________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭,
,
ચા
શ્રી જૈન સત્ય પ્રકાશ
કાર્તિક દશ સ્વમાનું ફળ;
આ દશે મહાસ્વપ્નાં હતાં એમ આવશ્યકનિર્યુક્તિ ઉપરની મલયગિરિકૃત ટીકામાં તથા મહાવીરચરિયમાં લખ્યું છે. તે મહાસ્વપ્નનું ફળ પ્રાકૃત કથાનક મહાવીરચરિય, દશમા પર્વ વગેરેમાં આ પ્રમાણે છે :
૧. મહાવીર ભગવાન નેહરૂપી મહાપિશાચ-રાક્ષસને હણશે. ૨. ,, શુકલ ધ્યાન ધરશે. ૩, , વિચિત્ર બાર અંગેનું પ્રરૂપણ કરશે.
સાધુ અને શ્રાવકના બે પ્રકારના ધર્મને બતાવશે ચતુર્વિધ સંઘથી પૂકાશે. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક દેવથી પૂજાશે.
ચારગતિરૂપ સંસાર-સમુદ્રને તરશે. ૮. , કેવલજ્ઞાનને પ્રાપ્ત થશે. ૯. , નિર્મળ યશકીતિ મેળવશે.
૧૦. , સિહાસનમાં બેસીદેવ મનુષ્યની પરિષદમાં ધર્મ કહેશે. વખશાસ્ત્રનું મહત્વ :
ભારતીય શાસ્ત્રોમાં સ્વપ્નશાસ્ત્ર પણ એક શાસ્ત્ર મનાય છે. અષ્ટાંગનિમિત્ત વિદ્યા પૈકી આ પણ એક વિદ્યા છે. ભારતીય તમામ દર્શનના અનુયાયીઓની તેમાં હજારો વર્ષોથી દઢ શ્રદ્ધા છે. તેથી તે વિષે અનેક ગ્રંથ અને માન્યતાઓ જૂના સાહિત્યમાં મળી આવે છે. લગભગ અઢારમી શતાબ્દી સુધીના સંખ્યાબંધ મહાપુરુષોના જન્મઆદિ પ્રસંગે વન આવવાની વાત કરઠર મળે છે. યુરોપ અને અમેરિકાના વા મયમાં પણું સ્વપ્નશાસ્ત્રને એક સ્થાન મળી ગયું છે. ભગવાન મહાવીર સ્વામી માતાના ઉદરમાં ઉત્પન્ન થતાં જે ચૌદ સ્વપ્નાં માતાને આવ્યાં હતાં તેનું મહાભ્ય તે જૈનેએ ખૂબ વધારી દીધું છે ! ફળ કયારે થવું જોઈએ :
આ દશ સ્વપ્નાં ભગવાનને બે ઘડી રાત બાકી રહેતાં આવ્યાં છે. સ્વપ્નશાસ્ત્રના કોર કહે છે કે જે રવપ્ન રાત્રિના પહેલા પહેરમાં આવે તેનું ફળ એક વર્ષમાં, બીન પહોરનું ફળ છ મહિનામાં, ત્રીજનું ત્રણ મહિનામાં, ચેથા પહોરમાં આવેલાનું ફલ એક મહિનામાં બેઘડી રાત્રિ અવશિષ્ટ રહે ત્યારે દશ દિવસમાં અને સૂર્યોદય સમયે આવ્યું હોય તો તેનું ફળ તરત જ થાય છે.
આ હિસાબ પ્રમાણે જૂઓ તે મોહનીય કર્મને નાશ, દશાંગીની રચના, કેવળજ્ઞાન વગેરે ફળ મહાવીર ભગવાને દીક્ષા લીધી તે જ વર્ષે મળવું જોઈતું હતું, કેમકે આ બનાવ તે જ વર્ષે બન્યો છે, પણ તે પછી તે લગભગ બાર વર્ષે મોહનીય કર્મને નાશ १. तत्थिमे दस महासुमिणे पासइ । 2. २७०, इमाई दश महासुमिणाई पस्सइ ।
મહાવીરચરિયું, પૃ. ૧૫૫ २. रात्रेश्वतुषु यामेषु दृष्टः स्वप्नः फलप्रदः ।। માતૃશમિઃ મિસ્ત્રમા જ મનુ / કલ્પસૂત્રની સુબોધિકારીકા
For Private And Personal Use Only