ શ્રી વીરતૂભની જગ્યાએ સ્થાપન કરેલ નાગ મંડપે આજ પણ ચારે વર્ણના લકે યાત્રા-મહેસવ કરે છે. આ જ નગરીમાં રાત્રે દેવતાના પ્રભાવથી કુવામાં રહેલા જલ-પૂર્ણ કડીઆમાં હજુ પણ દીવો બળે છે. જે તેલ વગર બળ્યા કરે છે. પૂર્વોક્ત હકીકત ભગવાને અહીં જ કહેલી. અહીં જ ભગવાન મેક્ષે પહોંચ્યા, ઈત્યાદિ અતિ અદ્દભુત વર્ણનયુક્ત શ્રી પાવાપુરી મહાતીર્થ છે. આ પ્રમાણે પાવાપુરીકલ્પ – દિવાલી તથા મધૂસવની ઉત્પત્તિથી રમણીય દિવાલી કલ્પ– શ્રી જિનપ્રભૂસૂરિએ દેવગિરિ નગરમાં રહી વિક્રમ સંવત ૧૩૮૭ના ભાદરવા વદિ ૧રને દિવસે બનાવ્યો છે. તે સંધને કલ્યાણ કરનાર થાઓ !” આ કલ્પના ભાષાંતરનું ઐતિહાસિક દષ્ટિએ પર્યાલચન કરવાની ખાસ આવશ્યકતા હોવા છતાં, લેખની જગ્યા મર્યાદિત હેવાથી તે ભવિષ્યમાં કરવામાં આવશે. વાસનાના ત્યાગ वाहेण जहा व विच्छए, अबले होइ गवं पचोइए । से अन्तसो अप्पथामए, नाइवहे अबले विसीयइ ।। एवं कामेसणं विऊ, अज सुए पयहेज संथवं । कामी कामेण कामए, लट्टे वा वि अलद्र कण्हुई ।। નબળા બળદને તેને હાંકડું ગમે તેટલો મારી ઝૂડીને હાંકે, પણ તે ઊલટો ગળિયો બનતો જાય છે, અને છેવટે ભાર ખેંચવાને બદલે થાકીને બેસી પડે છે. તેવી સ્થિતિ વિષયરસ ચાખેલા માણસની છે. પરંતુ તે વિષયો તે આજે કે કાલે છોડીને ચાલ્યા જવાના છે એમ વિચારી, કામી પુરુષે પ્રાપ્ત થયેલા કે કોઈક કારણથી પ્રાપ્ત ન થયેલા કામેની વાસના છોડી દેવી. (૨-૩–૫, ૬) – શ્રીસૂત્રકૃતાંગ [ “મહાવીરસ્વામીને સંયમધમમાંથી] For Private And Personal Use Only
SR No.521516
Book TitleJain Satyaprakash 1936 11 12 SrNo 16 17
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1936
Total Pages231
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size102 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy